સિધ્ધાનાથ મહાદેવથી પ્રારંભ કરી શહેરમાં ભ્રમણ કરી ભીડભંજન મહાદેવ મંદિરે સંપન્ન થશે
જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે છેલ્લા 44 વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે પિસ્તાલીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે, અને રવિવારે યોજાનારી આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં અગિયાર કિલો રજત મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત 12 સંસ્થાના 19 જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે. શિવજીને ત્રિશુલ-ડમરૂૂ-ચંદ્ર-કુંડળ-માળા- જનોઇ-છત્તર-પાઘડી જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરાયા છે જે શોભાયાત્રા નાગેશ્વર મંદિર થી પ્રારંભ થઇ નગરભ્રમણ કરી રાત્રિના ભીડભંજન મહાદેવ મંદિરે પૂણ થશે અને મહાઆરતી યોજાશે.
જામનગર શહેર ’છોટી કાશી” ના ઉપનામથી વિશેષ વિખ્યાત છે. શહેર જિલ્લામાં શિવભકતોની સંખ્યા બેસૂમાર છે. જામનગરમાં સ્થાપિત વિવિધ શિવાલયો પણ શિલ્પ સ્થાપત્યની દ્ર્ષ્ટિએ બેનમૂન તેમજ ભાવિકોના શ્રધ્ધા કેન્દ્ર સમા છે. ત્યારે પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પર્વની જામનગર શહેરમાં ભારે ઉત્સાહપુર્વક ઉજવણી થાય છે અને ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન પણ પ્રતિવર્ષ હાથ ધરાય છે જે પરંપરા અનુસાર આ વખતે પિસ્તાલીસમાં વર્ષે ભવ્ય શિવશોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
શિવશોભાયાત્રામાં સ્થાન પામતી ભગવાન શિવજીની રજત મઢીત પાલખીનો પૂજનવિધિ સમારોહ રવિવારે મહાશિવરાત્રી પર્વના દિવસે સવારના 10 થી 12 શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાશે. જેમાં પાલખીની પ્રાસાદ પ્રતિષ્ઠા અને ભગવાન શિવજીના આશુતોષ ના સ્વરૂૂપ ની પૂજા શહેરના અગ્રણી દંપતિઓ દ્વારા થશે. ઉપરાંત અન્ય ભાવિકજનો પણ આ પાલખીનું પૂજન – અર્ચન – દર્શન તે જ સ્થળે કરી શકશે. ત્યાર પછી બપોરના ત્રણ વાગ્યે અહીંથી પાલખી સિધ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતી કરવામાં આવશે. જ્યાં સંતો-મહંતોની અને શહેરના શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ પછી બપોરે સાડા ચાર કલાકે શિવ શોભાયાત્રાનો પ્રારંભ થશે. સમગ્ર કાર્યક્રમને પાર પાડવા માટે પાલખી સમિતિના સભ્યો એક જ રંગના ધાર્મીક સુત્રોનું ચિત્રણ કરેલ એક સરખા ઝભ્ભા ધારણ કરશે તેમજ ઓળખપત્ર સાથે શોભાયાત્રાનું સંચાલન કરશે. રજત મઢીત સાગના લાકડાની વિશાળ પાલખી ઊંચકનારા ભાવિક સભ્યો તમામ આ ઝભ્ભાની સાથે પિતાંબરી પણ ધારણ કરશે તેમજ આઠ કલાક ચાલનારી સમગ્ર શોભાયાત્રા દરમિયાન ખૂલ્લા પગે જોડાશે.
શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટસ તદ્ ઉપરાંત રૂૂદ્રાય ચેરીટેબલ ટ્રસ્ટ (એક ફલોટ), શિવસેના (એક ફલોટ), સતવારા સમાજ (3 ફલોટ), ભગવા યોદ્યા સંઘ (બે ફલોટ), નાગેશ્વર મિત્ર મંડળ (એક ફલોટ) ભગવા રક્ષક (બે ફલોટ), હિન્દુ સેના (બે ફલોટ),બાળ હિન્દૂ સેના, શિવ નાગેશ્વર મિત્ર મંડળ (1 ફલોટ), ઓમ યુવક મંડળ (એક ફલોટ), વિરાટ બજરંગ દળ (એક ફલોટ) સહિતના મંડળો દ્વારા 19 જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવશે. સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાશે. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાશે. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બનશે. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાશે.
બપોરે સાડા ચાર વાગ્યે નાગેશ્વર વિસ્તારમાં આવેલા પૌરાણીક સુપ્રસિધ્ધ શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થનારી આ શોભાયાત્રા નાગનાથ ગેઇટ, કે.વી.રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, સજૂબા ગર્લ્સ હાઇસ્કૂલ, હેડ પોસ્ટ ઓફીસથી દરબારગઢ, બર્ધન ચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક રોડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક, ટાઉન હોલ થઇ રાત્રે 12.30 કલાકે શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચશે જયાં રાત્રીના મહાઆરતી પછી શોભાયાત્રા સંપન્ન થશે.
45મી શિવ શોભાયાત્રાના વિશેષ આકર્ષણો
મહાશિવરાત્રી પર્વે નગરમાં પરિભ્રમણ કરનારી શિવ શોભાયાત્રામાં આયોજક સંસ્થા દ્વારા પ્રતિવર્ષ અવનવા આકર્ષણો ઉમેરવામાં આવતા હોય છે. આ વર્ષે સવિશેષ આકર્ષણ ભગવાન શ્રી આશુતોષજીની મુખ્ય પાલખીની સાથે રજત મઢીત અને સુવર્ણ ના કુંડળ વળી મહાદેવની 6 ફૂટ ના કદની ’છડી’ રહેશે. કારણ કે, રજતમઢિત પાલખીમાં રજતના શિવજીની મૂર્તિને શુધ્ધ સુવર્ણના અનેક આભૂષણો પરિધાન કરાવવામાં આવશે. શિવ શોભાયાત્રામાં જોડાતી પાલખીમાં બિરાજમાન શિવજીના આશુતોષ સ્વરૂૂપની પ્રતિમા પ્રત્યેક ભકતજનો વિશેષ આસ્થા ધરાવતા હોય છે. સંપૂર્ણ ચાંદીમાંથી બનાવેલી આ મૂર્તિની સાથે તાજેતરમાં શુધ્ધ સોનાના શિવજીના પરંપરાગત અલંકારો લગાડવામાં આવ્યા છે. ત્યારે આ વર્ષે નવા આકર્ષણ રૂૂપે ભગવાન શિવજીની પાલખી સાથે આકર્ષક રજત મઢીત ’છડી’ તૈયાર કરાઈ છે, જેમાં પણ અનેક શિવભક્તો નું અનુદાન પ્રાપ્ત થયું છે, અને પ્રથમ વખત તૈયાર કરીને શોભાયાત્રામાં જોડવામાં આવશે, જેમાં સોનાના કુંડળ લગાવાયા છે. આ શિવરાત્રીએ જામનગરના શિવ પ્રેમી ભકતગણ સુવર્ણ અલંકારોથી સજ્જ શિવજીના દર્શન નિહાળી ગદગદ થશે.
શોભાયાત્રાના સંચાલન માટે સંકલન સમિતિ રચાઇ
હિન્દુ ઉત્સવ સમિતી અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા શુક્રવારે યોજાનારી શિવ શોભા યાત્રાના સફળ સંચાલન માટે સંકલન સમિતીની રચના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજની હાજરીમાં કરવામાં આવી હતી, જેના ક્ધવીનર તરીકે પ્રજ્વલ પાલન, તેમજ સહ ક્ધવીનર તરીકે આશિષ નકુમ તથા હિરેનભાઈ માતંગ ની નિમણુંક કરવામાં આવી હતી તેમજ દિલીપભાઇ આહીર, જીગરભાઇ રાવલ, પ્રતિકભાઇ ભટ્ટ, પિયુષભાઇ કટેશીયા, રમેશભાઇ વેકરીયા, માંડણભાઇ કેશવાલા, રાજુભાઇ ભુવા, બ્રીજેશ નંદા, સંદીપ વાઢેર, નંદલાલ કણઝારીયા, રાહુલ જોશી, મનિષભાઇ સોઢા, સંદિપભાઇ વાઢેર, વ્યોમેશ લાલ, કમલેશ પંડયા, દિપક ગાંધી, ભાર્ગવ પંડયા, હેમલ ગુસાણી, જીમીભાઇ ભરાડ, નિરૂૂભા જાડેજા, જીતુભાઇ ગાલા, મિતેષભાઇ મહેતા, ચીરાગ ઓઝા, જસ્મીનભાઇ વ્યાસ, દિપેશ કણઝારીયા, પ્રતીક કટેશીયા, પ્રતિક ભટ્ટ, રાજ ત્રિવેદી, રાહુલભાઇ નંદા, અમર દવે, વૈભવ રાવલ, અશોક મકવાણા, જય શીસાંગિયા, પાર્થ રાવલ, કરણ ઓઝા, સાજન રાઠોડ, વિજય સોઢા, તેજસ ચાવડા, આશિષ નકુમ, ભાવિન ભોજાણી વગેરેની નિમણુંક કરવામાં આવી છે. જેઓ દ્વારા સમગ્ર શોભા યાત્રાનું સંચાલન કરવામાં આવશે.જુસાભેર તેમજ આસ્થા સાથે જોડાય છે.
