પડધરી રહેતા RTOએજન્ટનું કારસ્તાન, 45 લોકો પાસેથી 3.50 લાખ ઉઘરાવી હાથ ઉંચા કરી દીધા
રાજકોટ શહેરમા વધુ એક બોગસ લાયસન્સ કૌભાંડ બહાર આવ્યુ છે . આ ઘટનામા રાજકોટ શહેરનાં 45 થી 50 લોકો ભોગ બન્યા હોવાનુ સામે આવ્યુ છે. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકમા અરજી કરવામા આવી છે. જેમા આરટીઓ કચેરીની બહાર એજન્ટ દ્વારા 8 હજાર લઇ ડ્રાઇવીંગ ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ આપી દેવાનુ વચન આપી બાદમા લોકો સાથે છેતરપીંડી કર્યાની ઘટના સામે આવતા પોલીસ પણ ચોંકી ગઇ હતી . આ ઘટનામા પોલીસે અરજી લઇ ભોગ બનનારાઓનુ નિવેદન લઇ પડધરીનાં આરટીઓ એજન્ટને પકડવા તજવીજ શરુ કરવામા આવી છે.
વધુ વિગતો મુજબ રાજકોટ શહેરનાં કોઠારીયા સોલવન્ટમા રહેતા અને મજુરી કામ કરતા જીતેશભાઇ વાઘેલાએ બી ડીવીઝન પોલીસ મથકમા પડધરીનાં આરટીઓ એજન્ટ સાગરભાઇનુ નામ આપતા તેમની સામે કાર્યવાહી કરવા શરુ કરી છે. આ ઘટનામા જીતેશભાઇ એ પોતાની લેખીત અરજીમા જણાવ્યુ હતુ કે તેઓ એક વાર આરટીઓ કચેરીએ ગયા હતા . અને ત્યા તેમને ફોર વ્હીલનુ લાયસન્સ કઢાવવુ હોય જેથી આરટીઓની બહાર બેઠેલા પડધરીનાં સાગરભાઇનો સંપર્ક થયો હતો . અને આ સાગરભાઇએ 8 હજાર રૂપીયામા ફોર વ્હીલ તેમજ ટુ વ્હીલનુ લાયસન્સ કાઢી આપવા બાહેંધરી આપી હતી.
ત્યારબાદ જીતેશભાઇએ પોતાને તેમજ તેમનાં સગા વહાલા તેમજ મીત્ર સર્કલને વાત કરતા તેઓએ તમામનાં ડોકયુમેન્ટ અને પૈસા ઉઘરાવી સાગરભાઇને આપ્યા હતા. સાગરભાઇએ જણાવ્યુ હતુ કે આ તમામ લોકોને આરટીઓ કચેરીએ ડ્રાયવીંગ ટેસ્ટ આપ્યા વગર પાસ કરી દેવામા આવશે. અને તેનાં બદલામા એક લાયસન્સનાં રૂપીયા 8 હજાર થશે. જેથી જીતેશભાઇ સહમત થયા હતા. અને અમુક નાણા રોકડા અને અમુક પૈસા ઓનલાઇન સાગરભાઇને ટ્રાન્સફર કર્યા હતા . ત્યારબાદ સાગરભાઇએ જીતેશભાઇ તેમનુ લાયસન્સ આપ્યુ હતુ. આ લાયસન્સ જીતેશભાઇને નકલી લાગતા તેમણે આરટીઓ કચેરી પહોંચી તપાસ કરાવતા લાયસન્સનો રેકોર્ડ ઓનલાઇન બતાવતા ન હોય. જેથી આ લાયસન્સ નકલી હોવાનુ જાણવા મળ્યુ છે.
ત્યારબાદ આરોપી સાગરભાઇને કોલ કરી લાયસન્સ બોગસ છે. તેમ વાત કરતા તેમણે પૈસા પરત આપી દેવાની વાત કરી હતી. આમ છતા 45 થી પ0 લોકોનાં અંદાજીત સાડા ત્રણ લાખ રૂપીયા ઉઘરાવી લીધા બાદ તમામનાં મોબાઇલ નંબર બ્લોકમા નાખી દીધા હતા. તેમજ લાયસન્સ અંગે ફ્રોડ થયાનુ જાણવા મળતા જીતેશભાઇ વાઘેલાએ ભોગ બનનારાઓ સાથે બી ડીવીઝન પોલીસ મથકે પહોંચી લેખીતમા અરજી આપતા પીઆઇ રાણે અને સ્ટાફે તટસ્થ તપાસ અંગેની બાહેંધરી આપી હતી.
