બિનખેતીનો બોગસ હુકમ બનાવી સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ

વાવડીની આશરે 50 કરોડની જમીનના બિનખેતી હુકમ, હાઇકોર્ટના ઓરલ ઓર્ડર અને કલેકટરના સહી-સિક્કાવાળા વેચાણ મંજૂરી સહિતના બોગસ દસ્તાવેજો ઊભા કરી લીધા વીંછિયા પંથકના બે ગઠિયાઓની…

વાવડીની આશરે 50 કરોડની જમીનના બિનખેતી હુકમ, હાઇકોર્ટના ઓરલ ઓર્ડર અને કલેકટરના સહી-સિક્કાવાળા વેચાણ મંજૂરી સહિતના બોગસ દસ્તાવેજો ઊભા કરી લીધા

વીંછિયા પંથકના બે ગઠિયાઓની કારીગીરી, નોંધ પડાવવા જતા ખુલ્લી પડી, સર્કલ ઓફિસરે નોંધાવેલી ફરિયાદના આધારે બંન્નેની ધરપકડ

શહેરની ભાગોળે વાવડીમાં આવેલી 50 કરોડની સરકારી જમીનનો બિનખેતીનો બોગસ હુકમ બનાવી પચાવી પાડવાનો કૌભાડનો પર્દાફાશ થયો છે.વાવડી ગામના સર્વે નં.149ની 10,000 ચોરસવાર જમીનના બિનખેતી હુકમ હાઇકોર્ટના ઓરલ ઓર્ડર અને કલેકટરના સહિ-સિક્કા વાળા વેંચાણ મંજૂરી સહિતના બોગસ દસ્તાવેજો ઉભા કરી વિંછીયા પંથકના બે ગઠીયાઓએ કલેકટર કચેરીમાં નોંધ પડાવા જતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ અંગે સર્કલ ઓફિસરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિંછીયા પંથકના બંન્ને શખ્સો સામે સરકારી જમીનના બોગસ દસ્તાવેજો બનાવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંન્ને શખ્સોની ધરપકડ કરી હતી.

જાણવા મળતી વિગત મુજબ જીવરાજપાર્કમાં રહેતાં અને કલેકટર કચેરી કપાઉન્ડમાં આવેલી તાલુકા મામલતદાર ઓફિસમાં સર્કલ ઓફિસર-2 તરીકે ફરજ બજાવતા શીરીષભાઈ બાણગરીયાએ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમા આરોપી તરીકેવિંછીયાના છાસીયા ગામે રહેતા રશીક ધનાભાઇ માલકીયા અને વિંછીયાના અમરાપુર ગામે રહેતા શૈલેષ જગશીભાઇ વાસાણીના નામ આપ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.12/12/2024 ના અરજદાર રેતુલભાઈ ચંદ્રકાંતભાઈ શાહની અરજી સાથે રજૂ થયેલા દસ્તાવેજની નકલ બાબતે મદદનીશ કલેક્ટર દ્વારા રાજકોટ શહેર-2 નો અહેવાલ મંગાવવામાં આવેલ હતો. જે અનુસંધાને મદદનિશ કલેક્ટરના પત્રમાં રજૂ થયેલ રાજકોટ શહેર-ર ના અહેવાલ મુજબ અરજદારની અરજી સાથે સામેલ કચેરીના તા. 13/09/2024 ના હુકમના નકલની ચકાસણી કરતા હુકમમાં વાવડી ગામે સર્વે નં.149, ક્ષેત્રફળ 10 હજાર વાર 9140 ચો.મી. લખાયેલ છે. સામાન્ય રીતે કચેરીના બિનખેતી પરવાનગી આપતા હુકમમાં સામાન્ય રીતે ચછ કોડ તથા હુકમ નંબરમાં વાવડી ગામનો કોડ નં.056 એવો ઉલ્લેખ હોય છે.

પરંતુ અરજી સાથે રજુ થયેલ હુકમમાં આ બાબતો જોવા મળતી નથી. જેથી કચેરીનું ઓનલાઇન રેકર્ડ ચકાસતા આવો કોઈ હુકમ થયો ન હતો.તેમજ પ્રાંત અધિકારીના અહેવાલમાં અરજદારની અરજી સાથે રજુ થયેલ મામલતદાર કચેરીના તા.30/09/2024ના પત્રની નકલમાં હોદ્દો એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર-રાજકોટ શહેર તથા સિક્કો મામલતદાર ઓફિસ રાજકોટ રૂૂરલનો દર્શાવેલ છે, જેની ખરાઈ કરતા મામલતદાર કચેરી રાજકોટ તાલુકામાંથી આવી કોઈ પરવાનગી આપવામાં આવેલ ન હોવાનું કે આવો કોઈ પત્ર વ્યવવાર થયેલ ન હોવાનું જાણવામાં આવેલ હતુ. પ્રાંત અધિકારીના અહેવાલમાં અરજી સાથે રજૂ થયેલ કચેરીના વેચાણ અંગેના મંજુરીના દાખલાની નકલની ચકાસણી કરતા દાખલામાં પત્ર નંબર લખાયેલ ન હોવાનું જોવા મળતા તે બાબતે બિનખેતી શરતભંગ શાખાનું રેકર્ડ ચકાસતા આવો કોઈ દાખલો ઇસ્યુ કરવામાં આવેલ ન હતો. તેમજ અરજદારની અરજી સાથે રજૂ થયેલ નોંધ નં. 1869 ની નકલની વિગતો ચકાસતા નોંધ દાખલ તા.23/08/2024 અને પ્રમાણિત તા.27/08/2024 દર્શાવેલ છે.

જે બાબતે ઓનલાઈન રેવન્યુ રેકર્ડમાં તપાસ કરતા વાવડી ગામની નોંધ નં.1869 ખરેખર ગીરો દાખલની નોંધ હોવાનું તેમજ તા27/8/2024 ના કોઈ નોંધ દાખલ થયેલ ન હોવાનું રેકર્ડ પરથી માલુમ પડેલ હતું.

ઉપરાંત અરજદારની અરજી સાથે રજુ થયેલ હાઈકોર્ટના ઓરલ ઓર્ડરના નકલની હાઇકોર્ટની વેબસાઈટ પરથી ચકાસણી કરતા તે બનાસકાંઠા જિલ્લાની મેટર હોવાનું તેમજ આ જમીન બાબતે તેની મેટર ગુજરાત હાઈકોર્ટમાં ચાલુ હોવાનું જણાયું છે. તેમજ પ્રાંત અધિકારીના અહેવાલમાં રજુ થયેલ તમામ કાગળો ખોટા હોવાનું અને વાવડી ગામના રેવન્યુ રેકર્ડ સર્વે નં.149 એ સરકારી ખરાબાની જમીન કે જેની માલિકી સરકારની છે.

જેથી વાવડી ગામના સર્વે નં. 149 ની જમીનના ખોટા સહી સિક્કા વાળા બિનખેતી હુકમ તથા નોંધ બાબતે જરૂરી તપાસ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ પાસે ચાલુ હોવાનું અને અરજદાર રેતુલભાઈ શાહની અરજી સાથે રજૂ થયેલ ચારેય કોપીની પ્રાથમિક તપાસ કરતાં કોપીઓ બનાવટી હોવાનું જણાય આવતા આ બાબતે ક્રાઇમબ્રાન્ચમાં બંન્ને આરોપી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન આરોપીઓએ જમીનના દિનેશ રામજી ધામી તથા રાજેશ રામજી ધામીના નામના કલેકટર પ્રભાવ જોશીની સહી અને સીકકા વાળો બીનખેતી હુકમ બનાવી કલેકટરની સહી અને સીકકા વાળો પ્લોટ વેચાણ અંગેની મંજુરીનો દાખલો તેમજ મામલતદાર-રાજકોટ (શહેર) જમીનનો કબ્જો ફાળવી ગામ નમુનો નંબર 6 (હક્કપત્રક) જેમાં મામલતદાર ઓફીસ રાજકોટ રૂૂરલના સિકકા સાથે ડીજીટલ સહી વાળી કોપી અને ગુજરાત હાઇકોર્ટના હુકમ સહિત પાંચેય દસ્તાવેજો ઠગાઇ કરવાના ઇરાદે તા.01/07/2024 થી 16/12/2024 દરમિયાન કોઈપણ સમયે પોતાના કોમ્પ્યુટરમાં એડીટીંગ કરી ગેરકાયદેશર રીતે બોગસ બનાવી ઠગાઈ કરવાના ઇરાદે વોટ્સગૃપમાં મોકલીયાનુ ખુલ્યુ હતુ. આ અંગે ક્રાઇમબ્રાન્ચે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *