31 કોર્ષની પરીક્ષા લેવા ચાલતી તૈયારીઓ: બેઠક વ્યવસ્થા જાહેર કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ 8 ફેકલ્ટીમાં સ્નાતકના સેમેસ્ટર 4 અને અનુસ્નાતકના સેમેસ્ટર – 2 ના 31 કોર્સની પરીક્ષા આગામી તારીખ 16 એપ્રિલ થી શરૂૂ થશે. જેમાં આર્ટસ એન્ડ હ્યુમનીટીઝમાં બીએ, બીએ આઈડી, બીએસડબલ્યુ, એમ. એ. અંગ્રેજી રેગ્યુલર અને એક્સટર્નલ સેમેસ્ટર – 4 તેમજ બીજેએમસી તથા એમ. એ. ઓલ રેગ્યુલર સેમેસ્ટર – 2 ની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે મેનેજમેન્ટ ફેકલ્ટીમાં બીબીએ સેમેસ્ટર – 4 તથા એમબીએ અને એમબીએ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સેમેસ્ટર – 2 , કોમર્સમાં બીકોમ રેગ્યુલર અને એક્સટર્નલ સેમેસ્ટર – 4 તથા એમકોમ રેગ્યુલર સેમેસ્ટર – 2 ની એક્ઝામ લેવામાં આવશે. આ ઉપરાંત સાયન્સમાં બીસીએ, બીએસસી આઈટી, બીએસસી, એમએસસી ફિઝિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ સેમેસ્ટર – 4, એમએસસી ઓલ, એમએસસી સ્ટેટેસ્ટીકસ અને એમએસસી આઈટી સેમેસ્ટર – 2 ની પરીક્ષા લેવામાં આવશે. આ સાથે જ હોમ સાયન્સમાં બીએસસી એચ. એસ. સેમેસ્ટર – 4 અને એમએસસી એચ. એસ. સેમેસ્ટર – 2 ની એક્ઝામ લેવાશે. જ્યારે લો માં એલએલબી 2019 અને 2022 સેમેસ્ટર – 4, બીએ એલએલબી સેમેસ્ટર – 4 અને એલએલએમ એચ. આર. સેમેસ્ટર – 2, રૂૂરલ સ્ટડીઝમાં બીઆરએસ સેમેસ્ટર – 2 અને 4, એમઆરએસ સેમેસ્ટર – 2, એજ્યુકેશનમાં બીએ બીએડ સેમેસ્ટર – 2, એમપીએડ સેમેસ્ટર – 2 અને 4 ની એક્ઝામ લેવામાં આવશે. જોકે પરીક્ષા દરમિયાન કેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર થી કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને તેમાં કેટલા ઓબ્ઝર્વર ફરજ બજાવવાના છે તે થોડા દિવસોમાં જાહેર કરવામા આવનાર હોવાનુ જાણવા મળી રહ્યું છે.
