બજારમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂૂ. 30 થી રૂૂ. 50 સુધીનો ઘટાડો નોંધાયો છે. ખાદ્યતેલના ભાવમાં ચાલી રહેલી સટ્ટાકીય તેજીને આખરે બ્રેક લાગી છે.
છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા ખાદ્યતેલના ભાવમાં આખરે ઘટાડો નોંધાતા મધ્યમ વર્ગના પરિવારો અને ખાસ કરીને ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. બજારમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂૂ. 30 થી રૂૂ. 50 સુધીનો ઘટાડો નોંધાયો છે. ખાદ્યતેલના ભાવમાં ચાલી રહેલી સટ્ટાકીય તેજીને આખરે બ્રેક લાગી છે.
તેલના ભાવમાં ઘટાડો થતા બજારમાં નવી સ્થિતિ મુજબ સિંગતેલનો ભાવ રૂૂ. 2900થી ઘટીને રૂૂ. 2850 થયો છે. જેમાં રૂૂ. 50નો ઘટાડો થયો છે તથા કપાસિયા તેલમાં રૂૂ. 2340થી ઘટીને રૂૂ. 2310 થયો છે.
બજારના નિષ્ણાતો અને વેપારીઓના મતે ભાવમાં ઘટાડો થવા પાછળ બે મુખ્ય કારણો જવાબદાર છે. મગફળીની પુષ્કળ આવક: હાલમાં માર્કેટિંગ યાર્ડ અને ખુલ્લા બજારમાં વિપુલ માત્રામાં નવી મગફળી ઠલવાઈ રહી છે. પુરવઠો વધવાને કારણે તેલના ભાવ પરનું દબાણ ઘટ્યું છે.ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચતા સામાન્ય ગ્રાહકોએ ખરીદીમાં કાપ મૂક્યો હતો. ઘરાકી ઓછી થતા અને ઊંચા ભાવે વેચાણ અટકતા સટ્ટાખોરોએ તેજી પર બ્રેક લગાવવી પડી છે.
