ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ સરકારી હ્યુમન મિલ્ડ બેંક શરૂ

ધાત્રી માતાઓ પાસેથી સ્વૈચ્છિક રીતે દૂધનુ દાન એકત્રિત કરી પેડ્યુરાઇઝેશન બાદ નવજાત બાળકોને ઉપલબ્ધ કરાવાશે માતાનું દૂધ નવજાત શિશુ માટે અમૃત સમાન છે પરંતુ સમય…

ધાત્રી માતાઓ પાસેથી સ્વૈચ્છિક રીતે દૂધનુ દાન એકત્રિત કરી પેડ્યુરાઇઝેશન બાદ નવજાત બાળકોને ઉપલબ્ધ કરાવાશે


માતાનું દૂધ નવજાત શિશુ માટે અમૃત સમાન છે પરંતુ સમય પહેલાં જન્મેલાં, ઓછા વજનવાળાં કે વિશેષ તબીબી સંભાળ હેઠળ રહેલાં કેટલાંક શિશુઓને સંજોગોવશાત્ માતાનું દૂધ મળી શકતું નથી. આવા શિશુઓને સુરક્ષિત માનવ દૂધ ઉપલબ્ધ કરાવી તેમના સ્વાસ્થ્યનું જતન કરવાના ઉમદા હેતુથી ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રની પ્રથમ સરકારી Comprehensive Lactation Management Centre (CLMC) એટલે કે જીવન અમૃત હ્યુમન મિલ્ક બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સરકારી મેડિકલ કોલેજ, ભાવનગરના ડીન ડો. ચિન્મય શાહ, તબીબી અધિક્ષક તથા માઇક્રોબાયોલોજી વિભાગનાં વડા ડો. કેરવી દેસાઈ, બાળરોગ વિભાગના વડા ડો. મેહુલ ગોસાઈ અને સ્ત્રીરોગ તથા પ્રસૂતિ વિભાગનાં વડા ડો. કનકલતા નકુમના માર્ગદર્શન હેઠળ શરૂૂ થયેલું આ કેન્દ્ર અંદાજે રૂૂ. 30 લાખના ખર્ચે સરકારી ગ્રાન્ટ અને દાતાઓના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.

આ મિલ્ક બેંકમાં સ્વસ્થ ધાત્રી માતાઓ પાસેથી સ્વૈચ્છિક રીતે દાનમાં મળતા દૂધને એકત્રિત કરી, જરૂૂરી તપાસ અને પેશ્ચ્યુરાઇઝેશન બાદ સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવશે. ત્યારબાદ તબીબી જરૂૂરિયાત મુજબ નવજાત શિશુઓને આ દૂધ ઉપલબ્ધ કરાવવામાં આવશે. માતા બીમાર હોય અથવા શિશુ સીધું ધાવણ લઈ શકતું ન હોય તેવા સંજોગોમાં દાનમાં મળતું માતાનું દૂધ જીવનરક્ષક સાબિત થઈ શકે છે.
પ્રારંભિક તબક્કામાં સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે જન્મેલાં સમય પહેલાં જન્મેલાં (ઙયિ-યિંળિ) અને ગર્ભાશયમાં પૂરતો વિકાસ ન થયો હોય તેવાં (IUGR) શિશુઓને આ સુવિધાનો લાભ મળશે. કેન્દ્રની અંદાજિત દૈનિક દૂધની જરૂૂરિયાત 1,500થી 2,000 મિલીલીટર રહેવાની અપેક્ષા છે.

કેન્દ્રના ઇન્ચાર્જ નોડલ અધિકારી તરીકે બાળ આરોગ્ય વિભાગનાં મદદનીશ પ્રાધ્યાપક અને પ્રમાણિત લેક્ટેશન ક્ધસલ્ટન્ટ ડો. ડિમ્પલ પટેલ શ્રીધરાણીની નિમણૂક કરવામાં આવી છે.તબીબી, નર્સિંગ અને કાઉન્સેલિંગ ટીમના સંકલિત સહયોગથી આ સેવા કાર્યરત રહેશે. મિલ્ક બેંકની માહિતી માટે મોબાઈલ નંબર 7046501184 ઉપર સવારે 9થી સાંજે 6 વાગ્યા દરમિયાન સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *