શાસ્ત્રી મેદાનમાંથી દબાણો હટાવી ત્રણેય ગેટ પર સુરક્ષા કર્મી મુકાશે

રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં આજે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરીને તેના તાત્કાલિક…

રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં આજે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરીને તેના તાત્કાલિક નિકાલની સૂચના આપવામાં આવી હતી.

આ સાથે હાલ ચાલી રહેલા કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયાના હરિપર ખારી રોડ પરના પુલના પ્રશ્ન બાબતે જણાવાયું હતું કે, આ પુલ માટે નવી દરખાસ્ત કરી દેવામાં આવી છે.

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તરફથી શાપર વેરાવળમાં બની રહેલા પી.એચ.સી. બાબતનો પ્રશ્ન રજુ થયો હતો. જેમાં જણાવાયું હતું કે, આ પી.એચ.સી.ના મુખ્ય બિલ્ડિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તેને ટૂંક સમયમાં જ કાર્યાન્વિત કરવા સૂચના આપવામાં આવી હતી. શાપર વેરાવળમાં ભરાતી બુધવારીમાં સ્વચ્છતા જાળવવા માટે ફેરિયાઓને સમજૂત કરવા અને જરૂૂર પડ્યે દંડનીય કાર્યવાહી કરવા પણ સબંધિત વિભાગને સૂચના કરવામાં આવી હતી.

શાસ્ત્રી મેદાનના પ્રશ્ન બાબતે જણાવાયું હતું કે, મેદાનની અંદર થયેલું દબાણ દૂર કરી દેવામાં આવ્યું છે.
મેદાનમાં ત્રણેય ગેટ પર સુરક્ષા કર્મી મૂકવામાં આવશે તેમજ ગેટને નુકસાન પહોંચાડનાર કે મેદાનમાં કોઈ પણ વસ્તુ ઠાલવનાર વાહન જપ્ત કરીને કડક, દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
ધારાસભ્ય દર્શિતાબહેન શાહ તરફથી વોર્ડ 11માં પ્લોટની માલિકી તેમજ અનાજ એ.ટી.એમ. માટે જગ્યા ફાળવણી અંગેના પ્રશ્ન રજૂ થયા હતા.

જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા પડતર તમામ પ્રશ્નોનો તત્કાલ ઉકેલવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મતી પ્રવિણાબેન રંગાણી, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ ગ્રામ્ય પોલીસવડા વિજયસિંહ ગુર્જર, આસિસ્ટન્ટ કલેક્ટર સુ મહેક જૈન, નાયબ પોલીસ કમિશનર રાકેશ દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મૂછાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *