PMJAY યોજનામાંથી ખ્યાતિ અને રાજકોટની નિહિત સહિત સાત હોસ્પિટલ સસ્પેન્ડ

ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલો પર તવાઈ આદરી છે. PMJAY યોજનામાંથી ખ્યાતિ અને રાજકોટની નિહિત સહિત સાત હોસ્પિટલ સસ્પેન્ડ યોજનામાંથી 7 હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. અમદાવાદની…


ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલો પર તવાઈ આદરી છે. PMJAY યોજનામાંથી ખ્યાતિ અને રાજકોટની નિહિત સહિત સાત હોસ્પિટલ સસ્પેન્ડ યોજનામાંથી 7 હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. અમદાવાદની 3, સુરત – વડોદરાની 1 – 1 હોસ્પિટલ સસ્પેન્ડ કરાઇ છે. તો બીજીતરફ રાજકોટની 1, ગીરસોમનાથની 1 હોસ્પિટલ સહિત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાયા છે.


મળતી માહિતી મુજબ, ખ્યાતિકાંડ બાદ હવે રાજ્યની તમામ હોસ્પિટલો પર તવાઇ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે ઙખઉંઅઢ યોજનામાંથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટની 1-1 અને ગીર સોમનાથની હોસ્પિટલ સહિત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોમાં ખાસ કરીને ડો પ્રશાંત વઝીરાણી સહિત 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


જે હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે તેમાં શ્રી જીવનજ્યોત આરોગ્ય સેવાસંઘ, ગીર સોમનાથ, નારીત્વ – ટ્રનિંગ પોઈન્ટ હેલ્થ કેર હોસ્પિટલ, શિવ હોસ્પિટલ, અમદાવાદ,નીહિત બેબીકેર ચિલ્ડ઼્રન હોસ્પિટલ, રાજકોટ, ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદ, સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ, સુરત અને સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ, વડોદરાનો સમાવેશ થાય છે.


ખ્યાતિકાંડમાં ચોકાવનારો ખુલાસો થયો છે કે, સાણંદ, ગાંધીનગર અને મહેસાણા જીલ્લો ખ્યાતિ હોસ્પિટલના ટાર્ગેટ પર રહ્યા હતાં. આ જ વિસ્તારમાં મફત મેડિકલ કેમ્પ યોજીને દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતાં હતાં. એટલુ જ નહીં, દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ નાંખીને પીએમજેવાયએ યોજના હેઠળ નાણાં મેળવી લેવાતા હતા. ચોંકાવનારી વાત તો એછેકે, દર્દીઓને સ્ટેન્ટ નાખનાર ડો.પ્રશાંત વજીરામી તો માત્ર પ્યાદુ રહ્યું છે પણ અસલી વિલન તો હોસ્પિટલના સંચાલક છે. જે ડોક્ટરોને ટાર્ગેટ આપીને નિર્ધારિત સમયમાં હાર્ટ સર્જરી કરવા દબાણ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *