કુંભ, મીન અને મેષ રાશિ પર શનિની મોટી પનોતીની અસર : પૂજા વિધિ દ્વારા મેળવો રાહત
વૈશાખ વદ અમાસ ને શનીવાર તા.16 મે ના દિવસે શનિ જયંતી છે. શનીવારે આખો દિવસ તથા શનિવારે રાત્રિના 1.30 કલાક સુધી અમાસ તીથી છે આથી આ વર્ષે શનિવારે શની જયંતિ ઉત્તમ ફ્ળદાઈ રહેશે
નવગ્રહ મા શનિદેવને કર્મના ફળદાતા ગણવામાં આવે છે. આથી શની જયંતી -નું મહત્વ વધારે રહેલ છે. શનીદેવ ની જન્મકથા શની ગ્રહ ના પિતા સુર્ય છે અને માતા -છાયા છે. શનીગ્રહ નો જન્મ સૌરાષ્ટ્રના હથલા ગામે થયેલ તેમ માનવામાં આવે છે.
સુર્યે ભગવાનના લગ્ન વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા સાથે થયેલા તેનાથી તેમને વૈવસ્વત અને યમ નામના પુત્રો ની પ્રાપ્ત થયેલી તથા થમુના નામની ક્ધયાની પ્રાપ્ત થયેલ સુર્યદેવનું તેજ જોઈ અને પરેશાન થઈ તેનાથી બચવા સંજ્ઞા પોતાની છાયા સુર્યદેવ પાસે છોડી અને પોતાના પિતાના ઘરે જાય છે પરંતુ પિતા કહે છે કે દિકરી તો સાસરે જ શોભે આથી નારાજ થઈ અને સંજ્ઞા ઘોડી નુ રૂૂપલઈને તપ કરવા લાગે છે. બીજી તરફ છાયા ગર્ભવતી થાય છે અને શની તથા ભદ્રાને જન્મ આપે છે જયારે શનિદેવ ગર્ભમાં હતા ત્યારે માતા છાયા એ ખોરાક પાણી લીધા વગર તપ કરેલુ અને શિવ પુજા કરેલી.
આથી તેના અસર સ્વરૂૂપે શનીદેવનો રંગ કાળો પડી ગયેલ જયારેશની દેવનો જન્મ થાય છે ત્યારે પિતા સુર્યદેવ તેને પુત્ર તરીકે સ્વીકારવાની ના પાડે છે. આનાથી ગુસ્સે થઈ અને શનીદેવ તપ કરવા લાગે છે ત્યારે શનિદેવના તપ થી ખુશ થઈ અને શિવજી વરદાન આપે છે કે તારૂૂ સ્થાન નવગ્રહ મા રહેશે અને તારી પનોતીથી દેવતાઓ પણ કંપી ઉઠશે અને તુ કર્મોનો ફળ દાતા ગણાઈસ
શની ગ્રહને એક રાશી ચંદ્ર પુર્ણ કરવા માટે 30 વર્ષ લાગે છે. શની ગ્રહને 3જી, 7મી તથા 10 મી દષ્ટી છે.
શનીગ્રહની મોટી પનોતી તથા નાની પનોતી ગણાય છે. મોટી પનોતી જીવનમાં આશરે બે વાર આવે છે.
શનીગ્રહની પનોતી અત્યારે શનીગ્રહની મોટી પનોતી 3 રાશીને ચાલે છે. મોટી પનોતી: (1)કુંભ રાશી (ગ,શ,સ) મોટી પનોતી ત્રીજો તબક્કો પગેથી પસાર થાય રૂૂપાના પાયે માનસિક ચિંતા કરાવે. (2)મીન રાશી (દ,ચ,ઝ,ન) મોટી પનોતી બીજો તબક્કો છાતીએ થી પસાર થાય સોનાના પાયે શારીરિક માનસિક – તકલીફ કરાવે. (3) મેષ રાશિ (અ.લ .ઈ) મોટી પનોતી પહેલો તબક્કો માથેથી પસાર થાય લોઢાના પાયે આર્થિક શારીરિક -પ્રોબ્લેમ રહે ખોટી દોડધામ કરાવે.
નાની પનોતી:
(1) સિંહ રાશી(મ.ટ) નાની પનોતી લોઢાના પાયે શારીરિક કષ્ટ આપે
(2)ધન રાશી (ભ.ફ.ધ)નાની પનોતી લોઢાના પાયે ચિંતાદાયક ગણાય.
નાની મોટી પનોતીની રાશિવાળા જાતકોએ શની જયંતીના દિવસે શનીદેવની ઉપાસના પુજા કરવાથી પનોતીમાં રાહત મળશે.
શની જયંતીના દિવસે શનિદેવની પુજા:
આમ તો શનીદેવની પુજા વહેલી વહેલી સવારે અથવા સાંજના દિવસ આથમ્યા પછી વધારે શુભ રહે છે પરંતુ શનિવારે શની જયંતીના દિવસે આખો દિવસ શનિદેવની પુજા કરવી શુભ ફળ આપનાર બનશે. સૌ પ્રથમ સ્નાન કરી અને નિત્યક્રર્મ તથા પુજા કરી શનીદેવના મંદિરે જવું. શનિદેવ પાસે – તલનો દિવો કરવો, અગરબતી કરવી ત્યાર બાદ શનિદેવ ને તેલ ચડાવવું, અળદના દાણા ચડાવવા, ધુપ દીપ અર્પણ કરવા, નૈવૈદ્યમાં અળદની વાનગી ધરાવી, કાળી દ્રાક્ષ પણ ધરી શકાય. આરતી કરવી.
ખાસ કરી ને શનિવારે સાંજે પીપળા નીચે દીવો કરી આ 10 નામ બોલવા શુભ રહે છે.
1″ૐ શનૈશ્ચરાય નમ:, 2 ૐ મંદાય નમ:,3 ૐ છાયાપુત્રાય નમ:,4 ૐ સૂર્યપુત્રાય નમ:,5 ૐ યમા-ગ્રજાય નમ:,6 ૐ કોણસ્થાય નમ:, 7 ૐ પિંગલાય નમ:, 8 ૐ બભ્રવે નમ:,9 ૐ કૃષ્ણાય નમ:, 10 ૐ રૌદ્રાય નમ:”
શનિદેવની પૂજા કરતા સમયે આ શનિદેવના 10 નામો પણ બોલી શકાય છે. આખી પુજા કરતા સમયે ૐ શં શનૈશ્ચરાય નમ: મંત્ર ના જપ બોલતા રહેવા, પુજા પુર્ણ થપે આ મંત્રની માળા કરી શકાય છે. આ દિવસે દશરથકૃત શનીસ્ત્રોત્ર પાઠ કરવા ઉત્તમ ફળ આપનાર, બનશે. જો આપના ગામ મા શનીદેવ નુ મંદિર ન હોય તો આ દિવસે હનુમાનજીની ઉપાસના – પુજા કરી શકાય છે. શનિદેવે હનુમાનજીને વચન આપેલુ કે જે લોકો હનુમાનજીની પુજા ઉપાસના કરશે તેને હું નડીશ નહી. આથી આ દિવસે હનુમાનજીની પુજા પણ સાથે કરવી જોઈએ. હનુમાનજીને પણ તેલ અડદ સિંદૂર ચડાવવા જોઈએ.
દાન: ખાસ કરીને શની જયંતીના દિવસે દાન કરવું પણ ન ઉત્તમ ફળ આપનાર બને છે આ દિવસે કાળો ધાબળો, કાળુ અથવા બ્લુ વર્ષ, સ્ટીલનું વાસણ, અળદ, પગરખા, કાળી છત્રી, તેલનુંદાન કરવું જીવનમાં શાંતી મળશે.જે લોકોની જન્મકુંડળીમાં શની ચંદ્ર નો વિષયોગ હોય, શ્રાપિત દોષ હોય, સુર્ય શની નો વિષયોગ હોય, શનિ મંગળનો અંગારક યોગ હોય., આ બધા અશુભ યોગમાંથી કોઈપણ એક યોગ હોય તો પણ શની જયંતી ના દિવસે ઉપવાસ રહેવો. શનીદેવની પુજા કરવી, રાહત મળશે. સાથે હનુમાનજી ની પણ પૂજા કરવી.
શની જયંતીના દિવસે – શનિદેવ ની પૂજા કરવાથી ધંધા તથા જીવનની — મુસીબતો દુર થાય છે. હનુમાનજીની પુજા કરવાથી બીમારીમાંથી મુક્તિ મળે છે, દેવું હળવું થાય છે.
