લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલને સિનિયર-જુનિયર વકીલોનું સમર્થન હોવાથી જીતનો વિજય વિશ્ર્વાસ
રાજકોટ બાર એસો. ની ચુંટણીને હવે માત્ર ગણ્યા દિવસો બાકી છે ત્યારે લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલ કે જેનુ નેતૃત્વ સુરેશ ફળદુ જેવા એનરજેટીક વ્યકિત, બેબાક વકતા અને તરવરીયા યુવા વકીલ કરી રહયા હોય અને સાથે નવી જોમ જુસ્સાથી ભરપુર યુવા ટીમ જેમા ઉપપ્રમુખ પદે સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદે મેહુલ મેહતા, જોઈન્ટ સેક્રેટરી પદે સંદિપ વેકરીયા, ટ્રેઝરર પદે રેખાબેન લીંબાસીયા(પટેલ), લાઈબ્રેરી સેક્રેટરી પદે સાગર હપાણી, કારોબારી સભ્ય(મહીલા અનામત) માટે હીરલબેન જોષી, અરૂૂણાબેન(અલ્કાબેન) પંડયા, મીતાબેન રાવ, કારોબારી સભ્ય પદના ઉમેદવારો અમિત વેકરીયા, કશ્યપ ઠાકર, દિપ વ્યાસ, જતીન ઠકકર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણા વિ. ઉમેદવારી નોંધાવેલ છે. સમરસ પેનલ માંથી ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો યુવા અને અનુભવનુ સંયોજન છે. આ પેનલમા વર્ષો થી પ્રેકટીસ કરતા અનુભવી સીનીયર ધારાશાસ્ત્રીઓ સાથે વિચારશીલ, યુવા, કાર્યક્ષમ વકીલો પણ છે, જે બારમા સ્થીરતા સાથે નવીનતા લાવવાનો આત્મ વિશ્વાસ ધરાવે છે. અનુભવી ઉમેદવારો બારના વહીવટ, કોર્ટ સાથે ના સંકલન અને સંસ્થાગત મુદાઓમા માર્ગદર્શક ભુમીકા ભજવશે જયારે યુવા ઉમેદવારો નવી વિચારધારા, ટેકનોલોજીનો ઉપયોગ થી બારની કામગીરી ઝડપી, સરળ અને પરીણામ લક્ષી બનાવશે.
રાજકોટ બારના રેવન્યુ, સીવીલ, ક્રિમીનલ, લેબર, ટેકસેશન, કોર્પોરેટ, ક્ધઝયુમર સહીતના તમામ ક્ષેત્રમા પ્રેકટીસ કરતા સીનીયર તથા જુનીયર ધારાશાસ્ત્રીઓએ સમરસ પેનલને એકસુરે પોતાનો વ્યાપક અને ખુલ્લો ટેકો પેનલને જાહેર કરેલ છે. વિવીધ ક્ષેત્રના વકીલ ઓ મા સમરસ પેનલની વિચારધારા અને કાર્યપધ્ધતી પ્રત્યે વિશેષ વિશ્વાસ વ્યકત થઈ રહ્યો છે.
સમરસ પેનલને નવી કોર્ટ બિલ્ડીંગમા વકીલોને લગતા જમીની સ્તરના પ્રશ્નો, બેસવાની સુવીધા, લાઈબ્રેરી, બાર રૂૂમ, સ્વચ્છતા તથા જુનીયર વકીલ ઓના વ્યવસાયીક પ્રશ્નોનુ અસરકારક અને સમય બધ્ધ નિરાકરણ લાવવાનો નિર્ધાર વ્યકત કરેલ છે.
આ સાથે સમરસ પેનલે નોટરી તથા રેવન્યુ પ્રેકટીસ કરતા ધારાશાસ્ત્રીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનુ પણ યોગ્ય અને ન્યાયસંગત નિરાકરણ લાવવા સચોટ પ્રયાસો કરવાની ખાત્રી આપી છે, નોટરી પ્રક્રિયામા આવતી વહીવટી મુશ્કેલીઓ તથા રેવન્યુ ક્રોર્ટ અને કચેરીમા વકીલ ઓને પડતી અડચણો દુર કરવા માટે સબંધીત સત્તાધીશો સાથે સંવાદ અને રજુઆત કરવામા આવશે.
વધુમા રાજકોટ ને વિવીધ મહત્વની ટ્રીબ્યુનલ મળે તે માટે સમરસ પેનલ સક્રિય પ્રયાસો કરશે જેથી વકીલો તથા ન્યાયાર્થીઓને અમદાવાદ કે અન્યો શહેરોમા જવુ ન પડે અને પોતાના સમય અને ખર્ચની બચત થાય.
સીનીયર જુનીયર વકીલો વચ્ચે સુમેળ પારદર્શક વહીવટ અને વકીલ હીતને કેન્દ્રમા રાખતી નિતી સાથે સમરસ પેનલ આજે બારમા વિશ્વાસ અને આશાનુ પ્રતિક બનેલ છે, વધતા ટેકા અને સહમતીને જોતા આવનાર ચુંટણીમા સમરસ પેનલની જીત નિશ્ચીત હોવાનુ વકીલ વર્તળોમાં ચર્ચાઈ રહયુ છે.
સુરેશ આર. ફળદુ (પ્રમુખ)
સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ ધારાશાસ્ત્રી લલિતસિંહ જે. શાહી સાથે સને- 2001 થી જુનીયર તરીકે જોડાઈ કાયદાના ક્ષેત્રમા ખુબ જ ટુંકા સમયમા આગવી હરોળમા સ્થાન પ્રાપ્ત કર્યુ છે ખોડલ ધામ જેવી સંસ્થામા કાનુની સેવા ઉપરાંત બેંકો, ફાઈનાન્સ કંપનીઓ, સામાજીક સંસ્થાઓ અને મંડળીઓમા કાનુની સલાહ અને સેવાઓ આપી રહેલ છે. સને 2023 / 2024 મા ઉપપ્રમુખ પદે ચુટાયા બાદ જુની કોર્ટથી નવી કોર્ટ સ્થળાંતર પ્રક્રિયા તેમજ વકીલ રૂૂમની ફાળવણી અને બાર એસો. માટેની પાંચ એકર જગ્યાની મહત્વની કામગીરી મા સાથે રહી સફળ અનેપારદર્શક નેત્રુત્વ પુરૂૂ પાડી બારના સભ્યોના દિલ જીતી લીધા છે.
સિધ્ધરાજસિંહ કે જાડેજા (ઉપ પ્રમુખ)
રાજકોટમાં 25 વર્ષથી વધુ સમયથી વકીલાતક્ષેત્રે બહોળો અનુભવ ધરાવનાર સિધ્ધરાજસિંહ ખુબ મોટી લોકચાહના ધરાવે છે, ભુતકાળમાં અનેક હોદા ઉપર રાજકોટ બાર એસોસીએશનમાં સેવા આપી ચુકયા છે, ક્રિમીનલ ક્ષેત્રે ખુબ સારી પકડ ધરાવતા સિધ્ધરાજસિંહને વકીલોના તમામ સંગઠનો અને તમામ ક્ષેત્રો માંથી જીતવા માટે આપવાશન આપવામાં આવેલ છે.
મેહુલ વી. મહેતા (સેક્રેટરી)
વર્ષ – 2005 થી રાજકોટ બાર એસો. મા સભ્ય તરીકે રાજકોટના સીવીલ ક્ષેત્રના સીનીયર ધારાશાસ્ત્રી હરેશ બી. દવે સાથે અને માર્ગદર્શન હેઠળ વકીલાતની શરૂૂઆત કરેલ, સીવીલ આબટ્રેશિન, સરફેશી પ્રકારના ડીસ્પયુટમાં ખુબ જ સારી રીતે લડત આપી રહ્યા છે, જેઓ નેશ્નાઈલાઈઝડ બેંક તથા રાજકોટ નાગરીક સહકારી બેંક લી. મા પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહયા છે.સંધના સ્વંય સેવક અને વિધાર્થી પરીષદમા વિધાર્થી કાળ દરમ્યાન જવાબદારીઓ નિભાવેલ છે, અને બ્રમ્હ સમાજની વિવીધ સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. જેઓએ વર્ષ -2023/2024 મા નવી કોર્ટ બીલ્ડીંગના ઉદઘાટન સમયગાળામા રાજકોટ બાર એસો. ના લાઈબ્રેરી સેક્રેટરી તરીકેની ફરજ સફળતા પુર્વક નિભાવેલી હતી.
સંદીપ વેકરીયા (જોઈન્ટ સેક્રેટરી)
રેવન્યુ અને સીવીલક્ષેત્રમાં સીનીયર વકીલ વિરલભાઈ પટેલ અને દિનેશભાઈ પરસાણા સાથે વકીલાતની શરૂૂઆત કરેલ, અગાઉ ત્રણ વખત કારોબારી સભ્ય , એક વખત લાઈબ્રેરી સેક્રેટરી અને સેકેટરી તરીકે સેવાઓ આપી ચુક્યા છે. મુખ્ય કામગીરીમા તેઓના કાર્યકાળ દરમ્યાન સતત ચાર મહીના લાઈબ્રેરી, દરેક રૂૂમ, લોબી, કોર્ટ અને કેમ્પસના ટેબલ તેમજ લાઈબ્રેરીને સંપુર્ણપણે રીનોવેટ કરી શ્રેષ્ઠતમ લાઈબ્રેરી બનાવવાનુ શ્રેય સંદીપભાઈના ફાળે જાય છે. તેમજ સંદીપભાઈ ખોડલ ધામ લીગલ સમીતીમા પણ સેવાઓ આપી રહયા છે.
રેખાબેન લીંબાસીયા (પટેલ) (ટ્રેઝરર)
લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા ટ્રેઝરર પદમા રેખાબેન લીંબાસીયા (પટેલ) સને 1999 ના વર્ષ થી પુર્વ મદદનીશ સરકારી વકીલ રજનીબા રાણાના માર્ગદર્શન તળે સીવીલ, ફીમીનલ, લેબર તથા મેટ્રોમોનીયલ કેસોમા સફળતા પુર્વક કામગીરી કરેલી છે. અને સને- 2009 થી સ્વતંત્ર રીતે સીવીલ, ડ્રીમીનલ, રેવન્યુ, ફેમીલી કોર્ટ કેસો તથા રાજકોટ નાગરીક સહકારી બેંક લી., રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક તથા રાજકોટ મ્યુનીશીપલ કોર્પોરેશનના આવાસ વિભાગમા પેનલ એડવોકેટ તરીકે અને ખોડલધામ લીગલ સમીતી, રાજકોટમા લીગલ સલાહકાર સમીતીની તેમજ છેલ્લા ત્રણ વર્ષ થી રાજકોટમા મીડીએશન સેન્ટરમાં મીડીએટર તરીકેની જવાબદારી નિભાવી રહેલ છે. સને 2016 / 17 તથા 2023 / 24 ના વર્ષમા રાજકોટ બાર એસો. મા મહીલા અનામત કારોબારી સભ્ય તરીકે જવાબદારી નિભાવેલી છે.
સાગર હપાણી (લાઈબ્રેરી સેક્રેટરી)
લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા લાઈબ્રેરી સેક્રેટરી પદમા ઉમેદવાર તરીકે ઉમેદવારી કરનાર સાગર હપાણી છેલ્લા નવ વર્ષ થી રાજકોટ ખાતે વકીલાત કરી રહ્યા છે, તેમના બનેવી મુકેશભાઈ કામદાર કે જેઓ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં વાઈસ ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા છે, અને તેમના માર્ગદર્શન હેઠળ સાગરભાઈ રાજકોટ ખાતે વકીલાત ક્ષેત્રમા પોતાનુ બહોળુ મિત્ર વર્તુળ ઉભુ કરી વકીલ એસોશીએશન તરફ થી ધણી બધી ક્રિકેટ ટુર્નામેન્ટમા આગવું યોગદાન આપેલ છે.
યશ ચોલેરા (કારોબારી સભ્ય)
લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા કારોબારી પદમા ઉમેદવારી નોંધાવનાર યશ ચોલેરા કે જેઓ નવ વર્ષ થી રાજકોટ ખાતે વકીલાત કરી રહયા છે, અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંધ, વિશ્વ હીન્દુ પરીષદ અને ભા.જ.પા. મા અનેક વિધ જવાબદારીઓ નિભાવેલ છે, અમરેલી જીલ્લાના રાજુલા ગામથી રાજકોટ ખાતે આવી વકીલાતની શરૂૂઆત આર. ડી. ઝાલા સાહેબ સાથે શરૂૂ કરી ખુબ જ ટુંકા સમયમા રાજકોટમા બહોળુ મિત્ર વર્તુળ ધરાવી લોહાણા અગ્રણી તરીકે નામના મેળવેલ છે.
કેતન જેઠવા (કારોબારી સભ્ય)
લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા કારોબારી પદમા ઉમેદવારી નોંધાવનાર કેતન જેઠવા કે જેઓ વીસ વર્ષ થી રાજકોટ ખાતે વકીલાત કરી રહયા છે. અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંધ, વિશ્વ હીન્દુ પરીષદ અને ભા.જ.પા. મા અનેક વિધ જવાબદારીઓ નિભાવેલ છે, જેઓની શરૂૂઆતની વકીલાત રાજકોટના નામાંકીત એડવોકેટ સ્વ. અભયભાઈ ભારધ્વાજ સાથે રહી શરૂૂ કરેલ, અને સીવીલ તથા રેવન્યુ ના ક્ષેત્રમા ખુબ જ સારી નામના મેળવેલ છે.
દિપ વ્યાસ (કારોબારી સભ્ય)
લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા કારોબારી પદમા ઉમેદવારી નોંધાવનાર દિપ વ્યાસ કે જેઓ સાત વર્ષ થી રાજકોટ ખાતે વકીલાત કરી રહયા છે, અને તેમના પિતા પી. સી. વ્યાસ કે જેઓ રાજકોટના ખુબ જુના અને જાણીતા એડવોકેટ છે જેઓ ભુતપુર્વ સરકારી વકીલ રહી ચુકયા છે, જેમના પુત્ર દિપ વ્યાસ પોતાની વકીલાતની શરૂૂઆત ભગીરથસિંહ ડોડીયા સાથે શરૂૂ કરી ખુબ જ ટુંકા સમયમા બહોળુ મિત્ર વર્તુળ ઉભુ કરેલ છે.
જતીન ઠકકર (કારોબારી સભ્ય)
લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા કારોબારી પદમા ઉમેદવારી નોંધાવનાર જતીન ઠકકર કે જેઓ 21 વર્ષ થી રાજકોટ ખાતે વકીલાત કરી રહ્યા છે,, જેઓની શરૂૂઆતની વકીલાત રાજકોટના નામાંકિત એડવોકેટ સ્વ. અભયભાઈ ભારધ્વાજ સાથે રહી શરૂૂ કરેલ, અને સીવીલ તથા રેવન્યુ ના ક્ષેત્રમા ખુબ જ સારી નામના મેળવેલ છે, ભુતકાળમા વર્ષ – 2018 (19 મા ચુંટાયેલ બોડીમા લાઈબ્રેરી સેક્રેટરી તરીકે ફરજો નીભાવી ચુકયા છે.
કશ્યપ ઠાકર (કારોબારી સભ્ય)
લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા કારોબારી પદમા ઉમેદવારી નોંધાવનાર કશ્યપ ઠાકર કે જેઓ 8 વર્ષ થી રાજકોટ ખાતે વકીલાત કરી રહ્યા છે, જેઓની શરૂૂઆતની વકીલાત રાજકોટના નામાંકીત એડવોકેટ અશ્વીનભાઈ ગોસાઈ સાથે રહી શરૂૂ કરેલ, જેઓના કાકા પરેશભાઈ ઠાકર પણ ભા.જ.પા. અને બ્રમ્હ સમાજના અગ્રણી છે. જેઓ બ્રમ્હ સમાજની વિવીધ સંસ્થઓ સાથે સંકળાયેલ છે.
રણજીત મકવાણા (કારોબારી સભ્ય )
રાજકોટના યુવા એડવોકેટ રણજીત મકવાણાએ રાજકોટ ખાતે વર્ષ.2014 થી સિનીયર એડવોકેટ રમેશભાઈ યુ.પટેલ સાથે એડવોકેટ તરીકે રાજકોટની અદાલતોમાં વકીલાતની શરૂૂઆત કરેલ છે, તેઓ ક્રિમીનલ, સિવીલ, ક્લેઈમ વિગેરે કેસો તથા રાજકોટ ડિસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટમાં ખુબ જ મહત્વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલ છે અગાઉ રાજકોટ બાર એસોસીએશન વર્ષ.2023-24 ના વર્ષમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપેલ હોય અને રાજકોટ બારની પોતાની માતૃસંસ્થા ગણી હંમેશા બાર માટે સારા કાર્ય કરવાની ભાવના સાથે હંમેશા આગળ રહેલ છે.
હીરલબેન જોષી (કારોબારી સભ્ય-મહિલા અનામત)
વકીલાતની શરૂૂઆત ભાવીનભાઈ નિરંજનભાઈ દફતરી સાથે શરૂૂ કરી અને હાલમા દસ વર્ષ થી વકીલાત ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે, વર્ષ- 2024 મા કારોબારી સભ્ય તરીકે ચુંટાઈ અને કોર્ટ ટ્રાન્સફરની પ્રક્રિયામા સહભાગી બનેલ છે, મહીલા બાર એસો. ધ્વારા બહેનો માટે સેલ્ફ ડીફેન્સ માટે ત્રણ દિવસના કોર્સનુ આયોજન કરેલ, હાલમા રાજકોટ મહાનગર પાલીકાના આવાસ વિભાગ અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળમા લીગલ એડવાઈઝર તરીકે સેવાઓ આપી રહયા છે, અને બ્રમ્હ સમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ છે.
મીતાબેન રાવ (કારોબારી સભ્ય-મહિલા અનામત)
વકીલાતની શરૂૂઆત રાજકોટના સીનીયર એડવોકેટ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને વરેલા તુલસીદાસ ગોડલીયા સાથે શરૂૂ કરી અને હાલમા 17 વર્ષ થી વકીલાત ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે, જેઓ ફેમીલી કોર્ટ ઉપરાંત સીવીલ અને રેવન્યુ ક્ષેત્રે વકીલાત કરી રહ્યા છે, અનેક સામાજીક સંસ્થાઓ મા સેવાઓ આપી રહયા છે, અને ફેમીલી કોર્ટમાં અગાઉ સેવાઓ આપી ચુકયા છે, અને રાજકોટ નાગરીક સહકારી બેંક લી. મા પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહયા છે. તથા મીડીએશન સેન્ટર મા મીડીએટર તરીકે અને તાલુકા લીગલ સર્વીસ ઓથોરીટીમા પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહ્યા છે. જેઓ મહીલા વકીલ ના પ્રશ્ન અગ્રેસર રહ્યા છે.
અલ્કા(અરૂૂણા)બેન પંડયા (કારોબારી સભ્ય-મહિલા અનામત)
અલ્કાબેન પંડયાના પિતા નિવૃત્ત એકસ-આર્મીમેન હતા, વર્ષ – 2000 ની સાલ થી વકીલાતના ક્ષેત્રે સંકળાયેલ છે, તેમજ સીવીલ અને ક્રિમીનલ તથા ફેમીલી કોર્ટના ક્ષેત્રે વકીલાત કરી રહયા છે, ઉપરાંત ભારત સરકારના નોટરી તરીકે સેવાઓ આપી રહયા છે, જેઓ માજી સૈનીક સંગઠન – રાજકોટના જીલ્લા મહીલા પ્રમુખ તરીકે છેલ્લા પાંચ વર્ષ થી ફરજ બજાવી રહયા છે, જેઓ પોતાના બહોળા મિત્ર વર્તુળ તેમજ રાજકોટ મહીલા બારના સેકેટરી તરીકે ફરજો બજાવી રહયા છે
