કોર્પોરેશનના અધિકારીઓને મોન્સૂન માટે શિફ્ટ મુજબ કામગીરીની ફાળવણી

ચોમાસાના પ્રારંભ સાથે જ કમિશનર તુષાર સુમેરાએ અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરીને ક્ધટ્રલો રૂમની અલગ અલગ શિફ્ટવાઇઝ કામગીરીની ફાળવણી કરી : અતિ વૃષ્ટિના સમયમાં અધિકારીઓને…

ચોમાસાના પ્રારંભ સાથે જ કમિશનર તુષાર સુમેરાએ અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરીને ક્ધટ્રલો રૂમની અલગ અલગ શિફ્ટવાઇઝ કામગીરીની ફાળવણી કરી : અતિ વૃષ્ટિના સમયમાં અધિકારીઓને વિશેષ તકેદારી રાખવાનો આદેશ

ચોમાસાની ઋતુની સાથે રાજકોટમાં પણ વરસાદ શરૂૂ થયો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી માંડીને રોડ રસ્તા તુટી જવા સુધીની ફરિયાદોનો ધોધ રાબેતા મુજબ શરૂૂ થશે એ વાત નિશ્ર્ચિત છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તાજેતરમાં અધિકારીઓ ચોમાસા પુર્વેની કામગીરી માટે રિવ્યુ બેઠક યોજીને અધિકારીઓને અલગ અલગ દિવસ અને શિફ્ટ મુજબ કામગીરીની ફાળવણી કરતા ઓર્ડર ર્ક્યા છે. જ્યારે અતિવૃષ્ટિ કે પૂરની પરિસ્થિતિ જેવા આપત્તીના સમયે બચાવ અને રાહત કામગીરી માટે પણ અધિકારીઓને વિશેષ કામગીરીની ફાળવણી કરવામા આવી છે.

કમિશનર તુષાર સુમેરાએ ચોમસાની ઋતુ સાથે ફાયર બ્રિગેડ ક્ધટ્રોલરૂૂમ હાલમાં નાનામવા રોડ પર સ્થિત આઇસીસીસી ખાતે કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂૂમ ખાતે અધિકારીઓને કામગીરીના ઓર્ડર કરવામાં આવ્યા છે. આ માટે સવારે છ થી બપોરે 2, બપોરે 2 થી રાતના 10 અને રાતના 10થી સવારે છ વાગ્યા સુધી અધિકારીઓને ફરજ બજાવવવા ઓર્ડર કરવામાં આવ્યા છે.

આ મુજબ સોમવારે સવારે 6થી બપોરે 2 સુધી મયુર ખીમસુરીયા અને દિલીપ ચારોલ, બપોરે 2 થી રાતના 10 ભાવેશ પુરોહિત અને રવજીભાઇ સીંધવ, રાત્રે 10 થી સવારે છ સુધી હિતેશ ભસોટીયા, અને દિપક આહીર મંગળવારે અનુક્રમે પ્રણય પંચાલ અને કૃષ્ણસિંહ જાડેજા, મનીશ વોરા અને મહેન્દ્ર મુદડીયા, સુર્યપ્રતાપસિંહ અને વિનોદ ચાવડા, બુધવારે હિતેશ ભસોટીયા અને રાજન બડોદરીયા, મયુર ખીમસુરીયા અને કિશોરસિંહ રાણા, ભાવેશ પુરોહિત અને અશોક દાફડા, ગુરૂૂવારે સુર્યપ્રતાપસિંહ અને નરેશ વીરડીયા, પ્રણય પંચાલ અને પંકજ ઠાકર, મનીશ વોરા અને હમીર સખરા, શુક્રવારે ભાવેશ પુરોહિત અને જયેશ પંડ્યા, હિતેશ ભસોટીયા અને ભાવેશ ગાંધી, મયુર ખીમસુરીયા અને પ્રવિણ રાંક, શનિવારે હિતેશ ભસોટીયા અને હિતેશ ભટટ્ટ: મયુર ખીમસુરીયા અને મયુર મુછળ તેમજ ભાવેશ પુરોહિત અને ઝાકીર હુશેન અને રવિવારે સવારે 6થી બપોરે 2 સુધી મનીશવોરા, ભુરાભાઇ ચૌધરી, બપોરે 2 થી રાતના 10 સુર્યપ્રતાપસિંહ અને કાઝી સોયબ તથા રાત્રે 10 થી સવારે 6 સુધી પ્રણય પંચાલ અને મહેશભાઇ જાદવને ફરજના ઓર્ડર કરવામાં આવ્યા છે.

આ અધિકારીઓ અને કર્મચારીઓએ ફાયર બ્રિગેડ સેન્ટ્રલ ફ્લડ ક્ધટ્રોલ રૂૂમ ખાતે ભારે વરસાદા કારણે બચાવ રાહત કાર્યનું સંકલન અને સુપરવિઝન તેમજ નાયબ કમિશનર (હેડ ક્વાર્ટર)ની સુચના મુજબ રિપોર્ટિંગ તેમજ રાજ્ય સરકાર, કલેક્ટર કચેરી અને અન્ય સરકારી એજન્સીઓ સાથે સંકલન અને રિપોર્ટિગ, બચાવ કામગીરીનો રિપોર્ટ તથા જાનમાલની નુકસાનીની વિગત મોકલવા રાજ્ય સરકાર તેમજ કલેક્ટર કચેરી સાથે સંકલન કરવાની જવાબદારી સુપરત કરવામાં આવી છે.

આપત્તિ સમયે ત્રણેય ઝોનના ડેપ્યુટી કમિશનર અને સિટી ઇજનેરને રાઉન્ડ ધી ક્લોક ફિલ્ડમાં રહેવા આદેશ
આપત્તિ સામે બચાવ અને રાહત કામગીરી પણ યોગ્યરીતે થાય અને કોઇ જાનહાની ન થાય તે માટે નાયબ કમિશનરો પંકજ જોશી, ઇસ્ટઝોનના પથિક પટેલ (ટેકનિકલ), વેસ્ટઝોનના સી. કે.નંદાણી, સેન્ટ્રલ ઝોનના એચ.આર. પટેલ, અને નાયબ કમિશનર (હેડક્વાર્ટર) સમીર ધડુકને કમિશનર તુષાર સુમેરાની સીધી દેખરેખ અને સુચના અન્વયે રાહત બચાવ તેમજ સમગ્ર કામગીરી પર દેખરેખ, અને નિયંત્રણ તેમજ રાજ્ય સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર સાથે સંકલન તેમજ રિપોર્ટિંગની કામગીરી સુપરત કરવામાં આવી છે. આવી જ રીતે એડિ. સિટી ઇજનેર એ. એ. રાવલને તકેદારીના ભાગરૂૂપે દર વર્ષની જેમ ક્ધટ્રોલ રૂૂમ શરૂૂ કરીને શિફ્ટવાઇઝ ટેકનિકલ સ્ટાફના ઓર્ડર કરવા તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવતા ટ્રક ટ્રેક્ટર અને મજૂરોની વ્યવસ્થા કરવા ઇસ્ટઝોનના સિટી ઇજનેર પરેશ અઢીયાને ભારે વરસાદને કારણે રસ્તા પર પડતાં ખાડાં તાકીદે બુરવા ભયગ્રસ્ત મકાન પડે તો તુરંત કામગીરી કરવા, ત્રણેય ઝોનમાં ઝોનદીઠ એક અધિકારીની નિમણુંક કરીને ટીમની રચના કરવા અને જરૂૂર જણાય તો પ્રાઇવેટ એજન્સીની નિમણુંક કરીને કામગીરી કરવા, ઇસ્ટઝોનના એડી. સિટી ઇજનેર કુંતેશ મહેતાને રાઉન્ડ ધ ક્લોક સુપરવીઝન માટે વ્યવસ્થા કરવાની ખાસ વ્યવસ્થા સોંપવામાં આવી છે. આવી જ રીતે આસિ.કમિશનર કે.ડી. વાઢેર, ડી. એમ. ડોડિયા, રાજીવ ગામેતી ફૂડ વિભાગના હાર્દિક મેતા, વી.ડી. ધોણીયા, તમામ વોર્ડ ઓફિસરોને પણ અલગ અલગ પ્રકારની કામગીરી સુપરત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *