રાજકોટની વિવિધ બેંકોના ડિરેકટરો, સહકારી આગેવાનો અધિવેશનમાં ભાગ લેવા રવાના
સહકાર ભારતીના પ્રદેશ ઉપાધ્યક્ષ નલીનભાઈ વસા, ચીમનભાઈ ડોબરીયા પ્રદેશસંગઠન પ્રમુખ, રાજકોટના સહકાર ભારતીના અધ્યક્ષ ડો. એન,ડી,શીલુ મહામંત્રી જયેશભાઈ સંઘાણી અર્બન કોપરેટીવ બેંકના પ્રકોષ્ઠના સંયોજક દિપકભાઈ પટેલ સહસંયોજક દિપકભાઈ મકવાણા ની સંયુક્ત યાદી જણાવે છે કે સહકાર ભારતી અર્બન કો-ઓપરેટીવ બેંકનું રાષ્ટ્રીય અધિવેશન જયપુર ખાતે બિરલા હોલમાં તા.10,11-સપ્ટેમ્બર2025માં જયપુર ખાતે બિરલા હોલ માંયોજાય રહ્યું છે દરેક અર્બન કોપરેટીવ બેંકના ચેરમેન વાઇસ ચેરમેન તથા એમડી અને સીઈઓ અને કાર્યકારી અધિકારીઓ અપેક્ષિતો હોય છે એટલે અંદાજે 2,000 થી વધુ પ્રતિનિધિઓ બેંકના પ્રશ્નો વિશે ચિંતન કરશે.
બે દિવસ ચાલનારા શહેરી સહકારી બેંકોના આ અધિવેશનના ઉદ્ઘાટન સત્રમાં રાજસ્થાનના મુખ્યમંત્રી આદરણીય મદનલાલ શર્મા જી તથા સહકારિતા મંત્રી ગૌતમજી દક ઉપસ્થિત રહી માર્ગદર્શન કરશે. તથા સમાપન સત્રમાં રાજસ્થાનના રાજ્યપાલ મહામુહીમ હરિભાઉજી બાગડે માર્ગદર્શન કરશે. અધિવેશનને સહકારભારતીને રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય જોશી તથા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર સતીશજી મરાઠે અને મહામંત્રી દિપકજી ચોરસીયા સંબોધન કરશે.
સહકારી આગેવાન જ્યોતિન્દ્રભાઈ મહેતા ચેરમેન નેશનલ અર્બન કોપરેટીવ ફાઇનાન્સ એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન,, સહકારી ભારતીના પ્રદેશના ઉપાધ્યક્ષ નલીનભાઈ વસા, અર્બન કો ઓપરેટિવ બેંકના પ્રકોષ્ઠના સંયોજક દિપકભાઈ પટેલ, સહસંયોજક દિપકભાઈ મકવાણા, રાજકોટ નાગરિક બેંકના ચેરમેન ડો. દિનેશ ભાઈ પાઠક, વિજય બેંક ના ચેરમેન નિકુંજ ભાઈ ધોળકિયા , વાઇસ ચેરમેન ધીરેનભાઈ પારેખ, આર,સી,સી બેંકના સીઈઓ પુરુષોત્તમ ભાઈ પીપળીયા ધીકોપરેટીવ બેંક ઓફ રાજકોટ લિ.બેંકના સીઈઓ જુલીબેન સાવલિયા,સહકારી આગેવાન શ્રી જીમીભાઈ દક્ષિણી ,રાજકોટ નાગરિક સહકારી બેંક ડિરેક્ટર શૈલેષભાઈ મકવાણા, અશોકભાઈ ગાંધી, નવીનભાઈ પટેલ, કલ્પેશભાઈ પંચાસરા, સીઈઓ, વિનોદભાઈ શર્મા, સાગરભાઇ શાહ ,વિજય કોમર્શિયલ બેંકના ડિરેક્ટર જયેશભાઈ વસા, તુલસીદાસ ગોંડલીયા, ભીમરાજસિંહ ઝાલા એજીએમ ધી. કોઓપરેટીવ બેંક ઓફ રાજકોટ વિજયભાઈ ખૂટ એજીએમરાજકોટ પીપલ્સ કોપરેટીવ બેંક ભાવેશભાઈ વી રાબડીયા (મેનેજર) રાજકોટ પીપલ્સ કોપરેટીવ બેંક, રાજુભાઈ દુદાણી એ જી એમ સીટીઝન કોપરેટીવ બેંક, આશિષભાઈ જોશી આઇટી ઓફિસર સીટીઝન કો-ઓપરેટીવ બેંક તેમજ સૌરાષ્ટ્ર ભરમાંથી જનાર છે. અધિવેશનમાં વધુ વિશેષ માહિતી માટે સંપર્ક સેતુ સી અભય માટે, નલીનભાઈ વસા, સીએ અજયભાઈ બ્રમહેચા ઋષિરાજભાઈ સિસોદીયા સંપર્ક કરવાનો રહેશે.
