અયોધ્યા ચોક પાસે બસ ચાલકે અકસ્માત સર્જતા ફરિયાદ થઇ’તી
શહેરના 150 ફૂટ રીંગ રોડ ખાતે અયોધ્યા ચોકની પાસે સ્કૂલ બસએ સર્જેલા એકસીડેન્ટથી બી.આર.ટી.એસની લોખંડની સાત ગ્રીલ તોડી અંદાજીત રૂૂ.51 હજારની નુકશાની કરવાના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરના 150 ફૂટ રીંગ રોડ ખાતે અયોઘ્યા ચોકથી માધાપર ચોકડી તરફ જવાના રસ્તા તરફ વેસ્ટ ગેટ- 2 ની સામેની તરફ જી.જે.03.એ.ડબલ્યુ.9641 નંબરની ધોળકીયા સ્કુલની બસના ચાલકે બી.આર.ટી.એસ બસ ના રૂૂટની લોખંડની સાત ગ્રીલ તોડી અંદાજીત રૂૂ.51 હજારનું નુકશાન કર્યાની બી.આર.ટી.એસ ના જવાબદાર કર્મચારીએ બસના ડ્રાઈવર મેરૂૂભાઈ લખાભાઈ ગોહેલ સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કલમ-279 તથા ડેમેજ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તપાસનીશ દ્વારા પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. જે કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરીયાદી, સાહેદો, પંચ, તપાસ અધિકારીને તપાસવામાં આવેલા બાદ આરોપીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ અદાલતે ધોળકીયા સ્કુલના બસ ચાલકને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપીના એડવોકેટ તરીકે ઘ રાજપુતાના લો હાઉસના ધારાશાસ્ત્રી ભરતસિંહ ગોહીલ, જીતેન્દ્રસિંહ જાડેજા, કિર્તીરાજસિંહ ઝાલા, પ્રકાશસિંહ ગોહીલ, વનરાજસિંહ ડોડીયા, ભાવીન પટેલ અને આર.એસ. ઝાલા રોકાયા હતા.
