લાયસન્સ વગર ધમધમતી હિંગની ફેકટરી ઝડપાઇ, 110 કિલો વાસી જથ્થાનો નાશ

હિંગના ત્રણ અને મસાલાના 13 નમૂના લેવાયા: અઠવાડિયામાં બીજી વખત મસાલા માર્કેટમાં ફૂડ વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ: ખાણી-પીણી, ઠંડા પીણાના 19 વેપારીઓને ત્યાં પણ ચેકીંગ…

હિંગના ત્રણ અને મસાલાના 13 નમૂના લેવાયા: અઠવાડિયામાં બીજી વખત મસાલા માર્કેટમાં ફૂડ વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ: ખાણી-પીણી, ઠંડા પીણાના 19 વેપારીઓને ત્યાં પણ ચેકીંગ

ઉનાળામાં ગૃહીણીઓ દ્વારા બારમાસી મસાલાની ખરીદી કરવામાં આવી રહી છે. રાજકોટમાં નાના મવા અને પીડીએમ પાછળ સૌથી વધારે મસાલા માર્કેટ આવેલી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અઠવાડીયામાં બીજી વખત મસાલા માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને 13 જેટલા નમુના લેવાયા હતા તેમજ લાયસન્સ વગર ધમધમતી હિંગની ફેકટરીમાં મનપાના ફુડ વિભાગ દ્વારા દરોડા પાડતા 110 કિલો વાશી પદાર્થ ઝડપાતા તેનો નાશ કરાયો હતો અને ત્રણ નમુના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા છે.

મહાપાલિકાની ફુડ શાખા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન લાતી પ્લોટ 6/7, ગીતા પેટ્રોલ પંપ પાછળ, કુવાડવા રોડ, રાજકોટ મુકામે આવેલ “નેન્સી ગૃહ ઉદ્યોગ” નામથી હિંગનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરતા સ્થળ પર અનહાઈજેનિક રીતે ખુલ્લામાં રાખેલ રો-મટિરિયલ તથા હિંગનો જથ્થો સંગ્રહ કરેલ જોવા મળેલ, સદરહુ અંદાજીત 110 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ સ્થળ પરથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ત્રણ નમૂના લેવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા મસાલાની સિઝનને અનુલક્ષીને સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ કુલ 13 નમૂના પરીક્ષણ અર્થે લેવામાં આવેલ જેમાં ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ પાસે રામનગરના છેડે આવેલ મહાવીર મસાલા માર્કેટમાંથી મરચુ પાવડર, હળદર પાવડર અને નાના મવા સર્કલ પાસે આવેલ શ્રી રામ મસાલા માર્કેટમાં આવેલ નવરંગ મસાલા ભંડારમાંથી હળદર આખી, જીરૂ, જય જલિયાણ મસાલા ભંડારમાંથી રાઇ, ધાણી, ગિરરાજ સિઝન સ્ટોરમાંથી રાય, મેથી આખી, ઉમિયા મસાલા ભંડારમાંથી જીરૂ, હળદર આખી, ખોડલ મસાલા ભંડારમાંથી હળદર પાવડર, ધાણા પાવડર, જલારામ મસાલા ભંડારમાંથી રાઇ-આખીના સ્થળ પરથી જ નમુલા લઇ અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં પ્રક્રીયા હાથ ધરી છે. અઠવાડીયામાં જ બીજી વખત દરોડા પાડતા મસાલાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, સ્વર્ણભૂમી કોમ્પ્લેક્ષ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 02 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

દ્વારકાધીશ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02) પટેલ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (03)બેંગોલ સ્વીટ (04) જય કૈલાશ નમકીન (05) પ્રભુ કેક શોપ (06) ક્રિષ્ના મેડિકલ (07) પટેલ સ્વીટ્સ (08) ઝૠઇ કેફે બેકરી (09) ક્રિષ્ના માવા કેન્ડી (10) અતુલ બેકરી (11) ઝેપોલી ફૂડ્ઝ (12) ક્રીમઝેન (13) નેચરલ આઇસ્ક્રીમ (14) દ્વારકાધીશ દાળપકવાન (15) પટેલ ગાંઠિયા (16) મોવિયા આઇસ્ક્રીમ (17) ખુશ્બુ આઇસ્ક્રીમ (18)ચોકલેટ હાઉસ (19)ક્રિષ્ના મદ્રાસ કાફેની ચકાસણી કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *