‘સલામત’ એસટી બસની ‘અસલામત’ સવારી, ડ્રાઇવરે સ્પિડ બ્રેકર કુદાવતા મુસાફરની કમર ભાંગી ગઇ

રાજકોટ બસ સ્ટોપ પરથી ઇલેક્ટ્રિક બસમાં બેઠા હતા, પી.ડી. માલવિયા કોલેજ ગુજરાત પરીવહન મંત્રાલય દ્વારા એસટી નિગમને એક સુત્ર આપવામા આવ્યુ છે જેમા સલામત સવારી,…

રાજકોટ બસ સ્ટોપ પરથી ઇલેક્ટ્રિક બસમાં બેઠા હતા, પી.ડી. માલવિયા કોલેજ
ગુજરાત પરીવહન મંત્રાલય દ્વારા એસટી નિગમને એક સુત્ર આપવામા આવ્યુ છે જેમા સલામત સવારી, એસટી અમારી તેવુ કહેવામા આવ્યુ છે. આમ છતા કયાક ને કયાક એસટી બસનાં ચાલકો દ્વારા બેફામ બસ ચલાવી અકસ્માત સર્જી રહયા છે. પાટણ પાસે એસટી બસની ઠોકરે 6 લોકોનાં મોત નીપજયા હતા. એ અકસ્માતની ઘટના તાજી છે ત્યા રાજકોટ શહેરમા એક ગંભીર ઘટના બની છે. જેમા રાજકોટ બસ સ્ટોપથી જુનાગઢ જવા માટે ઉપલેટાનાં વૃધ્ધ ઇલેકટ્રીક બસમા બેઠા હતા. પીડી માલવીયા કોલેજ પાસે બસ પહોંચતા ડ્રાઇવરે સ્પીડ બ્રેકર કુદાવતા વૃધ્ધની કમર ભાંગી ગઇ હતી જયારે અન્ય મુસાફરને નાની મોટી ઇજાઓ થઇ હતી. બંને મુસાફરને તાબડતોબ સારવાર માટે 108 મારફતે હોસ્પીટલ ખસેડવામા આવ્યા હતા.

ઉપલેટાનાં વડાળી ગામે રહેતા ધીરજલાલ ઓધવજીભાઇ સોલંકી (ઉ.વ. 6ર) એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે ગઇ તા. 1પ નાં રોજ તેઓ જુનાગઢ રહેતી દિકરીને ત્યા જવા માટે રાજકોટ બસ સ્ટોપે પહોંચ્યા હતા અને ત્યા રાજકોટ – જુનાગઢ લખેલા બોર્ડ વાળી ઇલેકટ્રીક બસ પડી હતી તેમા તેઓએ જવાનુ નકકી કર્યુ હતુ . ધીરજલાલ અને તેમની દિકરી અલ્પાબેન બસમા ચડયા ત્યારે કંડકટરે કહયુ કે તે બસની સીટો રીર્ઝવેશન છે જેથી પાછળ પડેલી સીટો પર તેમની દીકરી અને ધીરજલાલ બેસી ગયા હતા અને ટીકીટ લીધી હતી .

ત્યારબાદ બસ રાજકોટ બસ સ્ટેન્ડથી જુનાગઢ જવા રવાના થઇ હતી અને પીડી માલવીયા કોલેજ પાસે ગોંડલ ચોકડી તરફ જતા રસ્તા પર સ્પીડ બ્રેકર આવતા બસનાં ચાલકે જોયા વગર બેદરકારી પુર્વક ચલાવતા સ્પીડ બ્રેકર પાસે બસ ધીમી પાડવાનાં બદલે કુદાવી હતી અને બસમા બેઠેલા તમામ મુસાફરો ઉછળતા છેલ્લી હરોળમા વચ્ચેની સીટ પર બેઠેલા ધીરજલાલ પણ ઉછળ્યા હતા અને તેઓની કમર સીટ પર ભટકાતા ભાંગી ગઇ હતી અને અન્ય એક મુસાફરને પણ ઇજા થઇ હતી. ત્યારબાદ બીજા મુસાફરોએ કંડકટર અને ડ્રાઇવરને બસ રોકાવવાનુ કહેતા ડ્રાઇવરે થોડે આગળ જઇને બસ રોકી હતી અને ઘવાયેલા ધીરજલાલ અને અન્ય એક મુસાફરને તુરંત 108 મારફતે સરકારી હોસ્પીટલમા ઇમરજન્સી વોર્ડમા દાખલ કરાયા હતા અને ત્યાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલમા લઇ જવાયા હતા. આ અંગે માલવીયાનગર પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવતા પોલીસે એસટી બસનાં ચાલક વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *