આવતીકાલે રાજકોટમાં સરદાર સન્માન યાત્રાનું આગમન

સાંજે ગ્રીનલેન્ડ ચોકડી સહિત ઠેરઠેર થશે ભવ્ય સ્વાગત, ખોડલધામ ટ્રસ્ટની ટીમ રહેશે ખડે પગે: લોકોને ઉમટી પડવા જાહેર આમંત્રણ દેશની અખંડ એકતાના પ્રતીક સર્વે સમાજના…

સાંજે ગ્રીનલેન્ડ ચોકડી સહિત ઠેરઠેર થશે ભવ્ય સ્વાગત, ખોડલધામ ટ્રસ્ટની ટીમ રહેશે ખડે પગે: લોકોને ઉમટી પડવા જાહેર આમંત્રણ

દેશની અખંડ એકતાના પ્રતીક સર્વે સમાજના હૃયમાં વસેલા સૌના સરદાર એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી પૂર્વે ગોપાલભાઈ ચમારડી, જી.પી. વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ એવા બારડોલીથી ધર્મસ્થાન સોમનાથ સુધીના સંગમથી જીવન અને કર્તવ્યને પ્રેરિત સરદાર સન્માન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા 11 સપ્ટેમ્બરે બારડોલીથી શરૂૂ થઈ છે અને હાલ ગુજરાતના અલગ અલગ સ્થાનો પરથી પસાર થઈ રહી છે.

આ યાત્રા 22 સપ્ટેમ્બરના રોજ સોમનાથ ખાતે પહોંચશે. ત્યારે આ સરદાર સન્માન યાત્રા આગામી તારીખ 17 સપ્ટેમ્બર ને બુધવારના રોજ રાજકોટ શહેરમાં પહોંચશે. આ તકે રાષ્ટ્રભક્તિના સેવા કાર્યમાં સહયોગી સંસ્થા તરીકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ તરફથી રાજકોટ શહેરના સર્વે સમાજના નાગરિકોને સરદાર સન્માન યાત્રામાં જોડાવવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સરદાર સન્માન યાત્રા તારીખ 17 સપ્ટેમ્બર ને બુધવારના રોજ બપોર બાદ રાજકોટ શહેરમાં પહોંચશે. જેમાં સાંજે 4 કલાકે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સરદાર સન્માન યાત્રાનું સ્વાગત થશે, ત્યારબાદ ત્યાંથી વાહનરેલી સ્વરૂૂપે સરદાર સન્માન યાત્રા શહેરના માર્ગો પર ફરશે. જેમાં ગ્રીન લેન્ડ ચોકડીથી પારેવડી ચોક સરદાર સન્માન યાત્રા પહોંચશે. જ્યાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે. ત્યારબાદ હોસ્પિટલ ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે અને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સરદાર સન્માન યાત્રાનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5-30 કલાકે સરદાર સન્માન યાત્રા બહુમાળી ભવન ચોક (રેસકોર્ષ) ખાતે પહોંચશે અને ત્યાં મુખ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સરદાર સન્માન યાત્રા કોટેચા ચોક પહોંચશે જ્યાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે. ત્યાથી યાત્રા આગળ વધીને શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે પહોંચશે જ્યાં અમરેલી જિલ્લા લેઉવા પટેલ પરિવાર દ્વારા સરદાર સન્માન યાત્રાનું સન્માન કરવામાં આવશે.

ત્યાંથી યાત્રા મવડી ચોકડી ખાતે પહોંચશે જ્યાં આહીર સમાજ દ્વારા સરદાર સન્માન યાત્રાનું સન્માન કરવામાં આવશે અને દેવાયત બોદરજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે. ત્યારબાદ સરદાર સન્માન યાત્રા આનંદ બંગલા ચોક થઈ મક્કમ ચોક થઈને સ્વામીનારાયણ ગુરુકુળ (ઢેબર રોડ) ખાતે પહોંચશે જ્યાં વાહન રેલીનું સમાપન થશે અને સરદાર સન્માન યાત્રા રાત્રિ રોકાણ કરશે.આમ ગ્રીન લેન્ડ ચોકડીથી 4 કલાકે શરૂૂ થનાર સરદાર સન્માન યાત્રામાં સર્વે સમાજના લોકોને વાહનો સાથે જોડાવવા જાહેર અનુરોધ કરાયો છે.

આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની રાજકોટ શહેરના દરેક વોર્ડની ટીમ ખડેપગે રહીને સેવા આપશે. રાજકોટ શહેર બાદ બીજા દિવસે એટલે કે 18 સપ્ટેમ્બરના રોજ સરદાર સન્માન યાત્રા આગળ વધશે. જેમાં 18 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ સરદાર સન્માન યાત્રા વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરે પહોંચશે. જ્યાં ટ્રસ્ટીમંડળ દ્વારા સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવશે. સરદાર સન્માન યાત્રાના આયોજકો અને યાત્રામાં જોડાયેલા તમામ લોકો મા ખોડલનો પ્રસાદ અને આશીર્વાદ લઈને આ યાત્રાને આગળ ધપાવશે.

રાજકોટમાં યાત્રાનો રૂટ
ગ્રીન લેન્ડ ચોકડી, (સ્વાગત/પ્રસ્થાન સાંજે 4.30 કલાકે), સંજીવની હોસ્પિટલ, પારેવડી ચોક, હોસ્પિટલ ચોક, (બ્રીજ નીચે થઇને), ચૌધરી હાઇસ્કુલ ચોક, બહુમાળી ભવન ચોક, (મુખ્ય સભા સાંજે 5.30 કલાકે), જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, મહિલા કોલેજ અન્ડર બ્રીજ, કોટેચા ચોક, કે.કે.વી. ચોક, બીગ બઝાર ચોક, બાલાજી હોલ ચોક, (પટેલ બોર્ડીગ પાસે), મવડી ચોકડી, વિશ્ર્વેશ્ર્વર મંદિર, મવડી ફાયર બ્રિગેડ ચોક, આનંદ બંગલા ચોક, સ્વામી વિવેકાનંદ ઓવર બ્રીજ, મકકમ ચોક, નાગરિક બેંક ચોક, સ્વામીનારાયણ ગુરુકુળ – ઢેબર રોડ, (યાત્રાનુ વિરામ, રાત્રી રોકાણ).

સરદાર સન્માન યાત્રામાં સર્વ સમાજને જોડાવા રામાણીની અપીલ
ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી ચેતનભાઈ રામાણી એ અખબારી યાદીમાં જણાવાયું હતું કે, અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરૂષ તથા દેશના પ્રથમ સમાજનાં બહુ મોટા અગ્રણી, સમાજ સેવક, ઉદ્યોગપતિ ગોપાલભાઈ ચમારડીને સંકલ્પ થતા સરદારની કર્મભૂમિ બારડોલીથી ધર્મસ્થાન સોમનાથ સુધીના સંગમથી જીવન અને કર્તૃત્વને પ્રેરિત ‘સરદાર સન્માન યાત્રા 2025’નું ભવ્ક્ષ આયોજન કરવામાં આવ્યું છે. ‘કર્મથી ધર્મની યાત્રા’ એ યાત્રા કોઈ એક સમાજ કે વ્યક્તિની યાત્રા નથી, પરંતુ આ યાત્રાને મુખ્ય ઉદ્દેશ ગુજરાતના તથા રાષ્ટ્રના સર્વ સમાજ, સંસ્થા અને વર્ગને એક જુથ કરીને રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને સરદાર સાહેબના કર્તૃત્વને શ્રધ્ધાંજલી આપવાનો છે.જેમાં દરેક ધર્મ, જ્ઞાતિ, વર્ગ, ભાષા અને વિચારધારાને એક સુત્રમાં બાંધવાનું અમૂલ્ય કાર્ય થવાનું છે. ત્યારે સર્વ સમાજનાં લોકો બહોળી સંખ્યામાં યાત્રાનું રાજકોટ ખાતે તા.17/9/25નાં રોજ ઉમળકાભેર સ્વાગત કરી અભિવાદન કરવા ઉમટી પડે તેવી અપીલ છે. જેથી આ યાત્રાને વધુ અસરકારક, વ્યાપક અને રાષ્ટ્રહિતમાં રૂપાંતરિત કરી શકાશે. ચેતન રામાણીએ અપીલ કરી છે કે લોકો પરિવારજનો, મિત્ર મંડળ, વ્યાપારી મંડળ, અને સમાજના સભ્યો સાથે મોટી સંખ્યામાં જોડાઈને આ ઐતિહાસીક યાત્રા સફળ બનાવી યાત્રાદળનું મનોબળ વધારવા કટિબધ્ધ રહેશો તેમજ ઉત્સાહપૂર્વક આગળ વધારવાનો વિશ્ર્વાસ આપશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *