સેક્રેટરી રૂપારેલિયાની ઇ.ચા.સહાયક કમિશનર તરીકે નિમણૂક

રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વિભાગય અધિકારીઓની બદલીઓ થઇ રહી છે. પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત મનપાના સેક્રેટરીને પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે. ગત સ્ટેન્ડિંગમાં મનપાના…

રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વિભાગય અધિકારીઓની બદલીઓ થઇ રહી છે. પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત મનપાના સેક્રેટરીને પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે. ગત સ્ટેન્ડિંગમાં મનપાના સેક્રેટરી એચ.પી.રૂપારેલીયાને પદ ઉપરથી હટાવી કમિશનર વિભાગમાં નિમણુક કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેનો ઓર્ડર આજ રોજ કરવામાં આવ્યો છે. અને હવે સેક્રેટરી એચ.પી.રૂપારયેલીયાને ઇસ્ટઝોનમાં ઇ.ચા.સહાયક કમિશનર તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.

મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સેક્રેટરી ડો.એચ.પી. રૂૂપારલાઓન મ્યુનિ તાબા હેઠળની શાખામાં કામગીરી ફાળવવા અંગે આસિસ્ટન્ટ સેક્રેટરીનો પત્ર નં.289 તા.21/08/2025 લક્ષમાં લેવામાં આવે છે. આ સંબંધમાં રિપોર્ટ કરતા આસિસ્ટન્ટ સેક્રેટરી જણાવે છે કે, હુકમ રા.મ્યુ.કો./એસ્ટા વશી/જા.નં.437તા.15/07/1996થી ડો.એચ.પી.રૂૂપારેલીઆને રાજકોટ મહાનગરપાલિકાર્મા આસીસ્ટન્ટ મેનેજર તરીકે પ્રથમ નિમણૂક આપવામાં આવેલ. બાદમાં, જ.બો.ઠ.નં.48 તા.19/10/2013 અને હુકમ રા.મ.ન.પા./મહેકમ/289 તા.04/06/2014થી રાજકોટ મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ સેક્રેટરીની જગ્યા પર ડો.એચ.પી. રૂૂપારેલીઆની પસંદગી થતા, તેમને રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાની સેક્રેટરી વિભાગમાં મ્યુનિસિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડો.એચ.પી.રૂૂપારેલીઆને જાહેર સેવાના હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર મ્યુનિસિપલ કમિશનરના તાબા હેઠળની શાખામાં કામગીરી ફાળવવા નિર્ણય કરવામા આવેલ હોઇ, તેમજ મ્યુનિસિપલ સેક્રેટરીની જગ્યા ધી જી.પી.એમ.સી. એક્ટ-1949 હેઠળ સ્ટેચ્યુટરી પોસ્ટ હોઈ, રાજકોટ મહાનગરપાલિકાની મ્યુનિસિપલ સેક્રેટરીની ખાલી થનાર જગ્યાનો ચાર્જ નિયત સત્તા તથા મળવાપાત્ર ચાર્જ એલાઉન્સ સહ સુપ્રત કરવા અંગે જરૂૂરી ઠરાવ અર્થે, આસિસ્ટન્ટ સેક્રેટરીએ તા.22/08/2025ના રોજ મળનાર સ્થાયી સમિતિ મારફત સામાન્ય સભા સમક્ષ અરજન્ટ બિઝનેશ તરીકે દરખાસ્ત રજુ કરેલ છે.

આસિસ્ટન્ટ સેક્રેટરીનો ઉપરોક્ત રિપોર્ટ લક્ષમાં લેતા, રાજકોટ મહાનગરપાલિકાની સેક્રેટરી વિભાગમાં મ્યુનિસિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડો.એચ.પી.રૂૂપારેલીઆને જાહેર સેવાના હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર મ્યુનિસિપલ કમિશનરના તાબા હેઠળની શાખામાં મ્યુનિસિપલ સેક્રેટરીના સમાન પગાર ધોરણવારી જગ્યા પર કામગીરી ફાળવવા નિર્ણય કરવામાં આવેલ હોઇ, તેમજ મ્યુનિસિપલ સેક્રેટરીની જગ્યા ધી જી.પી.એમ.સી. એક્ટ-1949 હેઠળ સ્ટેચ્યુટરી પોસ્ટ હોઈ, રાજકોટ મહાનગરપાલિકાની મ્યુનિસિપલ સેક્રેટરીની ખાલી થનાર જગ્યાનો ચાર્જ નિયત સત્તા તથા મળવાપાત્ર ચાર્જ એલાઉન્સ સહ ડી.એન.જેસડીયા(ડેપ્યુટી સેક્રેટરી,(મૂળ શાખા-મહેકમ))ને સુપ્રત કરવા તેમજ તેઓ હસ્તકની અન્ય કામગીરી માટે જ્યાં સુધી અન્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી, મ્યુનિસિપલ સેક્રેટરી તરીકેની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી તરીકે કરવાનું સામાન્ય સભાની બહાલીની અપેક્ષાએ મંજુર કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *