સચિન તેંડુલકર પરિવાર સાથે જામનગરમાં

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનું સહપરિવાર જામનગર ખાતે આગમન થયું છે. સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની થોડાક મહિનાઓ અગાઉ સાનિયા ચંડોક સાથે સગાઇ થઇ હતી, અને…

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનું સહપરિવાર જામનગર ખાતે આગમન થયું છે. સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની થોડાક મહિનાઓ અગાઉ સાનિયા ચંડોક સાથે સગાઇ થઇ હતી, અને માર્ચમાં બંનેના લગ્ન નિર્ધારિત કરવામાં આવ્યા છે.

લગ્ન પહેલા જામનગરમાં રિલાયન્સ ગ્રીન્સ ખાતે ભવ્ય પ્રિવેડિંગ યોજાવવા જઇ રહ્યા છે. જેમાં ભાગ લેવા માટે સચિન તેંડુલકર, યુવરાજસિંહ સહિતના દિગ્ગજો તેમના પરિવાર સાથે પહોંચ્યા છે. આ તો માત્ર દિગ્ગજોના આગમનની શરૂૂઆત છે, આગામી સમયમાં વિવિધ જગતના દિગ્ગજો જામનગરના મહેમાન બનનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના લગ્ન માર્ચ માસમાં યોજાવવા જઇ રહ્યા છે. પ્રસંગમાં આમંત્રણ આપવા માટે તેંડુલકર પરિવારે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના અગ્રણીઓની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ આજે તેંડુલકર પરિવારના સભ્યો સચિન તેંડુલકર, તેમના પત્ની અંજલી તેંડુલકર, પુત્રી સારા તેંડુલકર, અને પુત્ર અર્જુન તેંડુલકર જામનગર ખાતે આવી પહોંચ્યા છે. જામનગર એરપોર્ટથી બહાર આવતા તેમને તસ્વીરોમાં કેદ કરી લેવામાં આવ્યા છે. આ તકે પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ પણ પોતાના અલગ જ સ્વેગમાં જામનગર એરપોર્ટ પર નજરે પડ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના લગ્નનું પ્રિવેડિંગ રિલાયન્સ ગ્રીન્સ ખાતે યોજાવવા જઇ રહ્યું છે. જેને લઇને તેંડુલકર પરિવારના સભ્યો અને આમંત્રિત મહેમાનોનું આગમન શરૂૂ થઇ ગયું છે.

આવનાર સમયમાં અલગ અલગ ક્ષેત્રના દિગ્ગજો જામનગર એરપોર્ટ પર જોવા મળે તો નવાઇ નહીં, દેશભરના અગ્રણીઓના આગમનને પગલે જામનગર એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, સમયાંતરે વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો જામનગરની મુલાકાતે આવતા હોય છે. જેને પગલે હવે જામનગર એક મહત્વનું ડેસ્ટીનેશન બનીને ઉભરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *