શહેરમાં યુનિવર્સિટીમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી સગીરાની ઇન્સ્ટા.ફ્રેન્ડ સાથે સગાઇ થઇ ગઇ હતી. બાદમાં પૂર્વ ઇન્સ્ટા. ફ્રેન્ડે લગ્નની માંગણી કરી સગીરાનુ ફેક આઇડી બનાવ્યાની સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ લેવાના બદલે મારમાર્યો હોવાના આક્ષેપ સાથે ફિનાઇલ પી લીધુ હતુ આ અંગે મહિલા આયોગમાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ યુનિ.રોડ પર આવેલા પુષ્કારધામ વિસ્તારમાં રહેતી અને જૂનાગઢ હોસ્ટેલમાં રહી ધો.12માં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના 10 વાગ્યાના અરસામાં ફિનાઇલ પી લીધી હતુ સગીરાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ફિનાઇલ પી લેનાર સગીરાને ઇન્સ્ટા. ફ્રેન્ડ મીતગીરી સાથે આંખ મળી જતા ચાર માસ પહેલાજ સગીરાની સગાઇ કરવામાં આવી હતી. સગાઇ બાદ સગીરાના પૂર્વ ઇન્સ્ટા. ફ્રેન્ડ રવિરાજિંસંહ નરેન્દ્રસિંહ (રહે. ઢુવા)એ સગીરા પાસે લગ્નની માંગણી કરી હતી. પરંતુ સગીરાએ સગપણ થઇ ગયાનું કહેતા રવિરાજસિંહએ સગીરાનુ ફેક આઇડી બનાવ્યુ હતુ. જે અંગે ભાવીભથારે ફેક આઇડી પર કોન્ટેક કરી પૂછપરછ કરતા હળવદથી પ્રદિપ કાઠી બોલુ છુ. વિગત લેવી હોય તો અહીં આવ અથવા પોલીસ સ્ટેશનમાં જા ત્યા માર નામની વિગત મળી જશે તેવી ધમકી આપી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઇમના પોલીસ કર્મીઓએ સગીરાને મારમાર્યો હતો. જે અંગે ગાંધીનગર માનવ અધિકાર પંચમાં ફરિયાદ નોંધવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે યુનિ. પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
