સટ્ટાનું રેકેટ ચલાવતો આંગડિયા પેઢીનો સંચાલક ઝડપાતા દેશભરમાં 316 પંટરોનું લિસ્ટ મળ્યું
માસ્ટર આઇ.ડી. આપનાર ગોંડલ અને પોરબંદરના બે શખ્સોના નામ ખૂલ્યા
શહેરનાં એરપોર્ટ રોડ પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીનાં આધારે ક્રિકેટ સટ્ટાનુ રેકેટ ચલાવતા આંગડીયા પેઢીનાં માલીકની ધરપકડ કરીને તપાસ કરતા ક્રિકેટ – કેસીનો અને અલગ અલગ ગેમ્સ પર ચાલતા સટ્ટાનાં રેકેટનો પર્દાફાશ થયો હતો . ક્રાઇમ બ્રાંચની ટીમે કરેલી તપાસમા આંગડીયા પેઢીનાં સંચાલક અને બુકી એવા પડધરીનાં પરાગ ચંદ્રકાંત ચગનાં મોબાઇલમાથી દેશભરનાં 316 પંટરોનુ મોટુ લીસ્ટ મળી આવ્યુ હતુ . તેમજ માસ્ટર આઇડી આપનાર પુણેનાં બે શખસોનાં નામ પણ ખુલ્યા હતા. આ મામલાની તપાસમા મોટુ સટ્ટાનુ રેકેટ બહાર આવે તેવી શકયતા છે.
મળતી વિગતો મુજબ ક્રાઇમ બ્રાંચનાં એએસઆઇ ચેતનસિંહ ગોહીલ સાથે હેડ કોન્સ દીપકભાઇ ડાંગર , તથા ઉમેદભાઇને મળેલી બાતમીનાં આધારે એરપોર્ટ રોડ ફાટક પાસેથી રાજકોટનાં ટ્રીનીટી ટાવર ફલેટ નં બી 103 મા રહેતા અને આંગડીયા પેઢી ચલાવતા મુળ પરાગ ચંદ્રકાત ચગની ધરપકડ કરી હતી . જેની પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો તે ચેક કરતા તેમાથી અલગ અલગ આઇડી મળી આવ્યા હતા જે સટ્ટાનાં આઇડીમા તપાસ કરતા માસ્ટર આઇડી મારફતે ક્રિકેટ તેમજ કેસીનો સહીતની ગેમ્સ પર સટ્ટાનુ મોટુ રેકેટ ચલાવતો હોવાનુ ખુલ્યુ હતુ તપાસ દરમ્યાન અલગ અલગ 316 જેટલા આઇડી મળી આવ્યા હતા જે 316 પંટરોનુ લીસ્ટ આઇડી સાથે મળી આવતા તે બાબતે પુછપરછ કરતા પરાગે આ માસ્ટર આઇડી પુણેનાં વતની અને હાલ ગોંડલ પાસે આશાપુર ચોકડી નજીક રહેતા પ્રીયાંક વિક્રમ ચંદારાણા અને મુળ પોરબંદરનાં અને હાલ દગડુ શેઠ ગણપતિ મંદિર પાસે રહેતા ભાવેશ દતાણીનુ નામ ખુલ્યુ હતુ.
પકડાયેલ પરેશ ચગ છેલ્લા છ મહીનાથી આ સટ્ટાનુ નેટવર્ક ચલાવતો હતો . અને સ્ટોનએકસ અને રેમોએકસ 247 નામની માસ્ટર આઇડી માથી અલગ અલગ 316 જેટલા પંટરોને આઇડી આપતો હતો . અને સટ્ટો રમાડતો હતો આઇડી બનાવી તેનાં રુપીયામા ભાગીદારીથી આ સટ્ટાનુ નેટવર્ક ચલાવતા પરાગની ધરપકડ કરી તપાસ કરતા હજુ મોટુ રેકેટ ખુલે તેવી શકયતા છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સાથે અધીક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા , ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા , એસીપી બી. બી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. આર ગોંડલીયા , એમ. એલ ડામોર , સી. એચ જાદવની ટીમનાં ચેતનસિંહ ગોહીલ, દીપકભાઇ ડાંગર, કનકશી સોલંકી અને ઉમેદભાઇ ચાવડા સહીતનાં સ્ટાફે કામગીરી કરી હતી.
સ્થાનિક પોલીસની ભીંસ વધતા પ્રિયાંક અને ભાવેશે પૂનાથી નેટવર્ક શરૂ કર્યુ
મુળ ગોંડલના આશાપુરા ચોકડી પાસે રહેતા પ્રિયાંક પ્રિયંક વિક્રમભાઈ ચંદારાણા અને મુળ પોરબંદરના ભાવેશ દત્તાણી કે જેણે પુનાથી આ ક્રિકેટ સહિતની ઓનલાઈન ગેમ્સમાં સટ્ટાનું નેટવર્ક ચલાવતા હોવાનું ખુલ્યું છે. આ બન્ને શખ્સો અગાઉ સૌરાષ્ટ્રમાં જ નેટવર્ક ચલાવતા હતાં પરંતુ સ્થાનિક પોલીસની ભીંસ પડતા બન્ને શખ્સોએ પુણે જઈને પોતાનું હેડક્વાટર શરૂ કર્યુ હોય અને ત્યાંથી જ માસ્ટર આઈડી મારફતે બુકિઓ અને પંટરોને આઈ.ડી. સપ્લાય કરતા હોવાનું ખુલ્યું છે. પ્રિયાંક અને ભાવેશ વિરુદ્ધ ગુજરાતમાં અન્ય ક્યાં ક્યાં શહેરમાં ગુના નોંધાયેલા છે તે બાબતે પણ ક્રાઈમ બ્રાંચે તપાસ કેન્દ્રીત કરી છે.
