રશિયાથી 8 લાખ બેરલ ક્રૂડ ભરીને ગુજરાત આવેલું જહાજ પરત ધકેલી દેવાયું

ભારતીય બંદર સત્તાવાળાઓ દ્વારા ગુજરાત તરફ આવી રહેલા રશિયાના જહાજ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. જહાજમાં 8 લાખ બેરલ હતા, જોકે રશિયન જહાજે નિયમો તોડતા…

ભારતીય બંદર સત્તાવાળાઓ દ્વારા ગુજરાત તરફ આવી રહેલા રશિયાના જહાજ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.
જહાજમાં 8 લાખ બેરલ હતા, જોકે રશિયન જહાજે નિયમો તોડતા ભારતે જહાજને પરત મોકલી દીધું છે. સૂત્રો મુજબ, રશિયન જહાજ ભારત સ્થિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (ioc) ને 8,00,000 બેરલની સપ્લાય કરવા આવ્યું હતું, જોકે અપૂરતા દસ્તાવેજોના કારણે ક્રૂડ ઓઈલ ભરેલા જૂના ટેન્કરો ગુજરાતના બંદરે એન્ટ્રી કરે તે પહેલા જ જહાજને અટકાવી દેવાયું છે. સામાન્ય રીતે આવી ઘટના બનતી નથી, જોકે આવું થતા ક્રૂડ ઓઈલ લાવનારા જહાજો સામે કડક તપાસ શરૂૂ કરાઈ હોવાના સંકેત મળી રહ્યા છે.શિપિંગ ડેટા મુજબ, રશિયન ક્રૂડ ઓઈલ કંપની લુકોઈલે ઉત્તર રશિયાના મરમંસ્ક બંદરથી લગભગ 1,00,000 મેટ્રીક ટન (લગભગ 8,00,000 બેરલ) ક્રૂડ ઓઈલ સાથેનું જહાજ ભારત તરફ મોકલ્યું હતું. તાંઝાનિયા ઝંડા લગાવેલા અંડમાન સ્કાઈસ નામનું જહાજ ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશનને ડિલીવરી કરવા માટે ગુજરાતના વાડિનાર બંદર તરફ વધી રહ્યું હતું. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ જહાજને પરત મોકલી દેવાયું છે.

ભારતીય નિયમો મુજબ, 20 વર્ષથી વધુ જૂના જહાજો પાસે ઈન્ટરનેશનલ એસોસિએશન ઑફ ક્લાસિફિકેશન સોસાયટીના કોઈપણ સભ્યનું અથવા ભારતના દરિયાકાંઠા સત્તાવાળા દ્વારા સત્તાવાર એકમ તરફથી દરિયાઈ યોગ્યતા પ્રમાણપત્રથ મેળવો જરૂૂરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અંડમાન સ્કાઈજ નામનું જહાજ વર્ષ 2004માં બન્યું હતું અને તે ડિસેમ્બરમાં જ ભારત આવ્યું હતું. તે વખતે તેમની પાસે ભારત આધારીત ડકાર ક્લાસ સર્ટિફિકેટ ન હતું, જોકે ભારતીય શિપિંગ અધિકારીઓએ તેને માન્યતા આપી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *