15 જુલાઇના સુનાવણી, સાત હજારમાંથી માત્ર 2500 બેઠક જ પ્રથમ રાઉન્ડમાં ભરાઇ હતી
દેશની જુદી જુદી મેડિકલ કોલેજોમાં સુપર સ્પેશિયાલિટીની 4500થી વધારે ખાલી બેઠકો માટે 8મી જૂનના રોજ બીજો રાઉન્ડ સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આગામી 15મી જુલાઇએ કોર્ટમાં વધુ સુનાવણી હોવાથી ત્યાંસુધી બીજા રાઉન્ડ માટે કોઇ કાર્યવાહી ન થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.
સુપર સ્પેશિયાલિટી મેડડિલની બેઠકો માટે પહેલો રાઉન્ડ પૂરો કર્યા બાદ મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડી હતી. કુલ 7 હજાર પૈકી પહેલા રાઉન્ડમાં 2500 બેઠક ભરાતા અંદાજે 4500 બેઠકો ખાલી રહી હતી. એપ્રિલ માસમાં પ્રવેશ પ્રક્રિયાના બન્ને રાઉન્ડ પૂરા કરવાનો નિર્ણય કર્યા પછી જૂનમાં પણ બીજો રાઉન્ડ શરૂૂ ન કરતાં ફેડરેશન ઓફ જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા પણ કેન્દ્ર સરકાર સમક્ષ તાકીદે પ્રવેશ પ્રક્રિયા શરૂૂ કરવા માંગણી કરવામાં આવી હતી.
તામિલનાડુની બેઠકો ખાલી પડતા આ બેઠકો કેન્દ્ર સરકારે પરત માગી હતી જેની સામે સ્થાનિક સરકાર દ્વારા રિટ કરવામાં આવી હતી. મેડિકલના તજજ્ઞો કહે છે કે, બેઠકો ખાલી પડી તેની સામે સરકારે એવી રજૂઆત કરી હતી કે, મેડિકલ ઓફિસર, ડોક્ટરો પ્રેક્ટિસ કરતાં હોવાથી તૈયારી કરી શક્યા નહોવાથી ટકાવારી રિડ્યૂસ કરવામાં આવે, કોર્ટ દ્વારા તામિલનાડુની દલીલનો સ્વીકાર કરીને પર્સન્ટાઇલ રિડ્યૂસ કરવા નિર્દેશ કર્યો હતો. આ કેસમાં હવે વધુ સુનાવણી આગામી 15મી જુલાઇના રોજ કરવામાં આવશે. આમ, હાલના તબક્કે આ મુદત પૂરી થાય ત્યાં સુધી સુપર સ્પેશિયાલિટી મેડિકલનો બીજો રાઉન્ડ શરૂૂ જ થઇ શકે તેમ નથી. આમ, હાલ તો 4500થી વધુ બેઠકો ખાલી પડી છે અને આ બેઠકો પર પ્રવેશ ઇચ્છતાં ઉમેદવારો પ્રક્રિયા વહેલીતકે શરૂૂ થાય તેની રાહ જોઇ રહ્યા છે.
