સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદથી નદી-નાળા પુલકિત
માળિયાહાટીના, કડી અને માણાવદરમાંં વધુ 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, જામજોધપુરમાં પણ સાત ઇંચથી વધુ પાણી પડ્યું
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી સતત બે દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા અમરેલી જિલ્લાને ધમરોળી નાખ્યા છે. ગઇકાલે ગુરુવારે સવાર સુધીમાં રાજ્યના 107 તાલુકામાં 4 મી. મી.થી માંડી 8 ઇંચ વરસાદ નોંધાયા બાદ આજે સવારે 6 વાગ્યે પુરા જતા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી 12.64 ઇંચ જેવો વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીની લેહર ઉઠી છે.
મેઘરાજાની પ્રથમ ઇનિંગ જ ધમાકેદાર રહેતા સુકાભઠ નદી-નાળા મલકી ઉઠયા છે અને ખાલી જળાશયોમાં નવા નીરની આવક થતા જળસંકટમાં આંશિક રાહત થઇ છે. જયારે અમુક નાના ડેમ છલકાઇ ગયા છે. જયારે દ્વારકાનો દરિયો તોફાની બનતા 10 થી 12 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે. તારીખ 02.07.2026 ના સવારે 06:00 વાગ્યાથી લઈને આજે તારીખ 03.07.2026 ના સવારે 06:00 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 172 તાલુકાઓમાં મુસળધાર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પંથકોમાં આકાશી આફત તૂટી પડતાં જનજીવન પ્રભાવિત થયું છે અને નદી-નાળાઓ પૂરના પાણીથી છલકાયા છે.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના સત્તાવાર ડેટા અનુસાર સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 12.64 ઇંચ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 12.36 ઇંચ ખાબક્યો છે. આ સિવાય કેશોદમાં 10.94 ઇંચ, પાટણ-વેરાવળમાં 10.08 ઇંચ, માળિયા હાટીનામાં 9.13 ઇંચ અને માણાવદરમાં 9.06 ઇંચ વરસાદ વરસતાં ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીમાં પણ 8.86 ઇંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે જામજોધપુરમાં 7.05 ઇંચ, કોડિનારમાં 5.98 ઇંચ અને કુતિયાણામાં 5.79 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત વિસાવદર (4.06 ઇંચ), વલસાડ (3.98 ઇંચ), વંથલી (3.90 ઇંચ), ઓલપાડ (3.78 ઇંચ), ઉપલેટા (3.58 ઇંચ), ઉમરગામ (3.50 ઇંચ), પારડી (3.39 ઇંચ), તલાલા (3.31 ઇંચ) અને કપરાડા (3.23 ઇંચ). 2.00 ઇંચથી 2.95 ઇંચ સુધીનો વરસાદ ખેરગામ, સિનોર અને વિજાપુરમાં 2.95 ઇંચ, ધોરાજીમાં 2.76 ઇંચ, ચીખલી અને ગરબાડામાં 2.68 ઇંચ, કુકાવાવ વાડિયા અને ધરમપુરમાં 2.60 ઇંચ, જૂનાગઢ અને જૂનાગઢ સિટીમાં 2.48 ઇંચ, વાપી અને હંસોટમાં 2.40 ઇંચ તેમજ મેંદરડામાં 2.24 ઇંચ વરસાદ પડ્યો છે.
બાયડ (2.09 ઇંચ), વાલિયા, વીરપુર અને કોઠંબા (2.05 ઇંચ), અંબિકા (1.93 ઇંચ), સાઠંબા (1.89 ઇંચ), માંગરોળ-સુરત (1.85 ઇંચ), ઉમરપાડા (1.81 ઇંચ), લીલીયા અને ફતેપુરા (1.77 ઇંચ), કડાણા (1.69 ઇંચ), ઉના (1.61 ઇંચ) તેમજ જેતપુર (1.57 ઇંચ) અને ઝાલોદ (1.54 ઇંચ).
1.00 ઇંચથી 1.42 ઇંચ સુધીનો વરસાદ લોધિકા, નાનાપોંઢા, વાગરા, લુણાવાડા અને પ્રિંતિજમાં 1.42 ઇંચ, ડોલવણમાં 1.38 ઇંચ, રાણાવાવ અને સુખસરમાં 1.34 ઇંચ, વાલોડ, સોનગઢ અને રાજકોટમાં 1.30 ઇંચ, પલસાણા અને નાંદોદમાં 1.26 ઇંચ, ગઢડા અને કપડવંજમાં 1.22 ઇંચ, ઉમરાળામાં 1.18 ઇંચ, ભેસાણમાં 1.10 ઇંચ, બારડોલી, ઉકાઈ, ડેડિયાપાડા, બોટાદ અને દાંતામાં 1.06 ઇંચ તેમજ મહુવા-સુરત, વાંસદા, વઘઈ અને કામરેજમાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો છે.
