રાજકોટના રાવકી ગામે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ

રાજકોટ જિલ્લાના રાવકી ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે રાષ્ટ્રના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ભવ્ય અને ગૌરવભર અનાવરણ સમારોહ ઉત્કૃષ્ટ રીતે યોજાયો. ખ્યાતનામ ઉદ્યોગપતિ બી. એમ.…

રાજકોટ જિલ્લાના રાવકી ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે રાષ્ટ્રના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ભવ્ય અને ગૌરવભર અનાવરણ સમારોહ ઉત્કૃષ્ટ રીતે યોજાયો. ખ્યાતનામ ઉદ્યોગપતિ બી. એમ. પટેલ અને ગ્રુપ વતી સરદાર ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર આ પ્રતિમાનું સ્થાપન તથા અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રતિમાનું અનાવરણ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન માનનીય લલિતભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

આ અનાવરણ સમારોહમાં વિશેષ ઉપસ્થિતિ રૂૂપે એડવોકેટ અર્જુનભાઈ પટેલ, અર્જુનભાઈ ખાટરીયા(જિલ્લા પંચાયત સદસ્ય), મુકેશભાઈ તોગડીયા(જિલ્લા પંચાયત સદસ્ય), રાવકી ગામના સરપંચ વિશાલભાઈ ફાચરા, રાવકી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ વાલજીભાઈ લક્કડ, માખાવડ ગામના સરપંચ જયરાજસિંહ જાડેજા, તેમજ ગીરીશભાઈ સભાયા, ભરતભાઈ પાંભર, કાળુભાઈ મોલિયા, વિનુભાઈ વરસાણી સહિત અનેક ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, મિત્ર સર્કલ તથા સમાજના અગ્રણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર સમારોહ અત્યંત ગૌરવપૂર્ણ અને સ્મરણિય બન્યો.

અધ્યક્ષસ્થાનેથી માનનીય લલિતભાઈ રાદડિયાએ સરદાર સાહેબના જીવન, તેમના અડગ નેતૃત્વ, રાષ્ટ્ર એકતા અને દ્રઢ સંકલ્પ વિશે પ્રેરણાદાયી સંદેશ આપ્યો. આ ઉપરાંત એડવોકેટ રક્ષિતભાઈ રૈયાણીએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્ર માટેના અવિસ્મરણીય યોગદાન પર ટૂંકું પરંતુ અસરકારક પ્રવચન આપીને ઉપસ્થિત સૌને પ્રેરિત કર્યા.

આ પ્રસંગે ખાસ ઉલ્લેખનીય છે કે બી. એમ. પટેલ તથા તેમના ગ્રુપનો એક જ સ્પષ્ટ ધ્યેય છેસરદાર સાહેબની રાષ્ટ્રભક્તિ, એકતા અને સંકલ્પના મૂલ્યોને સમાજ સુધી પહોંચાડવાનો. બી. એમ. પટેલ સાહેબ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પોતાનું વિશાળ આગવું સ્થાન ધરાવે છે, તેમ છતાં સરદાર સાહેબ પ્રત્યેનો તેમનો અખૂટ પ્રેમ અને આદર તેમની વિચારધારામાં સ્પષ્ટ દેખાય છે. તેઓ અગાઉ પણ સરદાર સાહેબની અનેક પ્રતિમાઓનું અનાવરણ કરી ચૂક્યા છે અને આગળ પણ આવા કાર્યો કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમના આ શ્રેષ્ઠ, દેશભક્તિપૂર્ણ અને પ્રેરણાદાયી વિચારને સર્વત્ર આવકારવા લાયક ગણવામાં આવ્યો.

સમગ્ર સમારોહ દરમિયાન દેશભક્તિ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો અને સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ ઉપસ્થિત સૌએ વ્યક્ત કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *