ગાંધીનગરમાં ફિલોટેલિક સ્ટેમ્પ પ્રદર્શન ખુલ્લું મૂકતા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. 18 નવેમ્બરે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ 8.30 વાાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલના…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. 18 નવેમ્બરે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ 8.30 વાાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.


આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જિલ્લા સ્તરનું ફિલાવિસ્ટા-2024 ઉદ્ઘાટન કર્યું હતું દાંડી ફિલાવિસ્ટા-2024 પ્રદર્શની કુંટિર મહાત્મા મંદિર ખાતે યોજાઈ હતી. જેનું સવારે સાડા 11 વાગ્યે અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા છે. આ પ્રદર્શનમાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સનો રસપ્રદ જાણકારી લોકોને મળી રહેશે. આ પ્રદર્શન બે દિવસ, 19 અને 20 નવેમ્બર 2024ના રોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી સામાન્ય જનતાના માટે ખુલ્લું રહેશે. ફિલેટેલી પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ સાથે પોતાના કલેકશનનો વિસ્તૃત કરવાની અનોખી તક સમાન હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *