સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા 142 કેન્દ્ર પર સ્નાતક- અનુસ્નાતકની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી કુલ 142 પરીક્ષા કેન્દ્રો પર સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ પરીક્ષા બે સેશનમાં લેવામાં આવશે, જેમાં પ્રથમ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી કુલ 142 પરીક્ષા કેન્દ્રો પર સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ પરીક્ષા બે સેશનમાં લેવામાં આવશે, જેમાં પ્રથમ સેશન સવારે 10થી 12 વાગ્યા સુધી અને બીજું સેશન બપોરે 1.30થી 3.30 વાગ્યા સુધી રહેશે. મુખ્ય પેપર સાથે ઓપ્શનલ પેપર ની પણ પરીક્ષા નો પ્રારંભ થયો છે જેમાં 25 માર્કના એમ.સી.ક્યુ પ્રશ્નો હોય છે.

યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડો. મનીષ શાહે ગુજરાત મિરર સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં આવેલી 142 પરીક્ષા કેન્દ્રોમાંથી કુલા 56,527 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત બોર્ડ પરીક્ષાની જેમ કડક દેખરેખ સાથે સ્ક્વોડની વ્યવસ્થા કરવામાં આવી છે. આજથી શરૂૂ થયેલી આ પરીક્ષામાં યુનિવર્સિટી દ્વારા ચોરી અને ગેરરીતિ અટકાવવા માટે ખાસ સ્કોડની રચના કરી છે. પરીક્ષા દરમિયાન માત્ર ઓબ્ઝર્વર જ નહીં પરંતુ તેમની સાથે સરપ્રાઈઝ ચેકિંગ માટે સ્ક્વોડ પણ ફરજ મુકાયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના અલગ અલગ સેન્ટરોમાં લેવાનારી આ પરીક્ષામાં કુલ 90થી વધુ ઓબ્ઝર્વરો સતત દેખરેખ રાખી રહ્યા છે. જ્યારે 80 અધ્યાપકોની 40 સ્ક્વોડ ટીમો અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પર ચેકીંગ માટે કામગીરી કરી રહી છે. કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા ઝડપાશે તો સ્થળ પર જ તેની સામે કોપીકેસ દાખલ કરવામાં આવશે, જેથી પરીક્ષા દરમિયાન ચોરીની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે.

યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડો. મનીષ શાહે વધુમાં જણાવ્યું હતું કે, આજથી રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના 142 પરીક્ષા કેન્દ્રો ખાતે સેમેસ્ટર-1ની પરીક્ષામાં બી.એ. રેગ્યુલરમાં 18,440, બી.કોમ.માં 17,470, બી.બી.એ.માં 6,366, બી.સી.એ.માં 6,310, એમ.કોમ.માં 1,696 તથા બી.એસ.સી.માં 1,295 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *