ઉપલેટા પંથકની 3 નદીઓમાંથી રાત-દિવસ રેતીનું ખનન

  ઉપલેટા તાલુકામાંથી 3 મોટી નદિઓ પસાર થાય છે. આ નદિના પટમાં રેતી હોવાનું ખનીજ માફીયાઓના ધ્યાને આવતા છેલ્લા 8 વષેથી નામીઅનામી રીતે ગેરકાયદેસર લીઝ…

 

ઉપલેટા તાલુકામાંથી 3 મોટી નદિઓ પસાર થાય છે. આ નદિના પટમાં રેતી હોવાનું ખનીજ માફીયાઓના ધ્યાને આવતા છેલ્લા 8 વષેથી નામીઅનામી રીતે ગેરકાયદેસર લીઝ ધારકો રેતીનું રાત દિવસ ખનન કરી ઉપલેટા થી અંદાજીત 70 થી 80 કી.મી. ના અંતર સુધી સપ્લાય આપી સરકારી તંત્રને કરોડો રૂૂપીયાની નુકશાની અને જે તે રોડ રસ્તાઓ પરથી લોડેડ વાહનો પસાર થતાં હોય છે તે પબ્લીક પોપર્ટીને પણ ભારે નુકશાન થતું હોવાની ફરીયાદ ઉપલેટા તાલુકાના નગરજનો, રાજકિય સામાજીક આગેવાનો, દ્રારા ઉચ્ચ તંત્રએ રજુઆતો કરવા છતાં પણ તંત્ર આ બાબતે નિષ્ક્રિય હોય તેવું જણાવી રહયા છે.

આવી જ રીતે આજથી તાલુકાના વરજાંગ જાળીયા, નાગવદર, વાડલા, ખારચીયા, સહિતના વેણુ નદિના પટમાં મોટા પ્રમાણમાં રેતીનો જથ્થો જણાતાં ત્યાં નદિ વિસ્તારના કાંઠા તોડી લીઝ ધારકોએ પોતાના મોટા વાહનો ઉતારવા માટે રસ્તા બનાવેલ છે. અને ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી રહયા છે. આ અંગે આ ગામના લોકોએ એકઠા થઈ પોલીસ, મામલતદાર, અને કલેકટર સુધી જાણ કરી જણાવેલ કે કાંઠા વિસ્તારમાં પાણી હોય જે કાંઠા તોડવાથી ગામ સુધી પાણી પહોંચ્યું છે. અને આવનાર ચોમાસાના દિવસો દરમ્યાન નદિ કાંઠા તોડેલ છે. તે નદિમાં પુરની પરીસ્થિતીએ ગામમાં ભયંકર તબાહી સર્જશે જે તંત્રને ઘ્યાને આવતું ન હોય અને આમ પણ તંત્ર જાણે છે કે ભાદર નદિ વિસ્તારમાં આવતાં લાઠ, ભીમોરા, મજેઠી, કુંઢેચ સહિતના ગામડાઓ દર સાલ નદિમાં ઘોડાપુર હોવાથી પાણી કાંઠાસમુ થઈ ગામતળની ખેતરાઉ જમીન સુધી પહોંચી જાય છે. ત્યારે બે રોક ટોક આવા ખનીજ માફીયાઓને છાવરી રેતીનું પરીવહન કરવાની છૂટ આપતા અધિકારીઓને આ વાત યોગ્ય ન હોવાનું ઉપરોકત તમામ ગામના આગેવાનો(રહિશો) લેખીત ફરીયાદ અને અખાબરી નિવેદન દ્રારા જાણ કરેલ છે.

ડપ્લિકેટ લીજોનો રાફડો ફાટયો
ઉપલેટા તાલુકાના ત્રણ નદીમાંથી બેફામ રોકટોક વગર સ્થાનિક અધિકારી અને આગેવાનોની મહેરબાની થી ઉપલેટા તાલુકાના વર્ઝન યારીયા કે જે નેશનલ હાઇવે ના પુલના પાયામાંથી રેતીનું ખનન થાય છે અને કોઈપણ અનચયની બનાવ બની શકે તેવી સ્થિતિ છે જો આવું કંઈ બનશે તો જવાબદારી કોની સ્થાનિક અધિકારીઓ કે સ્થાનિક આગેવાનો આનો કોઈ જવાબ આપી શકે એમ નથી આ જ રીતે વેણુ નદીમાં ખારકી અને મારી કયા ગામે પણ કોઈપણ જાતની લીચ કે પરવાના વગરની ડુપ્લીકેટ લઈ જો નદીમાં ફોટો મૂકી અને કાયદેસર લીજ હોય એ જ રીતે ચાલુ છે ત્યારે ખાણ ખનીજ અધિકારીઓ રેવન્યુ વિભાગ અને પોલીસ સામે લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે વર્ઝન ગેડિયા રબારીકા અને ખારકીયા માં ગેરકાયદેસર લેજો ડુપ્લીકેટ લીજો ચાલી રહી છે તે જો અટકાવવામાં નહીં આવે તો તેમનો વિડીયો રેકોર્ડિંગ કરી અને ઉચ્ચકક્ષ એ રજૂઆતો કરવામાં આવશે એમ છતાં નહીં માને તો અધિકારીઓ સામે વ્યક્તિગત ફરિયાદો કરવાની પણ ચીમકી આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *