80 ફૂટ રોડનો આજી વસાહતના ઓવરબ્રિજનું પણ રિનોવેશન કરવા તૈયારી
જૂના અને ન્યૂ રાજકોટને જોડતા કેસરી હિન્દ પુલ 150 વર્ષ જૂનો છે. તેનુ આયુષ્ય પુર્ણ થઇ ચુક્યુ છે. ખાસ કરીને પુલ બન્યો ત્યારે માત્ર ટુ લ્હેન હતો એ ટ્રેક ભયજનક બનતો જતો હોવાના અગાઉ આવેલા ટેકનિકલ અભિપ્રાયના પગલે સાંઢિયાપુલનું કામ પુરુ થયા બાદ હવે કેસરી પુલનુ નવીનીકરણ કરવા માટે તૈયારી શરૂૂ કરવામા આવી છે. આ ઉપરાંત આજી નદી પરનો જ અન્ય એક વર્ષો જુનો આજી વસાહત(80 ફૂટ રોડ પર)ના બ્રિજનુ નવીનીકરણ કરવામા આવશે તેમ મનપાના કમિશનર બ્રાન્ચમાંથી જાણવા મળ્યુ છે.
કેસરી પુલ અંગ્રેજોના સમયમાં બનાવાયા બાદ વખતો વખત તેમા અનેક પ્રકારના ફેરફાર કરવામા આવ્યા છે. અગાઉ માત્ર બે જ વાહનો સામસામે જઇ શકે તેટલો સાંકળો પુલ હતો. પહોળાઇ માત્ર 10 મીટરની જ હતી. નદીની પશ્ચિમ બાજુ વિકાસનો ટ્રેક પકડાયો એ સમય એટલે કે 1991માં કેસરી પુલને પહોળો બનાવવામા આવ્યો. મુળ સ્થિતિએ જે જુનુ સ્ટ્રક્ચર હતુ તેને મજબૂત કરીને બાજુમાં નવો પુલ બનાવીને બન્નેને જોઇન્ટ કરવામા આવ્યો હતો. હાલ આશરે 24 મીટર પહોળાઇ છે.
દરમિયાન ગુજરાતમાં ઓવરબ્રિજ દૂઘર્ટનાના કિસ્સા વધતા સરકારે રાજ્યના તમામ બ્રિજની મજબૂત ચકાસવા માટે આદેશ કર્યો હતો. તેના માટે જે તે વખતે ટેકનિકલ ટીમ પણ બનાવવામા આવી હતી. કેસરી પુલ ભયજનક હોવાનો રિપોર્ટ પણ સર્વેમાં અપાયો હતો. દરમિયાન કેસરી પુલ પહેલા ખખડી ગયેલા સાંઢિયા પુલને તાત્કાલિક રિપેર કરવાની જરૂૂર છે તેવો પણ અભિપ્રાય આવ્યો હતો. જેના પગલે મનપાએ સાંઢિયા પુલનુ કામ વહેલાસર હાથ પર લેવામા આવ્યુ.સાંઢિયા પુલનું કામ પુરુ થતા જ હવે નેક્સ્ટ પ્રાયોરિટી કેસરી પુલની લેવામા આવી છે. કેસરી પુલના રિનોવેશન માટે મનપાએ તૈયારી શરૂૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. કમિશનર બ્રાન્ચના સુત્રોમાંથી એવુ પણ જાણવા મળ્યુ છે કે, જરૂૂર પડે તો નવેસરથી પણ કેસરી પુલ બનાવવા માટે મનપાની તૈયારી છે. પરંતુ હાલની સ્થિતિએ તો બ્રિજ પરનો વાહનવ્યવહાર સંપુર્ણ બંધ કરીને ટેકનિકલ નોમ્સ મુજબ રિનોવેશન કરવામા આવે તેવુ જાણવા મળે છે.
કેસરી પુલની સાથોસાથ આજી વસાહત પાસે 80 ફૂટ રોડ પરના ઓવરબ્રિજને પણ ભયગ્રસ્ત જાહેર કરાયેલો છે. આ બ્રિજનું પણ રિનોવેશન કરવાનું કામ મનપાએ હાથ પર લીધુ છે. ટુંક સમયમાં જ ડીપીઆર(ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ) બનાવવામા આવશે.
