સ્વણિર્મ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પ્રથમ તબક્કા માટે રૂા.25 કરોડ સરકાર ચૂકવશે
કુલ ખર્ચ પૈકી 25 ટકા મનપા અને 50 ટકા રકમ પીપીપી અને બોન્ડ, લોન થકી મેળવાશે, ક્ધસલ્ટન્ટ ક્રમ ટ્રાન્ઝેક્શન એડવાઇઝરની નિમણુંક થશે
સૌરાષ્ટ્રમાં ક્ધવેન્શન અને એકિઝબિશન સેન્ટરની માંગ ઘણા સમયથી ઉદ્યોગપતિઓ તેમજ વેપારી દ્વારા કરવામાં આવી રહી છે. તાજેતરમાં મનપાના પદાધિકારીઓએ આ મુદે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરેલ જેથી સરકારે હકારાત્મક વલણ અપનાવી શહેરમાં સ્માર્ટ સિટી વિસ્તારમાં ક્ધવેન્શન અને એકિઝબિશન સેન્ટર માટે મંજૂરી આપી ક્ધસલ્ટન્ટ ક્રમ ટ્રાન્ઝેક્શન એડવાઇઝર તથા પીએમસીની નિમણુક કરવાની સૂચના આપી છે. તેમજ 25 કરોડ રૂપિયા સરકાર આપશે જયારે બાકીની રકમ 50 ટકા પીપીપી અને બોન્ડલોન થકી તેમજ 25 ટકા રકમ મહાનગ પાલિકાએ ભોગવાની રહેશે જે અંતર્ગત આવતી કાલની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મંજૂર કરી સરકારમા મોકવામાં આવશે.
રાજકોટ મહાનગસ્પાલિકામાં, અટલ સ્માર્ટ સીટીરાજકોટ, વિસ્તારમાં, સ્માર્ટ સિટી અન્વયે 930 એકરમાં ગ્રીન ફિલ્ડ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભૂ કરેલ છે. જેના માસ્ટર પ્લાનમાં ટી.પી.-32 (રૈયા), એફ.પી.નં.-82ના સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર હેતુ માટેના, 1.75 લાખ ચો.મી. એરિયામા ક્ધવેન્શન સેન્ટરનો સમાવેશ થયેલ છે. છેલ્લા ઘણા વર્ષોથી ચેમ્બર ઓફ કોમર્સ, તમામ ૠઈંઉઈ, ધારાસભ્ય તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા રાજકોટમાં ક્ધવેન્શન સેન્ટર ઊભું થાય તે માટે સતત રજૂઆતો કરવામાં આવેલ છે. આ તમામ બાબતો ધ્યાને લઈ તેમજ આધુનિક ક્ધવેન્શન સેન્ટર બનાવવા માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પ્રથમ તબક્કા માટે નાણાકીય સહાય રકમ ₹25.00 કરોડ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંદર્ભ ક્રમાંક-2 ના પત્રથી મંજુર કરવામા આવેલ છે.
વર્ષ 2025-’26 ના ભારત સરકારના બજેટમા અર્બન ચેલેન્જ ફંડ નામની સ્કીમની જાહેરાત કરવામાં આવેલ છે. જે પૈકી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રોજેક્ટની દરખાસ્ત કરવાની થાય છે.
આમ, હાલની રાજકોટ શહેર તેમજ આજુ બાજુના 6-જીલ્લાના વ્યાપાર જગત, ઔદ્યોગિક એકમ ધારકો, માન. ખઙ, માન. ખકઅ ની વારંવારની માંગણી અન્વયે સ્માર્ટ સિટીના જે તે વખતના માસ્ટર પ્લાનમાં ક્ધવેનશન સેન્ટર માટેનો ઉઙછ તૈયાર કરવામાં આવેલ. ગુજરાત રાજ્ય સરકારની વર્ષ 2025-’26 મા બજેટમાં જાહેરાત તેમજ ભારત સરકારના અર્બન ચેલેન્જ ફંડને ધ્યાને રાખી આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે યોગ્ય સમય છે.
રાજ્ય સરકાર દ્વારા આ યોજના ઙઙઙ ધોરણે કરવા હિમાયત કરેલ છે. જે અન્વયે 25% રકમ રાજકોટ મહાનગરપાલિકા, 25% રકમ કેન્દ્ર સરકારના અર્બન ચેલેન્જ ફંડ હેઠળ તથા 50% રકમ ઙઙઙ/લોન/બોન્ડ મોડેલથી કરવાની થાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહુમુલ્ય જગ્યા ફાળવવાની થતી હોય, રાજકોટ મહાનગર પાલિકાનો 25% ફાળો જગ્યા સામે સરભર કરવાનો રહેશે.
