એ-ડિવિઝનની સામે જાહેર રોડ પર બિભત્સ ચેનચાળા કરતી સાત મહિલાઓ ઝડપાઇ

રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 7 જુલાઈ, 2026ના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધનરાજ હોટલની પાછળના ભાગે અને એસ.ટી. બસ સ્ટેન્ડ…

રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 7 જુલાઈ, 2026ના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધનરાજ હોટલની પાછળના ભાગે અને એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક જાહેર રસ્તા પર કેટલીક મહિલાઓ દ્વારા બિભત્સ ચેનચાળા અને અશ્ર્લીલ કૃત્યો કરવામાં આવતા હોવાની ફરિયાદો અવાર-નવાર મળતી હતી. આ ફરિયાદોને આધારે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસ કર્મચારી પ્રિયંકાબા ભીખુભા જાડેજા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી પેટ્રોલીંગ દરમિયાન આ મહિલાઓને જાહેરમાં આવતા-જતા પુરુષોને ખરાબ શબ્દો બોલી અને બિભત્સ ઇશારા કરીને અશ્ર્લીલ કૃત્યો કરવા માટે લલચાવતી સ્થિતિમાં રંગેહાથ ઝડપી લેવામાં આવી હતી.

પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા આ મહિલાઓ દ્વારા જાહેર માર્ગ પર નિર્લજ્જતાપૂર્વક કરવામાં આવતી હરકતો સ્પષ્ટ જણાઈ આવી હતી. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રિયંકાબા જાડેજા દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 296(એ) તથા જી.પી. એક્ટની કલમ 110 અને 117 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાહેર જીવનમાં અસભ્યતા ફેલાવનારા તત્વો સામે પોલીસ દ્વારા લેવામાં આવેલા આ કડક પગલાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ પ્રકરણમાં જાહ્નવીબેન મિલનભાઈ પંચોલી, મુસ્કાન ઇસ્માઇલભાઇ સાંધ, રઝીયાબેન જાવીદભાઇ મિયાણા, હીનાબેન મગનભાઇ ગોહેલ, જનકબેન ત્રિકમભાઈ સોલંકી, નયનાબેન શાંતિલાલ વાઢેર અને ભાવનાબેન અજયભાઇ સેંજરીયા નામની સાત મહિલાઓની અટકાયત કરવામાં આવી છે.હાલમાં આ સમગ્ર કેસની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર મનહરસિંહ જાડેજાને સોંપવામાં આવી છે.પોલીસ દ્વારા આ મહિલાઓની પુછપરછ કરવામાં આવી હતી પરંતુ તેઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *