રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક ઘટનામાં ગાંધીનગરમાં પીજી ચલાવતા રાજકોટના યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
આ અંગે મળતી વિગત અનુસાર, અજયકુમાર અમરશીભાઈ સોલંકી (ઉંમર વર્ષ 29, રહે. ગાંધીનગર સેક્ટર 3/એ, ચેહર માતાજીના મંદિર પાસે, જય બાલાજી હોસ્ટેલમાં) ગઈકાલે રાત્રિના નવ વાગ્યાની આસપાસ પોતે -3 ગાંધીનગરમાં જય બાલાજી હોસ્ટેલમાં હતો ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. અજયનું મૃત્યુ ગાંધીનગરમાં હોસ્પિટલ ખાતે ડિક્લેર કરાયું હતું પરંતુ પરિવાર મૃતદેહ લઈ રાજકોટ આવી જતા અહીં રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ રામશીભાઈ વરૂૂ, હેડ કોન્સ્ટેબલ મહેશભા જોગડા, રાઇટર ધર્મેન્દ્રભાઈ હુદળ પ્રકાશભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ ચાવડાએ જરૂૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક અજય સોલંકી બે ભાઈમાં મોટો હતો. તમના પિતા નિવૃત એએસઆઈ છે. તેમનો પરિવાર રાજકોટમાં માધાપર ચોકડી નજીક આવેલ માધવ વાટિકામાં રહે છે. અજયના લગ્ન હજુ બે વર્ષ પહેલા જ થયા હતા. તે ગાંધીનગરમાં પીજી ચલાવતો હતો. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.
