સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભગો : પરીક્ષામાં હાજર છાત્રોને ગેરહાજર દર્શાવી નાપાસ કરાયા

સતત વિવાદોથી ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર પરીક્ષામાં છબરડો થયો છે. બી.એસ.ઇની પરીક્ષામાં હાજર રહેલા છ વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવી નાપાસ કરવામાં આવતા ભારે હોબાળો…

સતત વિવાદોથી ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર પરીક્ષામાં છબરડો થયો છે. બી.એસ.ઇની પરીક્ષામાં હાજર રહેલા છ વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવી નાપાસ કરવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. યુનિવર્સિટીની આ ભૂલનો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ આજે એનએસયુઆઈના આગેવાનો સાથે કુલપતિ અને રજીસ્ટાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે, યુનિવર્સિટીના સતાધીશોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉડાઉ જવાબ આપ્યો હતો. વિદ્યાર્થીઓના પરિણામ સુધારી આપવાની ખાતરી આપવાને બદલે ઉડાઉ જવાબ આપી પોતાની જવાબદારી માંથી હાથ ખંખેર્યા હતા.

આ અંગેની વિગતો એવી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી. એસ . સી સેમ-5 ના છ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની પરીક્ષા આપી હતી.આ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં, યુનિવર્સિટી દ્વારા તેમને ગેરહાજર ગણી નાપાસ કરવામાં આવતા તેમનામાં ભારે રોષ જોવા મળ્યો હતો. છાત્રોએ પેપર ખોલાવતા તમામને પાસ જાહેર કરવામાં આવ્યા હતા. બી.એસ . સી સેમ-3 માં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. યુનિવર્સીટીની ભૂલનો ભોગ બનેલા આ વિદ્યાર્થીઓ આજે એનએસયુઆઈના આગેવાનો સાથે યુનિવર્સિટી ખાતે પહોંચી કુલપતિ અને પરીક્ષા નિયામક તેમજ રજીસ્ટ્રારને ઉગ્ર રજૂઆત કરી હતી. રજીસ્ટ્રાર દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટ સુધારી આપવાની ખાતરી આપવાને બદલે ઉડાઉ જવાબ આપ્યો હતો. જેની વિધાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં અવારનવાર છબરડાઓ થઈ રહ્યા છે.

ભૂતકાળમાં પણ આ મામલે ભારે હોબાળો મચી ચૂક્યો છે, અને ચાલુ વર્ષે પણ યુનિવર્સિટીમાં વધુ એક ભૂલ સામે આવી છે.યુનિવર્સિટીના વીસી સહિતના સતાધીશો રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક સહિતના જવાબદારોએ યુનિવર્સીટીની ભૂલ સ્વીકારવાને બદલે છાત્રોને ઉડાઉ જવાબ આપ્યો હતો. તેમજ અગાઉ બી. એસ.સી સેમ-3માં પરીક્ષામાં હાજર રહેલા છ વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવી નાપાસ કરવામાં આવ્યા બાદ પેપેર ખોલાવતા પાસ જાહેર કરવામાં આવ્યા હોય ત્યારે આ વિધાર્થીઓને રીફંડ પણ આપવામાં આવ્યું ન હોવાનું એનએસયુઆઈના આગેવાનોએ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ના સતાધીશો દ્વારા આવો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે વિધાર્થી નેતા કિશન સોઢા એડવોકેટ. અંકિત સોંદરવા અને આકાશ તિવારી એ ભાવી જોખમમાં મુકાયા છે. આ બાબતે રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *