શાળા પ્રવેશોત્સવ: PM મોદીએ આપેલો વારસો બન્યો ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’

ઇતિહાસની સૌથી મોટી વિશેષતા એ છે કે એ મોટાભાગે એવી ક્ષણોમાં રચાતો હોય છે, જ્યારે કોઈની નજરમાં તે ક્ષણ અસામાન્ય કે વિશેષ નથી હોતી. એક…

ઇતિહાસની સૌથી મોટી વિશેષતા એ છે કે એ મોટાભાગે એવી ક્ષણોમાં રચાતો હોય છે, જ્યારે કોઈની નજરમાં તે ક્ષણ અસામાન્ય કે વિશેષ નથી હોતી. એક બાળકનો પ્રથમ વખત શાળામાં પ્રવેશ થવો એ પણ આમ તો એક સામાન્ય ઘટના જ લાગે છે. પણ જે નજરો આ સામાન્ય લાગતી બાબતમાં ઊંડાણ જુએ છે, તે જાણે છે કે એ એક નાનકડા પગલામાં કેટલીય પેઢીઓનું ભવિષ્ય સમાયેલું હોય છે. શાળામાં પ્રવેશી રહેલા બાળક માટે એ શાળાનું દ્વાર જ નથી ખૂલતું, પરંતુ તેની સાથે તેના પરિવાર માટેની સંભાવનાઓ પણ ખૂલે છે, સમાજની આશાઓને નવી પાંખો મળે છે અને આવનારા કાલની અસંખ્ય શક્યતાઓ પણ તે ક્ષણે જન્મ લેતી હોય છે. આ જ કારણ છે કે, જ્યારે આપણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિથી શરૂૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી રથયાત્રાની 23 વર્ષોની ગૌરવશાળી યાત્રા પર નજર કરીએ છીએ, ત્યારે તે ફક્ત કોઈ સરકારી અભિયાનની સાફલ્યગાથા જ નથી લાગતી, પરંતુ તે એક એવા સામાજિક પરિવર્તનની ગાથા લાગે છે, જેણે ગુજરાતની અનેક પેઢીઓને જીવનની નવી દિશા પ્રદાન કરી છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વર્ષ 2003માં આ અભિયાનનો પાયો નાખ્યો હતો, ત્યારે રાજ્ય અનેક સામાજિક અને વિકાસલક્ષી પડકારોનો સામનો કરી રહ્યું હતું. શિક્ષણનું ક્ષેત્ર પણ એ પડકારોમાંનું એક હતું. વર્ષ 2001-02માં શાળા છોડીને જનારા બાળકોનો દર 37 ટકાથી પણ વધુ હતો, એટલે કે લગભગ દરેક ત્રીજું બાળક શિક્ષણના મુખ્ય પ્રવાહમાંથી બહાર થઈ જતું હતું. રાજ્યના અનેક પરિવારોમાં હજુ પણ શિક્ષણના મહત્વ અંગે પૂરતી જાગૃતિનો અભાવ હતો, જ્યારે સામાજિક અને આર્થિક મર્યાદાઓના કારણે દીકરીઓના શિક્ષણને વિશેષ પડકારોનો સામનો કરવો પડતો હતો.

એવા સમયે નરેન્દ્રભાઈ મોદીએ એક એવો વિચાર રજૂ કર્યો, જે સાંભળવામાં ભલે સરળ લાગતો હોય, પરંતુ તેનાં પરિણામો આગળ જતાં અત્યંત ક્રાંતિકારી સાબિત થયાં. શિક્ષણ માત્ર સરકારનો વિષય નહીં, પરંતુ સમગ્ર સમાજનો સંકલ્પ બનવો જોઈએ, આ વિચાર નરેન્દ્રભાઈ મોદીનો વિચાર હતો, અને આ જ વિચારે આ અભિયાનને માત્ર એક વહીવટી કાર્યક્રમ સુધી સીમિત ન રાખતાં, જનઆંદોલનનું સ્વરૂૂપ આપ્યું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ રહી કે તેણે શાસન અને સમાજ વચ્ચેનું અંતર દૂર કરી દીધું. મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ સુધી, ધારાસભ્યોથી લઈને ઈંઅજ, ઈંઙજ અને ઈંઋજ અધિકારીઓ સુધી, સૌ કોઈ ગામે-ગામ પહોંચ્યાં, પરિવારોને મળ્યાં અને બાળકોનો હાથ પકડીને તેમને શાળાના દ્વાર સુધી લઈ ગયાં. છેલ્લાં 23 વર્ષોથી આ પરંપરા અવિરત ચાલુ રહી છે.

કોઈ વ્યક્તિએ રજૂ કરેલા વિચારની સાચી શક્તિ તેના શબ્દોમાં નહીં પરંતુ, તે વિચારને અમલી બનાવ્યા પછી તેનાં પરિણામોમાં જોવા મળે છે. છેલ્લાં 23 વર્ષોમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી રથયાત્રાના વિચારે પણ પોતાની સાર્થકતા આ જ કસોટી પર સાબિત કરી છે. આ પહેલની સૌથી મોટી ઉપલબ્ધિ ફક્ત શાળાઓ સુધી બાળકોની પહોંચમાં થયેલો વધારો જ નથી, પરંતુ શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી રથયાત્રાના માધ્યમથી શિક્ષણ દ્વારા લાખો જીવનમાં આવેલું સકારાત્મક પરિવર્તન તેની સૌથી મોટી સિદ્ધિ છે. વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જે બાળકોએ પ્રથમ વખત શાળામાં પગ મૂક્યો હતો, તેમાંથી આજે કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર, કોઈ શિક્ષક, તો કોઈ સફળ ઉદ્યોગ-સાહસિક છે; પરંતુ, આ તમામની એક સમાન ઓળખ એ છે કે નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી વિચારસરણી અને શાળા-પ્રવેશોત્સવ તથા ક્ધયા કેળવણી રથયાત્રા જેવા પ્રયાસોએ તેમને શિક્ષણના માધ્યમથી પોતાનાં સપનાંઓને સાકાર કરવાની તક પ્રદાન કરી છે.

કોઈ પણ સમાજમાં કાયમી પરિવર્તન ત્યારે આવે છે, જ્યારે તે સમાજની દીકરીઓ પ્રગતિ કરે છે. મોદીજી તેમના નેતૃત્વના પ્રારંભિક તબક્કામાં જ સમજી ગયા હતા કે ગુજરાતના ભવિષ્યને જો સશક્ત બનાવવું હશે તો દીકરીઓના શિક્ષણને જનઆંદોલનનું સ્વરૂૂપ આપવું જ પડશે. આ વિચાર સાથે ક્ધયા કેળવણી રથયાત્રાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો એક અભિન્ન ભાગ બનાવવામાં આવ્યો. છેલ્લા બે દાયકાઓમાં ગુજરાતમાં દીકરીઓના શિક્ષણ પ્રત્યે સમાજના દૃષ્ટિકોણમાં જે પરિવર્તન આવ્યું છે, તે માત્ર સરકારી પ્રયાસોનું પરિણામ નથી, પરંતુ એક સામૂહિક જાગૃતિ અને ચેતનાનું પરિણામ છે. આજે માતા-પિતા પોતાની દીકરીઓને શાળામાં મોકલવા સુધી જ સીમિત નથી રહેતાં, પરંતુ તેમને ઉચ્ચ શિક્ષણની નવી ઊંચાઈઓ સર કરતી અને પોતાનાં સપનાંઓને સાકાર કરતી જોવા પણ આતુર રહે છે.

કોઈ પણ અભિયાનની સાચી તાકાત ત્યારે સિદ્ધ થાય છે, જ્યારે સમાજ પોતે જ તેનો ભાગીદાર બને. છેલ્લા 23 વર્ષોમાં જનતા અને વિવિધ સંસ્થાઓ દ્વારા શાળાઓને લગભગ રૂૂ.326 કરોડથી વધુની સહાય પ્રાપ્ત થઈ છે. એ જ રીતે, શાળા વ્યવસ્થાપન સમિતિઓમાં 75 ટકા વાલીઓની ભાગીદારી અને 50 ટકા મહિલા પ્રતિનિધિત્વે શિક્ષણને સાચા અર્થમાં એક સામૂહિક જનઆંદોલનનું સ્વરૂૂપ આપ્યું છે. આ ઉપરાંત, ગુજરાત સરકારની મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના અને જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ જેવી યોજનાઓ આજે એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે નવી તકોનાં દ્વાર ખોલી રહી છે, જેઓ પ્રતિભા ધરાવતા હોવા છતાં સંસાધનોના અભાવે પોતાનાં સપનાંઓને અધૂરાં છોડવા માટે મજબૂર બની જતા હતા. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પ્રસંગે કહ્યું હતું કે, જો આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવું હોય, તો આપણા બાળકોના સપનાઓને બળ આપવું પડશે. શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી રથયાત્રાની 23 વર્ષની આ યાત્રા તેમના આ વિચારનું જીવંત પ્રતિબિંબ છે.

સમય વીતે છે, નેતૃત્વ બદલાય છે, યોજનાઓ પણ બદલાતી રહે છે, પરંતુ, કેટલાંક વિચારબીજ એવા હોય છે, જે પેઢીઓના ભાગ્યનો અભિન્ન હિસ્સો બની જાય છે. આ પહેલ એવા જ એક વિચારની જીવંત અભિવ્યક્તિ છે, જેણે લાખો બાળકોને તક, લાખો દીકરીઓને આત્મવિશ્વાસ અને સમગ્ર સમાજને નવી દિશા પ્રદાન કરી છે. ભવિષ્યની પેઢીઓ જ્યારે ગુજરાતની વિકાસયાત્રાનો ઇતિહાસ લખશે, ત્યારે પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ પ્રયાસોને એક ઐતિહાસિક સામાજિક ક્રાંતિ તરીકે હંમેશા યાદ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *