સૌરાષ્ટ્ર નાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રશિયાના વેપારીઓ મગફળી ની ખરીદી કરવા પહોંચ્યા હતા. રશિયામા ચોકલેટ બનાવતી કંપની સ્નીકર્સ નાં મેનેજિંગ ડિરેક્ટર તેમજ તેમની ટીમે ગોંડલ યાર્ડની મુલાકાત કરી વિવિધ માહિતીઓ મેળવી હતી.
આ તકે યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા એ જણાવ્યું હતું કે હાલ રશિયાના વેપારીઓ મગફળી ની ખરીદી માટે આવ્યા છે તેમજ આગામી દિવસોમાં વિપુલ પ્રમાણમાં ખરીદી થતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે. ખેડૂતોની મગફળી હવે સૌરાષ્ટ્ર પુરતી સીમિત ન રહેતા હવે વિદેશમાં પણ ગોંડલ યાર્ડની મગફળી જશે જેનાથી ખેડૂતોને સારો એવો ફાયદો થશે.રશિયાની કંપનીની મગફળી માટે વાર્ષિક ચાર લાખ ટનની માંગ છે. ચોકલેટમાં પચ્ચીસ ટકા મગફળીનો વપરાશ થાય છે. યાર્ડમાંથી મગફળીનાં સેમ્પલ રશિયન ટીમે લીધા છે. નજીકના સમયમાં ગોંડલ યાર્ડમાં ખરીદી પણ કરાશે તેવું જણાવ્યું હતું.
