અજાણી સ્ત્રીએ ત્યજી દીધેલા નવજાતને શ્ર્વાન મોઢામાં લઇ જતુ દેખાતા ચકચાર

આમ તો દરેક મા બાપની મોટી મૂડી સંતાન કહેવાય છે. મા બાપ સંતાન માટે પથ્થર એટલા દેવ કરતા હોય છે.ક્યાંક દવા ક્યાંક દુવાનો સહારો લેતા…

આમ તો દરેક મા બાપની મોટી મૂડી સંતાન કહેવાય છે. મા બાપ સંતાન માટે પથ્થર એટલા દેવ કરતા હોય છે.ક્યાંક દવા ક્યાંક દુવાનો સહારો લેતા હોય છે.પણ સમય બદલાયો છે.દશા બદલાઈ દિશા બદલાઈ તો ક્યાંક લોકો પણ બદલાયા છે.ભૃણ હત્યા વિરુદ્ધ કડક કાયદો છે.છતાં ક્યાંક છટકબારી લોકો શોધી લેતા જ હોય છે.ક્યાંક ચોરી છુપી થી ક્યાંક રૂૂપિયાના જોરે બાળકનું ગર્ભમાં જ મોત કરાવતા લોકો ખચકાતા નથી.અનેક દવાઓનો સહારો લઈ અનેક ભૃણની હત્યા થતી હોવાનો સહેજ પણ ઇનકાર કરી શકાય નહીં.આમ તો માને દેવી સ્વરૂૂપ અપાય છે.પણ ભાઈ કળયુગ છે અને હવે એ જ મા પર કલંક લાગી રહ્યું છે.

જન્મની સાથે તરછોડી દેનાર બાળક આજે પણ એ જ પોકાર કરી રહ્યું છે કે…હે માં મારો ગુન્હો કયો કે મને આ રીતે તરછોડી દીધું? ત્યારે રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર નજીક એક શ્વાન પોતાના મોઢામાં મૃત નવજાત લઈને જતું હતું ત્યારે એક વ્યક્તિ તેની પાછળ પથ્થર લઇ દોડતા શ્વાને નવજાતને ત્યાં જ મૂકી જતું રહ્યું હતું.આ મામલે પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસમાં અજાણી સ્ત્રી સામે નવજાતને તરછોડી દીધા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.આ ઘટનાથી ચકચાર મચી ગઇ છે.

જામનગર રોડ ઘંટેશ્વરમાં રહેતા મયુરભાઈ રાવતભાઈ હુંબલ (આહીર) (ઉ.વ.31)એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલે શુક્રવારે બપોરના આશરે પાંચ વાગ્યાની આસપાસ પોતે ઘંટેશ્વર પાસે સી.એન.જી પંપની સામે આવેલા ખેતરે હતો ત્યારે ખેતર પાસેથી એક કુતરુ પસાર થતુ હતુ અને તેના મોઢામાં નવજાત બાળક હોવાનુ જણાતા મયુરે કુતરાને પથ્થર માર્યો હતો જેથી કુતરો તે નવજાત બાળકને ત્યા મુકીને જતો રહ્યો હતો.બાદમાં મયુરે ત્યા જઈને જોતા નવજાત શીશુ આશરે છ માસના ગર્ભવાળુ હોય અને આ આશરે છ માસના ગર્ભવાળા બાળકને કોઈ અજાણી વ્યક્તિ ત્યજી દઇ મુકી ગયાનું જણાય આવતા કોઇ અજાણી સ્ત્રી એ જન્મ આપી તેનો જન્મ છુપાવવા નવજાત શીશુ આશરે છ માસના ગર્ભનું બાળક મરણ ગયેલ હાલતમાં કોઇ અજાણી વ્યક્તિ ત્યજી દઈ ઘંટેશ્વર ગાામ જામનગર રોડ પાસે સી.એન.જી પંપની સામે આવેલ ખેતરની આસપાસ મુકી ગઈ નાસી જતા તેમની સામે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *