વડાપ્રધાન મોદીની શિખામણ ઝાંપા સુધી, કેબિનેટ બેઠકમાં 18 મંત્રીઓ અલગ-અલગ ગાડીમાં આવ્યા

CM, Dy.CM સહીત 6 પ્રધાનોએ કારપુલિંગનું પાલન કર્યું, બાકીનાને ‘મોહ’ છુટતો નથી! ઈરાન યુદ્ધ દરમિયાન સર્જાયેલી ઈંધણની કટોકટીને લઈને વડાપ્રધાન મોદીએ ઈંધણ બચાવવા માટે અપીલ…

CM, Dy.CM સહીત 6 પ્રધાનોએ કારપુલિંગનું પાલન કર્યું, બાકીનાને ‘મોહ’ છુટતો નથી!

ઈરાન યુદ્ધ દરમિયાન સર્જાયેલી ઈંધણની કટોકટીને લઈને વડાપ્રધાન મોદીએ ઈંધણ બચાવવા માટે અપીલ કરી છે. પીએમ મોદીએ કરેલી અપીલ બાદ મોટા પાયે તેનો અમલ શરૂૂ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેનું પાલન કર્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના કાફલામાં ઘટાડો કર્યો હતો. જ્યારે રાજ્યપાલે પણ જાહેર પરિવહનનો ઉપયોગ શરૂૂ કર્યો હતો. પરંતુ હવે ચિત્ર કંઈક જુદુ જ જોવા મળી રહ્યું છે. ઈંધણ બચત માટે વડાપ્રધાને કરેલી અપીલની મંત્રીઓ અવગણના કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
6 મંત્રીઓએ પીએમ મોદીની અપીલનું પાલન કર્યું.

ગુજરાત સરકારની આજે કેબિનેટની બેઠક મળી છે. આ બેઠક પહેલા આવેલા મંત્રીઓ દ્વારા જ પીએમ મોદીની અપીલની અવગણના કરાઈ હોય તેવું લાગી રહ્યું છે. આજે ગાંધીનગરમાં ગુજરાત સરકારના 6 મંત્રીઓએ પીએમ મોદીની અપીલનું પાલન કર્યું છે. જ્યારે 18 મંત્રીઓ એવા છે જેઓ પોતાની અલગ અલગ ગાડીમાં આવ્યા હતાં. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી કૌશિક વેકરિયા સહિત બે મંત્રીઓ શેરિંગ કારમાં આવ્યા હતાં. જ્યારે કેબિનેટના અન્ય ત્રણ મંત્રીઓ ઈલેક્ટ્રીક કાર લઈને આવ્યા હતાં. આજે માત્ર ફોટા પડાવવા પૂરતો જ નિયમ પાળતા કેટલાક મંત્રીઓનો ખેલ ખુલ્લો પડ્યો છે.

પીએમની અપીલનું પાલન કરનાર મંત્રીઓમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (ઘટાડેલા કાફલા સાથે આવ્યા), પ્રવીણ માળી (ઈલેક્ટ્રીક કાર લઈને), પ્રદ્યુમન વાંજા (ઈલેક્ટ્રીક કાર લઈને), સંજયસિંહ મહિડા (ઈલેક્ટ્રીક કાર લઈને), હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયા (કાર પુલિંગમાં આવ્યા) હતા.

ઋષિકેશ પટેલ, જયરામ ગામિત, નરેશ પટેલ, કનુભાઈ દેસાઈ, મનીષાબેન વકીલ, ત્રિકમ છાંગા, પી સી બરંડા, કુંવરજી બાવળિયા, રીવાબા જાડેજા, કાંતિ અમૃતિયા, કમલેશ પટેલ, રમણ સોલંકી, દર્શના વાઘેલા, અર્જુન મોઢવાડીયા, સ્વરૂૂપજી ઠાકોર, રમેશ કટારા અને ઇશ્નરસિંહ પટેલ અલગ અલગ કારમાં આવ્યા હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *