દીકરીનો જન્મ થયો તો સાસુ-સસરાને ન ગમ્યું : લંડનમાં અભ્યાસ કરતી પરિણીતાની ફરિયાદ પરથી પોલીસમેન સસરા સહિતનાઓ સામે ગુનો નોંધાયો
રેલનગરમાં શ્રીનાથજી પાર્ક-3માં રહેતા અને હાલ લંડનમાં એમ.બી.એ.નો અભ્યાસ કરતા હેમાલીબેન (ઉ.વ.29)એ પતિ-હાર્દિક ગૂઢવી, પોલીસમેન સસરા કનુભાઈ, સાસુ-હિનાબેન, દિયર-આશીપ અને પોલીસમેન કાકાજી સસરા-હિતેષભાઈ (રહે. બધા અમદાવાદ) વિરૂૂધ્ધ ગાળો દઈ મારી નાખવાની ધમકી આપી ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સસરા બાપ વગરની દિકરી સાથે લગ્ન ના કરાઈ, પૈસે ટકે સુખી હોય એવા બાપની દિકરી સાથે લગ્ન કરાય,જેથી કરિયાવર સારો લઈ આવે,તેમ કહેતા હતા.તે મુંદ્રા જતા પતિના ફોનમાં અન્ય યુવતી સાથેની ચેટ જોઈ હતી.જે બાબતે પતિને પૂછતા હાથચાલાકી કરી તું આ બાબતે કોઈને કહીશ તો હું તને પિયર મોકલી દઈશ તેમ કહી દીધું હતું. દિકરીનો જન્મ થતાં સાસુ-સસરાને ગમ્યુ ન હતું. તેને પતિના અન્ય યુવતી સાથે આડા સંબંધની ખબર પડતાં પતિએ ઝઘડો કરી ગાળો આપી હતી.
બીજી તરફ તે પુત્રી સાથે દિવાળી વેકેશન કરવા ગયા બાદ કોઈ તેડવા આવ્યુ ન હતું. થોડા દિવસ બાદ સાસુ-સસરા આવી તેના પતિના બીજી યુવતી સાથે આડા સંબંધ છે તેવા પુરાવા આપશો તો તેડી જઈશું તેમ કહેતા તેની પાસે પુરાવા મળતા સાસરિયાઓને બતાવ્યા હતા. તેને પ્રા. નોકરી કરી પુરૂૂ કરવાનું કહેવાતા તે નોકરી કરવા લાગી હતી. તારી દિકરીને મારી નાખીશું તો કોઈને ખબર નહીં પડે, મારા મારૂૂ કાંઈ નહીં કરી શકો તેમ કહેતો હતો. પપ્પા અને કાકા પોલીસમાં છે જેથી તમે ત્રાસના કારણે તે 2023માં પિયર આવી ગયા હતા. 2024માં પુત્રીના જન્મદિવસે પતિ આવતાં તેણે છુટાછેડા આપી દેવા અને મૈત્રી કરાર કરી રહેશે તેમ કહ્યું હતું. તેણે ઉચ્ચ અભ્યાસ માટે પરિક્ષાની તૈયારી શરૂૂ કરતા પ્રથમ પ્રયાસે સારા માર્ક મેળવી લંડનની યુનિવર્સિટીમાં એડમીશન મેળવી લીધું હતું. પતિ છુટાછેડા નહીં આપે ત્યાં સુધી હું દિકરીના પાસપોર્ટમાં સહી નહી કરી આપું, અને તને ખોટા કેસોમાં ફસાવી ડિપોર્ટ કરાવીશ તેમ કહ્યું હતું. પરંતુ તે લંડન અભ્યાસ માટે જતી રહી હતી.
