VC ડો. ઉત્પલ જોશીએ સરકારી ગાડી પર સાયરન લગાવતા નવો વિવાદ છેડાયો, અધ્યાપકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ એકાબીજાના પુરકબની ગયા છ ે. સમયાંતરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોમાં સપડાઈ રહી છે. તાજેતરમાં જક ાયમી કુલપતિ તરીકે નિમણુંક પામેલા ડો. ઉત્પલ જોશીને હોદાની રૂએ આપવામાં આવેલી સરકારીગ ાડીમાં સાયરન લગાવતા નવો વિવાદ છેડાયો છે. અને શિક્ષણ જગતમાં તેની ટીકા થઈ રહી છે.
મળતી વિગત મુજબ તાજેતરમાં જ કાયમી કુલપતિ તરીકે ડો. ઉત્પલ જોશીની નિયુક્તિ કરાઈ છે. અને તેઓને હોદાની રૂએ સરકારી ગાડી આપવામાં આવી છે. ત્યારે નવનિયુક્ત કુલપતિને જાણે વીઆઈપી કલચરનો નશો ચડ્યો હોય તેમ ગાડી પર સાયરન લગાવવામાં આવ્યું હતું. આ ઘટના બનતા આ સમગ્રબનાવ શિક્ષણ જગતમાં ટોક ઓફ 4 ટાઉન બન્યો છે. અને નવો વિવાદ છેડાયો છે.
આ અંગે કોંગ્રેસ પ્રવકતા ડો. નિદત બારોટે જણાવ્યું હતું કે, કુલપતિ એક આદર્શ વ્યક્તિ છે. અને વિદ્યાર્થીઓના રોલ મોડલ પણ છે. તેમણે આ સમગ્ર વિવાદથી દૂર રહેવું જોઈએ આપણી સરકાર પણ આવા વીઆઈપી કલ્ચરથી દૂષર રહે છે. અને કુલપતિને એવી કઈ ઈમરજન્સી હોય છે તો તેમને સાયરનની જરૂર પડે છે અનેકુલપતિને આવી જરૂરિયાત હોય તો તેમણે વાહન વ્યવહાર કમિશનર પાસે મંજુરી માંગવી જોઈએ અને જો મળી હોય તો તેની જાહેરમાં સ્પષ્ટતા કરવી જોઈએ.
નજીકમાં જ નેકનું ઈન્મપેક્શન આવી રહ્યું છે. ત્યારે કુલપતિએ યુનિવર્સિટીની શિક્ષણ વ્યવસ્થા, ગુણવત્તા સુધરે તે દિશામાં આગળ આવવું જોઈએ વિવાદથી દૂર રહી છાત્રોના હિતમાં નિર્ણય લેવા જોઈએ મે આવુક્યારે પણ સાંભળ્યુ નથી. કે, જોયું નથી કે અગાઉ ક્યારે પણ કોઈ કુલપતિ દ્વારા સરકારી ગાડીમાં સાયરન લગાવવામાં આવ્યું હોય.
આ અંગે કુલપતિએ કહ્યું હતું કે, રાજ્યની અન્ય યુનિવર્સિટીમાં પણ કુલપતિઓને મળેલી સરકારની ગાડીમાં સાયરન લગાવવામાં આવ્યા છે. સાયરન બાબતે વિવાદ થયા બાદ પણ કુલપતિ દ્વારા અન્ય યુનિવર્સિટીનો હવાલો આપવામાં આવતા શિક્ષણવિદોમાં આશ્ર્ચર્ય ફેલાયું છે.