સાવરકુંડલા પાલિકાએ બાકી વેરા વસૂલાત માટે મિલકતો સીલ કરી નળ કનેક્શન કાપી નાંખ્યા

ટેક્સ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં 6 ટીમો મેદાને; બાકીદારો સામે સરકારી સૂચના મુજબ કડક કાર્યવાહી શરૂ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા અને પાલિકાની આર્થિક…

ટેક્સ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં 6 ટીમો મેદાને; બાકીદારો સામે સરકારી સૂચના મુજબ કડક કાર્યવાહી શરૂ

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા અને પાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત કરવાના ભાગરૂૂપે બાકી રોકાયેલા વેરાની વસૂલાત માટે અત્યંત કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સરકારશ્રીની કડક સૂચના અને નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ હાઉસ ટેક્સ શાખા દ્વારા બાકીદારો સામે કડક કાર્યવાહીનો દોર શરૂૂ કરાયો છે.

પાલિકાના ચીફ ઓફિસરની સૂચના મુજબ ટેક્સ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ-અલગ 6 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે અને વ્યાપારિક સંકુલમાં જઈને કડક હાથે વસૂલાત કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી આ કામગીરી દરમિયાન સ્થળ પર જ લાખો રૂૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.

વારંવારની નોટિસો અને મૌખિક સૂચનાઓ છતાં જે આસામીઓએ વેરો ભરવામાં આળસ કરી છે, તેમની સામે નીચે મુજબના પગલાં લેવામાં આવ્યા છે વેરો ન ભરનારા અનેક રહેણાંક અને કોમર્શિયલ એકમોના નળ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા છે. તેમજ મોટી રકમનો વેરો બાકી હોય તેવા મિલકતધારકોની દુકાનો અને વ્યાપારિક મિલકતોને તંત્ર દ્વારા આગામી સમયમાં વેરો ન ભરનાર આસામીઓ મિલકતમાં સીલ મારવાની કડક કાર્યવાહી કરવામાં આવશે.

નગરપાલિકાના સત્તાધીશોએ સ્પષ્ટ જણાવ્યું છે કે, “શહેરની સફાઈ, સ્ટ્રીટ લાઈટ અને પાણી જેવી પાયાની સુવિધાઓ જાળવી રાખવા માટે નાગરિકોએ વેરો ભરવો અનિવાર્ય છે. જે લોકો હજુ પણ બાકી વેરો ધરાવે છે, તેઓને તાકીદે વેરો ભરી જવા નમ્ર અપીલ છે. આગામી દિવસોમાં આ ઝુંબેશ હજુ વધુ તેજ બનાવવામાં આવશે અને કોઈપણ પ્રકારની શેહ-શરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે.” આ કામગીરીમાં ટેક્સ વિભાગના કર્મચારીઓ અને ટેકનિકલ સ્ટાફ ખડેપગે જોડાયો છે. પાલિકા તંત્ર દ્વારા શહેરના તમામ નાગરિકોને આ ઝુંબેશમાં સહકાર આપી જવાબદાર નાગરિક તરીકે વેરો ભરપાઈ કરવા વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *