સાંઢિયા પુલનું કામ 38 ટકા, માર્ચ 2026માં ખુલ્લો મુકાશે

ગડર, પીલર, પુટિંગ અને ફિઝિકલ કામગીરી એક સાથે ચાલુ હોવાથી સમય મર્યાદામાં કામ પૂર્ણ થવાની ખાતરી રાજકોટ શહેરને જામનગર રોડથી જોડતો સાઢિયાપુલ જર્જરીત થઈ ગયા…

ગડર, પીલર, પુટિંગ અને ફિઝિકલ કામગીરી એક સાથે ચાલુ હોવાથી સમય મર્યાદામાં કામ પૂર્ણ થવાની ખાતરી

રાજકોટ શહેરને જામનગર રોડથી જોડતો સાઢિયાપુલ જર્જરીત થઈ ગયા બાદ અનેક વખત નવા બ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ જેમાં પણ 10 વર્ષ જેટલો સમય નિકળી ગયા બાદ ગત વર્ષે સાંઢિયાપુલની ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી રેલવે વિભાગ દ્વારા રૂા. 74.20 કરોડના ખર્ચે ફોરલેન બ્રીજનું કામ શરૂ કરવામાં આવ્યું છે. બ્રીજની પીલર અને ફીઝીકલ સહિતની કામગીરી એક સાથે શરૂ કરવામાં આવેલ હોય એક વર્ષ બાદ એટલે કે, માર્ચ 2026માં સાંઢિયાપુલ ખુલ્લો મુકી દેવાય તેવી સંભાવના રેલવે વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

રાજકોટ શહેરને જામનગરથી આવતા પ્રવેશ દ્વાર ઉપર રેલવે લાઈન ઉપર વર્ષો પહેલા બનાવવામાં આવેલ સાંઢિયાપુલ જર્જરીત થઈ જતાં તેને તોડી પાડવામા આવ્યો હતો અને તેના સ્થાને રૂા. 74.20 કરોડના ખર્ચે ફોરલેન બ્રીજ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ પરંતુ રેલવે વિભાગ દ્વારા પુલ બનાવવામાં આવે તેવો આગ્રહ રખાતા આ કામ રેલવેને સોંપવામાં આવ્યું છે. એક વર્ષ પહેલા માર્ચ 2024માં બ્રીજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે ત્યારે બ્રીજની 38 ટકા કામગીરી પૂર્ણ થયેલ છે. જેમાં મુખ્યત્વે પીલર પુટીંગ, ગડર અને ફિઝિકલ પ્રોગ્રેશ એક સાથે ચાલુ કરવામાં આવેલ છે.

ટેન્ડરની શરત મુજબ બે વર્ષમાં પુલનું કામ પૂર્ણ કરવાનું છે. આથી હાલ બ્રીજની કામગીરી જોતા માર્ચ 2026માં પુલ ખુલ્લો મુકવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે. સાંઢિયાપુલ ફોરલેન બનાવવા માટે ભોમેશ્ર્વર માંથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. ત્યાં પણ ફાટક આવતી હોય દરરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. આથી વહેલી તકે બ્રીજનું કામ પુર્ણ થાય તે આધારે બ્રીજના કામની મુદત આપવામાં આવી છે. જેના લીધે સંભવત બે વર્ષમાં સાંઢિયાપુલનું કામ પૂર્ણ થઈ જશે. સાંઢિયાપુલ ફોરલેન બનાવવામાં આવી રહ્યો છે. છેલ્લા એકવર્ષ દરમિયાન 20 પુટીંગ પૈકી 16 ભરાઈ ગયા છે તથાં 40માંથી 26 પિલર ઉભા થઈ ગયા છે. તેવી જ રીતે સેક્ધડ પીલરમાંથી 35માંથી 10 ઉભા થઈ ગયેલ છે. અને 120 ગડર પૈકી 78 ગડર કંપલીટ થઈ ગયેલ હોય ફીઝીકલ પ્રોગ્રેશના રિપોર્ટમાં 38 ટકા કામગીરી પૂર્ણ થયાનું જણાવવામાં આવ્યું છે. મુખ્ય કામગીરી 38 ટકા થઈ ગયેલ હોય બાકીનું કામ ઝડપી થશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *