એજન્સી દર મહિને પગારમાંથી મોટી રકમ કાપી પરત ન કરતી હોવાની યુનિયનની ડે.કમિશનરને રજૂઆત
મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પદ્ધતીથી ફરજ બજાવતા સફાઇ કામદારોના પગાર માંથી પીએફ અને ઇ.એસ.આઇના નામે મોટી રકમ કાપી લેવામાં આવે છે. એજન્સી દ્વારા છેલ્લા 7 વર્ષથી આ રકમ કાપ્યા બાદ તેનો હિસાબ આજ સુધી આપ્યો નથી. તેવી જ રીતે બોનસ પણ ચૂકવતા ન હોય સફાઇ કામદારોને મામુલી પગારમાં નોકરી કરવાની ફરજ પડતી હોય પગારમાંથી કાપેલા લાખો રૂપિયાનું કૌભાંડ એજન્સીએ આચાર્યુ હોવાના આક્ષેપ સાથે સફાઇ કામદાર યુનિયન દ્વારા આજે સેન્ટ્રલઝોન કચેરી ખાતે ડે.કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
સફાકામદાર યુનિયને આજે આવેદન પાઠવી રજૂઆતમાં જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા હેઠળ કોન્ટ્રાકટના સફાઈ કામદારો રોજગાર આપવામાં આવેલી જી.ડી. અજમેરા, આઉટસોર્સ એજન્સી ધ્વારા કામદારોને કાયદેસર મળવાપાત્ર લઘુતમ વેતન, પ્રોવીડન્ટ ફંડ (પી.એફ.), એમ્પ્લોયી સ્ટેટ ઈન્સ્યોરન્સ (ઈ.એસ.આઈ.) તથા બોનસ મળતી સુવિધાઓમાં મોટા પાયે ગેરનીતી, છેતરપીંડી અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ખાસ નોંધનીય છે કે, જી.ડી.અજમેરા આઉટસોર્સ એજન્સી ધ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં જયારથી કોન્ટ્રાકટ પ્રથા શરૂૂ થઈ ત્યારથી લઈ વર્તમાન સમય સુધી કામદારોને રોકડ રૂૂપિયા પગાર ચુકવવામાં આવ્યો છે જેની સફાઈ કામદારોની મોટી ડીફરન્સની રકમએજન્સી પાસે જમા બોલે છે અને કામદારોને જયારથી જી.ડી.અજમેરાનો આઉટસોર્સ એજન્સી ધ્વારા સફાઈમાં કોન્ટ્રાકટ ચાલુ થયો છે.
ત્યારથી લઈ વર્તમાન સમય સુધી પી.એફ., ઈ.એસ.આઈ.સી., બોનસ જેવી સુવિધાઓ આપવામાં આવી નથી. આ તમામ રકમ જી.ડી.અજમેરા આઉટસોર્સ એજન્સી ધ્વારા ગેરકાયદેસર રીતે હડપ કરી લેવામાં આવી છે. હાલ એજન્સીનો કોન્ટ્રાકટ પુરો થઈ રહયો હોવાથી અમોને શંકા છે કે કદાચ કામદારોના ભથ્થાના લેણા નીકળતા પૈસા તેઓને ન મળે તેવી અમોને દહેશત છે. તેથી આ બાબતે ગંભીર નોંધ લઈ તાત્કાલિક પગલા લેવા ખુબ જ જરૂૂરી છે.
