ફાયર-સેફ્ટી NOC (ના-વાંધા પ્રમાણપત્ર) સંબંધિત લાંચના કેસમાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ થયાના થોડા અઠવાડિયા બાદ, બુધવારે ગુજરાત એન્ટી-કરપ્શન બ્યુરો (ACB) એ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશકુમાર પટેલને ફાયર સેફ્ટી રિન્યુઅલ NOC આપવા બદલ 20,000 રૂૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા હતા.
કોર્પોરેશનની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર (ક્લાસ-1) તરીકે ફરજ બજાવતા સબ-ફાયર ઓફિસર રાજેશકુમાર પટેલ (ઉંમર 55 વર્ષ) ગાંધીનગરમાં વિભાગની સેક્ટર-17 સ્થિત ઓફિસમાં આવેલી તેમની ચેમ્બરમાં લાંચ લેતા ઝડપાયા હોવાનું કહેવાય છે.
ACBના જણાવ્યા અનુસાર, પટેલે ફાયર NOC આપવા માટે એક નાગરિક પાસેથી 20,000 રૂૂપિયાની માંગણી કરી હતી. નાગરિકે લાંચ આપવાનો ઇનકાર કર્યો અને ACBનો સંપર્ક કર્યો, ત્યારબાદ ACB એ છટકું ગોઠવ્યું હતું. ભરૂૂચ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ. જે. શિંદે અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન પટેલને પૈસા સ્વીકારતા ઝડપી લેવામાં આવ્યા હતા.