બોટાદ જિલ્લાના પાળીયાદ ગામના જોગીડુંગરો વિસ્તારમાંથી એક શખસની લાશ મળી છે. ક્ષત વિક્ષત હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં મૃતક છેલ્લા 7 દિવસથી ગુમ હોવાનું સામે આવ્યું છે.
આ મુદ્દે પોલીસમાં જાણવા જોગ નોંધ પણ આપવામાં આવી હતી.પાળીયાદના શખસનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. મૃતકના સાળા ભરત ભોપાભાઈએ આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, રાજુ ઘોડકીયા લાંબા સમયથી ગુમ હતા.
મૃતક રાજુ ઘોડકીયાના સાળા ભરત સેલવીયાએ જણાવ્યું હતું કે, પાળીયાદ પોલીસ સ્ટેશનમાં 8 દિવસ પહેલાં ફરિયાદ નોંધાવી હતી. મોબાઈલ સ્વીચ ઓફ આવતાં એટલે પોલીસ કહેતી તપાસ કેવી રીતે કરી શકીએ. આજે વહેલી સવારે જાણ થઈ કે એક બાઈક પડ્યું છે. ત્યાં ગયા તો મૃત હાલતમાં પડ્યા હતા અને અવશેષો જોતા એવું લાગે છે કે સો ટકા મર્ડર જ થયેલું છે.
કારણ કે એમના માથાનો ભાગ શરીરથી 50 ફૂટ દૂર અલગ હતું. બંને પગ કાપી નાખેલા હતા. માથે બ્લેક એસિડ નાખેલું હતું જેથી શરીર વિકૃત થઈ ગયું હતું. અમને મર્ડર થયાની શંકા છે. પોલીસ પાસે અપેક્ષા રાખીએ છીએ કે આ દિશામાં તપાસ થાય.
પાળીયાદમાં રહેતા રાજુ ઘોડકીયા છેલ્લા 7 દિવસથી પોતાના બાઈક સાથે ગુમ થયા હતા. શોધખોળ દરમિયાન જોગીડુંગરો વિસ્તારમાંથી તેમની અર્ધનગ્ન હાલત અને ક્ષત વિક્ષત હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ પાળીયાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસ દરમિયાન લાશ પાસેથી બાઈક અને મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે.
પાળીયાદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે પાળીયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (ઈઇંઈ) ખાતે ખસેડ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. હાલ આ મામલે અકસ્માત કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરવામાં આવી છે.
પડોશીએ જણાવ્યું હતું કે, સાતેક દિવસથી ઘરેથી નીકળ્યો ગયો એવા સમાચાર મળ્યા હતા. બીજી કંઈ ખબર નથી. આવી રીતે બન્યું છે એની આજે ખબર પડી કે વોકળામાં પડ્યો છે. મોટરસાઈકલ પડ્યું છે. આ લોકોને જાણ થઈ એટલે દોડી ગયા. ત્યાં પડ્યો હતો. પોલીસમાં ક્યારની ફરિયાદ નોંધાવી છે. પોલીસ નહીં પણ મારી બાજુમાં ઊભા છે એ ભાઈને ખબર પડી એટલે મોટરસાઈકલ જોવા ગયા.
