ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ નવરાત્રીના તહેવારો પુરા થયા છતાં હજૂ સુધી ગુલાબી ઠંડીનુ આગમન થયુ નથી અને શિયાળો બાયપાસ થઇ ગયો હોય અને ફરી ઉનાળો બેઠો હોય તેમ રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 38થી 40 ડિગ્રીને ક્રોસ કરી જતાં લોકો તોબા પોકારી ઉઠયા છે. બીજી તરફ હવામાન વિભાગે હજૂ પણ આકરી ગરમી પડવાનું અનુમાન વ્યકત કર્યુ છે. ચાલુ વર્ષના ઓકટોબર માસમાં ગરમીએ છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે અને ગઇકાલે રાજકોટ 40.6 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર બન્યુ હતું.
ગુજરાતમાં ઓક્ટોબરના અંત સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. હવામાનની આગાહી અનુસાર, આગામી સાત દિવસ રાજ્યમાં તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહી શકે છે. અમદાવાદમાં પણ ગરમીનો પારો 38 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે, જ્યારે રાજકોટમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. બીજી તરફ, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
એક તરફ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી છે, તો બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ, બનાસકાંઠા, સાબરકાંઠા અને નર્મદા જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે તાપી, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા છે. જોકે, વરસાદને કારણે રાજ્યભરમાં ગરમીથી મોટી રાહત મળે તેવી શક્યતા અંગે હાલ સ્પષ્ટતા નથી.
હવામાન સંબંધિત અહેવાલોમાં અલ નીનોની મજબૂત સ્થિતિને કારણે તાપમાન પર અસર થવાની ચર્ચા થઈ રહી છે. આપેલી માહિતી મુજબ, ઓક્ટોબરમાં ગરમીએ 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલની આગાહી મુજબ, ઓક્ટોબરના અંત સુધી ગરમીથી ખાસ રાહત મળવાની શક્યતા ઓછી છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અહેસાસ શરૂૂ થઈ શકે છે.
9 જિલ્લામાં પારો 39 ડિગ્રી ઉપર
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 9 જિલ્લામાં તાપમાન 38 ડિગ્રીસે. ઉપર નોેંધાયુ હતું. રાજકોટમાં સૌથી વધુ 40.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ભૂજમાં 39.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી, ડીસામાં 38.7 ડિગ્રી અને પોરબંદરમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ઠંડા હવામાન માટે જાણીતા નલિયામાં પણ તાપમાન 38.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 37 ડિગ્રીની આસપાસ રહ્યો છે. અમદાવાદમાં પણ તાપમાન 38 ડિગ્રીની આસપાસ નોંધાતાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
