કારમી હાર બાદ કાંગારુઓ વિશેષ યોજનામાં વ્યસ્ત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ 5 મેચ ટેસ્ટ સિરીઝની બીજી મેચ માટે ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટરે ઓસ્ટ્રેલિયા ટીમની પુષ્ટિ કરી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવામાં આવી રહી છે, બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમવામાં આવશે. આ મેચ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટર અને કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે પુષ્ટિ કરી છે કે ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટ માટે બદલાવ સાથે મેદાનમાં ઉતરશે. મેચમાં હજી 10 દિવસનો સમય બાકી છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા બીજી મેચ માટે વિશેષ યોજના તૈયાર કરી શકે છે અને મેદાનમાં ઉતરી શકે છે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં બીજી મેચ માટે મોટો ફેરફાર થઇ શકે છે. કેમકે મિશેલ માર્શની ફિટનેશ પર થોડો સંદેહ છે? આ સિવાય એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે કહ્યું કે ટીમ આવતા સોમવારે એડિલેડમાં ભેગા થશે અને બીજી મેચ માટે પ્રેક્ટિસ કરશે. માર્શે પર્થમાં ઓસ્ટ્રેલિયા માટે 17 ઓવર બોલિગ કરી હતી, જે છેલ્લા ત્રણ વર્ષમાં માર્શ દ્વારા ટેસ્ટમાં સૌથી વધુ બોલિંગ છે.
