ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગરના ઉપક્રમે શાળા સલામતી સપ્તાહની ઉજવણી શરુ કરવામા આવી છે. જેમા કુદરતી તથા માનવ સર્જિત આપત્તિઓ, જોખમો અને બચાવ પ્રયુક્તી અંન્વયે વિધાર્થીઓમા યોગ્ય સમજ કેળવાય તે અંગે જરુરી માર્ગદર્શન આપવામા આવે છે. આ કાર્યક્રમમા ફાયર વિભાગમાથી શાળાના વિધાર્થીઓ તથા શિક્ષકોને ફાયરની તાલીમ તથા ડેમોસ્ટ્રેશન આપવામા આવે છે તથા ઇંન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાથી પ્રાથમિક સારવાર, સી.પી.આર. વિશે માહિતી અને તાલીમ આપવામા આવે છે. આગાખાન એજન્સી ફોર હેબિટ્સ ઇંન્ડિયા દ્વારા ધરતીકંપ, વાવાઝોડુ, પુર, ત્સુનામી જેવી આપત્તિઓ સમયે કઇ-કઇ બાબતોની કાળજી રાખવી તે બાબતે તાલિમ તથા પ્રેક્ટિકલ ડેમો આપવામા આવે છે. આ કાર્યક્રમનો તા.27-1-2026ના રોજથી રાજકોટ મહાપાલિકા હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમા શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામા આવેલ છે.
આ ઉજવણી તા.31-1-25 સુધી ચાલુ રહેશે જેમા દરરોજ પાંચ શાળાઓમા શાળાના બાળકો અને શિક્ષકોને અલગ-અલગ ફાયર, પ્રાથમિક સારવાર અને ડિઝાસ્ટર વિશે તાલીમ આપવામા આવશે. તદુઉપરાંત શાળા સલામતી સપ્તાહ ઉજવણી કાર્યક્રમમા વિવિધ તાલિમો પૈકી ફાયર એન્ડ ઇમર્જંન્સી વિભાગ દ્વારા શાળામા લગાવવામા આવેલ ફાયર સીસ્ટ્મ અને ફાયર સેફ્ટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શુ કરવુ અને શુ ન કરવુ જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની સીસ્ટ્મ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીગ્યુશરનો ઉપયોગ કેવી રીતે કરવો, પોતાનો તથા અન્યનો બચાવ કઇ રીતે કરવો તેની માહિતી આપવામા આવે છે. રેડ ક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન તથા ડેમો દ્વારા સમજ આપવામા આવે છે.
