ઉપલેટા તાલુકાના ડુમિયાણી પાસે આવેલ ટોલનાકાના સંચાલકો ઉપર ગુંડાગીર્રી- ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

    ઉપલેટા થી અંદાજે ત્રણ કિ.મી દૂર ડુમિયાણી ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ પ્લાઝા બનાવવામાં આવેલ છે આ ટોલ પ્લાઝા જ્યારથી અમલમાં…

 

 

ઉપલેટા થી અંદાજે ત્રણ કિ.મી દૂર ડુમિયાણી ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલ પ્લાઝા બનાવવામાં આવેલ છે આ ટોલ પ્લાઝા જ્યારથી અમલમાં આવ્યું છે ત્યારથી કોઈની કોઈ રીતે મારામારી તેમજ અન્ય બાબતોને લઈને ચર્ચામાં રહ્યું છે.

આવી જ એક ઘટના અંગે ઉપલેટા વિનાયક ટ્રાવેલ્સ ના માલિક પ્રફુલભાઈ ચંદ્રવાડીયા એ એક અખબારી નિવેદન દ્વારા તંત્રને જાણ કરેલ છે કે ઉપલેટા ના ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે આ અંગે 300 થી 400 ટ્રકો પોરબંદર રાણાવાવ કુતિયાણા તેમજ ઉપલેટા ના લોડેડ વાહનો 0 ટોલમાં રેકર્ડ ઉપર લીધા વગર ત્યાંથી પસાર કરવામાં આવે છે અને પાછળથી મોટો ભ્રષ્ટાચાર કરી આવા વાહન ચાલકોના માલિકો પાસેથી મહિને અઢીથી ત્રણ લાખ રૂૂપિયાનો ભ્રષ્ટાચારવા થાય છે તેવું તેમની ઝીણવટ ભરી તપાસમાં બહાર આવેલ છે.

તેથી રોસે ભરાયેલ વિનાયક ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા ગત તારીખના રોજ ઉપલેટાના દુનિયાની ટોલ પ્લાઝા ઉપર હલ્લાબોલ કરી ભ્રષ્ટાચાર અંગેના સવાલો પૂછતા ટોલ પ્લાઝા ના મેનેજર તેમજ સંચાલક મયુર સોલંકી આ અંગે ચુપકીદી શેરી લીધી હતી બાદમાં ટ્રાવેલ સંચાલકો દ્વારા પોતાના પ્રાઇવેટ વાહનો પણ ઝીરો ટોલમાં ત્યાંથી પસાર થાય તેવી માગણી કરેલ હતી.

અન્ય અવારનવાર આવું થવાથી ટોલ પ્લાઝા અને સંચાલકોનું અસ્તિત્વ જોખમાતું હોવાથી ત્યાંથી પસાર થતાં નાના વાહનચાલકો અને સામાન્ય માણસો સાથે ગુંડા ગીરદી તેમજ મારામારીના અસંખ્ય બનાવો બનતા રહે છે
જે ટોલનાકાના અસ્તિત્વને હાઈ ટાઈડ બતાવી તેમના સંચાલકો દ્વારા ઉપરોક્ત રીતે મોટો ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો લાગ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત ભરમાં ટોલનાકાઓ ચાલે છે પરંતુ દુનિયાની ટોલ પ્લાઝા જ્યારથી અમલમાં આવ્યું ત્યારથી કોઈની કોઈક રીતે ચર્ચાનો વિષય અને મીડિયા ઉપર સતત છવાયેલું રહે છે આમનું શું કારણ હોઈ શકે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *