ખેડાના વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ સભ્યો બીનહરિફ વિજેતા જાહેર થયા છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારીવિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.
વડતાલ ટેમ્પલ બોર્ડની સને 1975થી સ્કીમનો અમલ શરૂૂ કરાયો છે. 50 વર્ષના ઇતિહાસમાં આ વખતે સમગ્ર બોર્ડ બિનહરીફ જાહેર થતા સંપ્રદાયના ઇતિહાસમાં વધુ એક મોરપીંછનો ઉમેરો થયો છે. વડતાલ ટેમ્પલ બોર્ડમાં સંત વિભાગ, બ્રહ્મચારી વિભાગ, પાર્ષદ વિભાગ તથા હરિભક્ત વિભાગના મળી કુલ સાત સભ્યોની ચૂંટણી યોજવામાં આવે છે.સંત વિભાગમાંથી ડો. સંત સ્વામી, બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભભગત (સુરત) તથા ગૃહસ્થ વિભાગમાંથી સંજય શાંતિલાલ પટેલ, તેજસ બીપીનચંન્દ્ર પટેલ (પીપળાવ), અલ્પીત પંકજભાઇ પટેલ (વડોદરા) તથા સંજય હીરાલાલ પટેલ (ગોધરા)ને બીનહરીફ વિજેતા જાહેર કરાયા છે
