શહેરમા ખાણી પીણી સહીતની દુકાનોમા ફુડ શાખા દ્વારા સમયાંતરે દરોડા પાડી અને સેમ્પલ લેવામા આવી રહયા છે તાજેતરમા ત્રણ સ્થળેથી લીધેલા નમુના ફેલ થતા ત્રણેય વેપારીઓને દંડ ફટકારવામા આવ્યો હતો.
રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થવાના કેસો એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ સમક્ષ ચાલ્યા હતા. ખાદ્ય સુરક્ષા કાયદાના ભંગ બદલ શહેરમાંથી લેવાયેલા ત્રણ જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં, એડિશનલ કલેક્ટરે કાયદાનું પાલન ન કરનાર વેપારીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરી છે.
સુનાવણી બાદ, એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ દ્વારા કુલ રૂ. 95,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ક્રીમ ઝોન (નાના મવા) આઇસ્ક્રીમ 60 હજાર,ખોડિયાર વિજય ડેરી ફાર્મ,આઇસ્ક્રીમ 20 હજાર,આબાદ ગૃહ ઉદ્યોગ ઠંડુ પીણું (પીણું) 15 હાજરનો દંડ ફટકારવામાં આવ્યો છે.
