વારંવાર લેખિત જાણ કરવા છતાં નિવેડો નહીં આવતા આંદોલનની ચિમકી
બગસરામાં દબાણ અને ટ્રાફિક સમસ્યા એટલે માથાનો દુખાવો પોલીસ આળસ ખંખેરી આ સમસ્યા ક્યારે હલ કરશે? બગસરામા દિન પ્રતિદિન દબાણ અને ટ્રાફિકની સમસ્યા એક માથાનો દુખાવો સમાન થઈ ગયું છે ત્યારે અનેક વાર બગસરા ઇન્સ્પેક્શન હોય કે લોક દરબાર જેમાં આગેવાનો દ્વારા દબાણ અને ટ્રાફિક સમસ્યાની હલ કરવા માટે રજૂઆત કરેલ હોય છતાં આ બાબતે કાંઈ પણ થતું નથી અને બગસરા ના સ્ટેશન રોડ ટ્રાવેલ્સ રોડ બગસરા માર્કેટિંગ યાર્ડ પાસે તથા તાલુકા શાળા પાછળ સુજલ હોસ્પિટલ પાસે ફોરવીલ ચાલકો પાર્કિંગ કરી ચાલ્યા જતા હોય ત્યારે રોડ ઉપર વાહનોના થપા લાગી જાય છે.
જેને કામગીરી સોંપવામાં આવી છે તે આંટાફેર અને આશીર્વાદ સિવાય બગસરામાં કશું થતું નથી ગોંડલીયા ચોક તથા મેન વિસ્તારોમાં જી.આર.ડી મહિલાઓને મૂકવામાં આવે છે તે પણ એક જગ્યાએ બેસીને મોબાઇલમાં મથા કરતા હોય અને ટ્રાફિક સમસ્યા હલ થતી નથી તેમ જ બગસરામાં દબાણની સમસ્યા પણ વધી જતા લોકોમાં બગસરા ની આસપાસ પસાર થવામાં પણ મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે સોમવારે વેચવા આવતા ફેરીયા આડેધર પાર્કિંગ કરી બેસી જાય છે પેલા પી.આઈ ડી વી પ્રસાદ દ્વારા ટ્રાફિક તથા દબાણની સમસ્યા હલ કરી હતી ત્યારે ત્યારબાદ બદલી થતાં ફરી બગસરામાં અવ્યવસ્થા ઊભી થઈ છે આ બાબતે જો આગળ કાર્યવાહી કરવાની આવે તો અમરેલી જિલ્લાના કાયદા મંત્રીને પણ સંસ્થા દ્વારા લેખિત જાણ કરવામાં આવશે ત્યારબાદ ના છૂટકે ગાંધી ચીધિયામાર્ગે જવું પડશે તેવું સંસ્થા તથા લોકોમાં ગણગણાટ જોવા મળ્યો છે
